કોરોના વાયરસ : 24 કલાકમાં 1336 નવા કેસ, અત્યાર સુધીમાં 18601 કેસ, એક દિવસમાં 705 દર્દી સ્વસ્થ થયા

કોરોના વાયરસ : 24 કલાકમાં 1336 નવા કેસ, અત્યાર સુધીમાં 18601 કેસ, એક દિવસમાં 705 દર્દી સ્વસ્થ થયા
કોરોના વાયરસ : 24 કલાકમાં 1336 નવા કેસ

24 કલાકમાં 47 લોકોના મોત થયા છે. કુલ મોતનો આંકડો 590 થયો

 • Share this:
  નવી દિલ્લી : સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે (Lav Agarwal, joint secretary in the Ministry of Health and Family Welfare) મંગળવારે સાંજે નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં અત્યાર સુઘીમાં 3252 કોરોના દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જેમાં 705 લોકો એક દિવસમાં સ્વસ્થ થયા છે. જેના પછી સ્વસ્થ થનારની ટકાવારી વધીને 17.48 થઈ ગઈ છે. લવ અગ્રવાલે જણાવ્યું કે 24 કલાકમાં 1336 નવા કેસ આવ્યા છે. જે પછી સંક્રમિતોની સંખ્યા 18601 થઈ ગઈ છે. 24 કલાકમાં 47 લોકોના મોત થયા છે. કુલ મોતનો આંકડો 590 થયો છે.

  સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 23 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના 61 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોઈ પણ નવો કેસ આવ્યો નથી. આ લિસ્ટમાં બીજા 4 નવા જિલ્લાનો વધારો થયો છે. જેમાં મહારાષ્ટ્ર ના લાતુર, ઉસ્માનાબાદ, હિંગોલી અને વાશિમ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં 28 દિવસમાં કોઈ નવો કેસ આવ્યો નથી. રક્તદાન માટે હેલ્પલાઈન નંબર બનાવ્યો છે. કેસ ડબલ થવાની સ્પિડ ઘટી રહી છે.  આ પણ વાંચો - જ્યારે અખબારમાં નામ છાપવા માટે સચિનના ખાતામાં જોડા દીધા એકસ્ટ્રા રન, પછી શું થયું

  કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના વાયરસને લઈને 201 હોસ્પિટલોની જાણકારી ઓનલાઈન કરી છે. ડોક્ટરો અને નર્સોની જાણકારી ઓનલાઈન મુકી છે. સાથે કોરોના સામેના જંગમાં 1.24 કરોડ લોકો લડી રહ્યા છે. કોરોનાની લડાઈ માટે બે વેબસાઈટ બનાવી છે. igot.gov.in અને covidwarriors.gov.in પર કોરોનાને લગતી દરેક જાણકારી મેળવી શકાય છે.

  આઈસીએમઆરે કહ્યું કે અત્યાર સુધીમાં 4,49,810 ટેસ્ટ કર્યા છે. સોમવારે 35 હજારથી વધુ ટેસ્ટ કર્યા હતા. બધા રાજ્યોમાં રેપિડ ટેસ્ટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક રાજ્યએ ટેસ્ટ કિટને લઈને ફરિયાદ કરી હતી. જેના પછી ટેસ્ટિંગ પર પ્રતિબંધ મુકી દીધો છે. આઈસીએમઆરે રાજ્યોને 2 દિવસ સુધી રેપિડ ટેસ્ટનો ઉપયોગ નહી કરવાનો નિર્દેશ કર્યો છે. આ સાથે એ પણ કહ્યું કે 2 દિવસ પછી દિશા નિર્દેશ જાહેર કરાશે.
  First published:April 21, 2020, 18:53 pm

  टॉप स्टोरीज