કોરોના કોલર ટ્યૂનમાં હવે અમિતાભ બચ્ચનનો નહીં આ આર્ટિસ્ટનો અવાજ સાંભળવા મળશે

કોરોના કોલર ટ્યૂનમાં હવે અમિતાભ બચ્ચનનો નહીં આ આર્ટિસ્ટનો અવાજ સાંભળવા મળશે

નવી કોલર ટ્યૂનમાં લોકોને વેક્સીનને લઈને જાગૃત કરવામાં આવશે અને સંદેશ આપવામાં આવશે કે તે કોઈપણ પ્રકારના અફવામાં આવે નહીં

 • Share this:
  નવી દિલ્હી : બે ગજની દૂરી માસ્ક હૈ જરૂરી કોલર ટ્યૂન પર હવે તમને અમિતાભ બચ્ચનના અવાજમાં આ મેસેજ સાંભળવા મળશે નહીં. કોરાનાથી બચાવવાળી કોલર ટ્યૂનમાં હવે ફેરફાર થવાનો છે. કાલે એટલે કે શુક્રવારે 15 જાન્યુઆરીથી અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan)સ્થાને મહિલા આર્ટિસ્ટના અવાજમાં કોલર ટ્યૂન લોકોને સાંભળવા મળશે. કોરોના કાળમાં છેલ્લા ઘણા મહિનાથી અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના સંક્રમણ સંબંધિત સંદેશો આપવામાં આવી રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન લોકોને સંક્રમણથી બચવાના ઉપાય અને શં શું સાવધાની રાખવી જોઈએ તે સંદેશો બોલતા સાંભળવા મળે છે.

  બચ્ચનના અવાજની કોલર ટ્યૂનને હવે ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. હવે તમે કોઈને ફોન લગાવશો તો કોલર ટ્યૂનમાં તમને જસલીન ભલ્લાનો અવાજ સાંભળવા મળશે. એવું કહેવાઇ રહ્યું છે કે સરકાર હવે કોરોના વેક્સીન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માંગે છે જેથી અવાજ બદલવામાં આવ્યો છે. નવી કોલર ટ્યૂનમાં લોકોને વેક્સીનને લઈને જાગૃત કરવામાં આવશે અને સંદેશ આપવામાં આવશે કે તે કોઈપણ પ્રકારના અફવામાં આવે નહીં.

  આ પણ વાંચો - ઉત્તરાયણના દિવસે રાજ્યમાં કોરોનાના નવા 570 કેસ, 737 દર્દીઓ સાજા થયા

  કહેવામાં આવી રહ્યું છે કે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં આ કોલર ટ્યૂન હશે. જેમાં મેસેજ 30 સેકન્ડનો હશે. ઉલ્લેખનીય છે કે બિગ બી ના અવાજ વાળી કોલર ટ્યૂનને હટાવવાને લઈને થોડાક દિવસો પહેલા દિલ્હી હાઇકોર્ટમાં અરજી પણ થઈ હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોલર ટ્યૂનમાં અસલી કોરોના વોરિયર્સનો અવાજ હોવો જોઈએ.
  Published by:Ashish Goyal
  First published: