Home /News /national-international /

હોમ આઇસોલેશન દરમિયાન નિષ્ણાંતો રાખશે તમારી સંપૂર્ણ કાળજી, માત્ર 399માં આ કંપની આપી રહી છે આવું પેકેજ

હોમ આઇસોલેશન દરમિયાન નિષ્ણાંતો રાખશે તમારી સંપૂર્ણ કાળજી, માત્ર 399માં આ કંપની આપી રહી છે આવું પેકેજ

પ્રતિકાત્મક તસવીર

કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણ દેખાવા લાગે ત્યારે જ ક્વોરેન્ટાઇન થઈ જવું જોઈએ

નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બનતી જાય છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 45 હજારથી વધુ નવા કેસ ઉમેરાઈ ચૂક્યા છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ 10 લાખના આંકડાને વટાવી ચૂકી છે. મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું લગાવી દેવાયું છે. તો કેટલાક રાજ્યોએ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. કેટલાક સ્થળોએ આંશિક લોકડાઉન પણ જોવા મળી રહ્યું છે. સંક્રમણને ટાળવા સરકારી કર્મચારીઓ અઠવાડિયાના પાંચ દિવસ જ કામ કરી રહ્યા છે. દિલ્હી જેવા રાજ્યોમાં તો માત્ર 50 ટકા કર્મચારીઓથી જ કામ ચલાવી લેવાની વિચારણા ચાલી રહી છે.

આવા સંજોગોમાં સામાન્ય લોકોની ચિંતા વધતી જાય છે. એમાં પણ જે લોકો એકલા રહે છે અથવા પરિવારથી દૂર બીજા શહેરમાં નોકરી ધંધો કરી રહ્યા છે, તેમની માટે તો કપરા સંજોગો ઊભા થયા છે. એકલા રહેતા વ્યક્તિઓમાં જ્યારે કોરોનાનો લક્ષણ જોવા મળે અને ક્વોરેન્ટાઇન થવું પડે ત્યારે સ્થિતિ દયનીય બની જાય છે.

હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય, નબળાઈ અનુભવાય, શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય, છાતીમાં દુ:ખાવો થાય, મોઢા કે હોઠનો રંગ બદલાય અથવા બોલવામાં તકલીફ પડવા લાગે તો તુરંત તબીબનો સંપર્ક કરવો તેવું સરકારનું કહેવું છે. જોકે જ્યારે કોઈ ધ્યાન રાખનાર ન હોય અથવા પોતાની જાત ઉપર ધ્યાન ન આપી શકીએ ત્યારે તકલીફ વધી જાય છે. આવી સ્થિતિ માટે જ મેક્સ હેલ્થકેર દ્વારા Covid-19 Care@Home નામની સર્વિસ શરૂ કરવામાં આવી છે. જ્યાં માત્ર રૂ. 399 આપીને તમે નિષ્ણાંતની દેખરેખ હેઠળ હોમ ક્વોરેન્ટાઇનનો સમયગાળો પૂરો કરી શકશો.

આ પણ વાંચો - અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કારણ વગર રેમડેસિવીર ઈન્જેક્શન લેવાથી કિડની-લીવર પર થઈ શકે છે અસર

શું શું હશે આ પેકેજમાં?

મેક્સ હેલ્થ કેર દ્વારા આ પેકેજમાં 7 પ્રકારની અલગ અલગ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં દર ત્રીજા દિવસે તબીબના ટેલિફોનિક રીવ્યુનો સમાવેશ પણ થાય છે. જેમાં તબીબ દર્દી પાસેની તબિયતની જાણકારી લેશે. તેમજ નર્સની દેખરેખ હેઠળ એક્સ્ટેન્સિવ એસસમેન્ટ, દવાની હોમ ડિલિવરી, આરટી પીસીઆર હોમ કલેક્શન, દર ત્રીજા દિવસે નિપુણ નર્સ દ્વારા બોડી ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, પલ્સ રેટ ચેક કરવું, આઇસોલેશન દરમિયાન ઘરમાં રાખવી પડતી સાવચેતી સહિતની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત કોવિડ 19 મેડિકલ કીટ સાથે ડિજિટલ થર્મોમીટર અને ડિજિટલ બ્લડ પ્રેશર મશીન પણ પેકેજમાં સામેલ છે.

હોમ ક્વોરેન્ટાઇનના નિયમો

કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણ દેખાવા લાગે ત્યારે જ ક્વોરેન્ટાઇન થઈ જવું જોઈએ. જોકે, ઘણી વખત પ્રશ્ન ઉઠે છે કે હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન પરિવારના સભ્યોને અલગ રહેવું પડશે? જો તમારા ઘરે અલગ રહેવાની વ્યવસ્થા થઈ શકે તો પરિવાર સાથે રહી શકાય છે. નિયમો મુજબ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ થયા બાદ દર્દીને ટેસ્ટ કરાવવો જરૂરી નથી. છતાં પણ ખાતરી માટે તમે પોતાના ખર્ચે ટેસ્ટ કરાવી શકો છો.

10 દિવસમાં જ પૂરું થઈ શકે આઇસોલેશન

હોમ આઇસોલેશન દરમિયાન પરિવારના અન્ય સભ્યો સાથે કપડા, વાસણ અથવા તમે વાપરેલી અન્ય કોઈ વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં. અલગ રહો. પૌષ્ટિક આહાર લો. 3 લેયરવાળા માસ્કનો ઉપયોગ કરો. જેને દર 8 કલાકે બદલી નાખો. જો ત્રણ દિવસ સુધી તાવ ના આવે તો 10 દિવસ બાદ સ્થિતિ સામાન્ય થઈ જાય ત્યારે દર્દીનું હોમ આઇસોલેશન પૂર્ણ કરી શકાય છે.
Published by:Ashish Goyal
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन