સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus)એ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરના વાયરસના કારણે હોમ ક્વૉરન્ટીન કરવામાં આવતા લોકોની યાદીમાં હવે પોલીસકર્મીઓ અને જજનું નામ પણ ઉમેરાઈ ગયું છે. જોકે, આ રોચક કહાણીમાં પોલીસ અધિકારીઓ (Police Officer- Judge) અને જજને પણ ક્વૉરન્ટાઇન થવાની ફરજ પડી છે. આ ચેતવણીરૂપ કિસ્સો પંજાબના (Punjab)ના લુધિયાણા ( Ludhiana)નો છે.
બનાવની વિગત એવી છે કે લુધિયાણા પોલીસે વાહન ચોરીના ગુનામાં એક 24 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આ યુવકને ચોરીના ગુના સબબ પોલીસ જજ સમક્ષ લઈ ગઈ હતી જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન ચોરને કોરોનાના લક્ષણો જણાતા હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો હતો.
ચોરને કોરોના આવતા તેની પાછળ એક ASI સહિતના 17 પોલસ અધિકારીઓ અને જવાનો તેમજ ચોરને જે જજ સમક્ષ લઈ જવામાં આવ્યા હતા તેને પણ સેલ્ફ ક્વૉરન્ટીન કરવા પડ્યા હતા.
આ પણ વાંચો : Coronavirus: વિશ્વના આ દેશમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 881 લોકોનાં મોત, વિદેશ મંત્રીએ આપી ચેતવણી
પોલીસ અધિકારીઓનાં જણાવ્યા મુજબ ચોરની ધરપકડ 6 એપ્રિલે કરવામાં આવી હતી અને પાછળના દિવસોમાં તેના પ્રવાસની વિગતો ચકાસતા તે જયપુર ગયો હોવાનું સામે આવ્યું હતું. જોકે, એક ચોરને કોરોના નીકળતા આખું આરોગ્ય તંત્ર લુધિયાણાના ચોક્કસ વિસ્તારમાં સતર્ક બની ગયું હતું.
Published by:News18 Gujarati
First published:April 10, 2020, 14:01 pm