Home /News /national-international /Covid-19 Caller Tune: હવે ફોન પર નહીં સાંભળવા મળે કોરોના સંદેશાની ‘કોલર ટ્યૂન’, જાણો શું છે તેનું કારણ

Covid-19 Caller Tune: હવે ફોન પર નહીં સાંભળવા મળે કોરોના સંદેશાની ‘કોલર ટ્યૂન’, જાણો શું છે તેનું કારણ

સરકારને ઘણી એવી અરજી મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ સંદેશો તેના ઉદ્દેશ્યોને પુરી કરી ચૂક્યો છે અને ઘણી વખત ઇમરજન્સી સ્થિત દરમિયાન મહત્વપૂર્ણ કોલમાં લેટ થાય છે

Corona Pandemic - સૂત્રોએ કહ્યું કે દૂરસંચાર વિભાગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને કોલ પહેલાની જાહેરાતો અને કોલર ટ્યૂનને હટાવવાની વિનંતી કરી

નવી દિલ્હી : કોરોના મહામારીની (Corona Pandemic)શરૂઆતના સમયથી કોવિડ-19 (Covid-19)વિશે જાગરુકતા ફેલાવવા માટે કોલ પહેલા વાગતી કોલર ટ્યૂન જલ્દી ઇતિહાસ બની શકે છે. બીમારી વિશે જાગરુકતા વધારવા લગભગ બે વર્ષ પછી સરકાર હવે કોલ પહેલા આવતા કોવિડ-19ની કોલર ટ્યૂનની (Covid Caller Tune) હટાવવા પર વિચાર કરી રહી છે. સરકારને ઘણી એવી અરજી મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ સંદેશો તેના ઉદ્દેશ્યોને પુરી કરી ચૂક્યો છે અને ઘણી વખત ઇમરજન્સી સ્થિત દરમિયાન મહત્વપૂર્ણ કોલમાં લેટ થાય છે.

સત્તાવાર સૂત્રોએ કહ્યું કે દૂરસંચાર વિભાગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને કોલ પહેલાની આ જાહેરાતો અને કોલર ટ્યૂનને હટાવવાની વિનંતી કરી છે. તેમણે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાની સાથે-સાથે મોબાઇલ ગ્રાહકોથી પ્રાપ્ત અરજીનો પણ હવાલો આપ્યો છે.

આ પણ વાંચો - 28-29 માર્ચે રહેશે ભારત બંધ, 7 પોઇન્ટમાં જાણો તમારા પર શું થશે અસર

એક સત્તાવાર સૂત્રએ કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય હવે દેશમાં મહામારીની સ્થિતિમાં સુધારને ધ્યાનમાં રાખી આ કોલર ટ્યૂનને હટાવવા પર વિચાર કરી રહ્યું છે. જ્યારે મહામારી સામે સુરક્ષા ઉપાયો વિશે જન જાગરુકતા ફેલાવવાના અન્ય ઉપાય યથાવત્ રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયથી મળેલા નિર્દેશો પ્રમાણે દૂરસંચાર સેવા પ્રદાતાઓને કોલ પહેલા કોવિડ-19 સંબંધી જાહેરાતો અને કોલર ટ્યૂનને લાગુ કરવાના નિર્દેશ ડીઓટી દ્વારા જાહેર કર્યા હતા. લોકો વચ્ચે જાગરુકતા ફેલાવવા અને મહામારી દરમિયાન સાવધાની અને વેક્સીનેશન વિશે બતાવવા માટે ફોન કોલ પહેલા કોલર ટ્યૂન વાગે છે.

આ પણ વાંચો - આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો શું છે ગાઇડલાઇન્સ

ડીઓટીએ હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલયને અરજીનો હવાલો આપતા લખેલા એક પત્રમાં કહ્યું કે લગભગ 21 મહિના પસાર થયા પછી આ સંદેશાઓએ નાગરિકો વચ્ચે જાગરુકતા ઉભી કરવાના ઉદ્દેશ્યને પુરી કરી છે અને હવે તેની કોઇ પ્રાસંગિકતા નથી. નેટવર્ક પર ચલાવવામાં આવતા સંદેશાઓને કારણે ઇમરજન્સી સ્થિતિમાં મહત્વપૂર્ણ કોલમાં વિલંબ થાય છે અને કિંમતી બેન્ડવિડ્થ સંશાધનોની ખપત થાય છે. ટીએસપી નેટવર્ક પર ભાર વધે છે અને તેનાથી કોલ કનેક્શનમાં લેટ થાય છે.

પત્રના મતે આ ગ્રાહકના અનુભવને પણ પ્રભાવિત કરે છે કારણ કે ઇમરજન્સી સ્થિતિમાં ઘણી વખત કોલમાં લેટ થાય છે. ટીએસપીથી રિંગ બેક ટોનને નિષ્ક્રીય કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.
First published:

Tags: COVID-19, Covid-19 news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો