Omicron વેરિઅન્ટ સામે અન્ય રસીઓ કરતાં Covaxin વધુ અસરકારક બની શકે છે, જાણો કઈ રીતે
અન્ય ઉપલબ્ધ કોરોના વેક્સીનની સરખામણીએ કોવેક્સિન વધુ અસરકારક બની શકે છે. (AFP)
Omicron and Covaxin: ICMRના અધિકારીએ જણાવ્યા મુજબ, ‘કોવેક્સિન, એક વિરિયન-નિષ્ક્રિય (virian-inactivated vaccine) રસી સમગ્ર વાયરસને આવરી લે છે અને આ અત્યંત પરિવર્તનશીલ એવા નવા વેરિઅન્ટ સામે કામ કરી શકે છે.’
ભારત બાયોટેકની કોવિડ વેક્સિન કોવેક્સિન (Covaxin) અત્યંત પરિવર્તનશીલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન સામે વધુ કારગત નીવડી શકે છે તેવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અધિકારીએ જણાવ્યું છે.
હિન્દુ બિઝનેસ લાઈન સાથે વાતચીત દરમ્યાન આ અધિકારીએ જણાવ્યું કે અન્ય ઉપલબ્ધ કોરોના વેક્સીનની સરખામણીએ કોવેક્સિન વધુ અસરકારક બની શકે છે. તેમણે કહ્યું કે, કોવેક્સિન, એક વિરિયન-નિષ્ક્રિય (virian-inactivated vaccine) રસી ‘સમગ્ર વાયરસને આવરી લે છે અને આ અત્યંત પરિવર્તનશીલ એવા નવા વેરિઅન્ટ સામે કામ કરી શકે છે.’ (વિરિયનને વાયરસના ચેપી સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. તે યજમાન કોષની બાહ્ય સપાટી પર રહે છે.)
અન્ય એક ICMR અધિકારીએ જણાવ્યું કે, ‘કોવેક્સિન આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ અસરકારક સાબિત થઈ છે એટલે આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે તે નવા ઓમિક્રોન વેરિઅન્ટનો મુકાબલો પણ કરી શકશે.’ જોકે, તેમણે ચેતવણી આપી કે જ્યાં સુધી વધુ સેમ્પલનું પરીક્ષણ ન થાય ત્યાં સુધી આ વાત સુનિશ્ચિત ન થઈ શકે.
અધિકારીએ ઉમેર્યું કે, ‘અમે ધારીએ છીએ કે કોવેક્સિન સુરક્ષા પૂરી પડશે. એક વખત સેમ્પલ મળવાના શરુ થઈ ગયા બાદ અમે પુણેમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે વેક્સિનની અસરકારકતાની ચકાસણી કરશું.’
અહેવાલમાં કંપનીના એક સોર્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ રસી વુહાનમાં શોધાયેલ ઓરિજનલ વેરિઅન્ટ વિરુદ્ધ બનાવવામાં આવી હતી અને ‘તેણે દર્શાવ્યું છે કે તે અન્ય વેરિઅન્ટ સામે કામ કરી શકે છે.’ હજુ સંશોધન ચાલુ છે.
વોકહાર્ટ હોસ્પિટલ (Wockhardt Hospital)ના કેદાર તોરસકરે પણ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે, કારણ કે કોવેક્સિન માત્ર સ્પાઇક પ્રોટીન જેમ કે mRNA (મોડેર્ના, ફાઇઝર) અને એડેનોવેક્ટર રસીઓ (સ્પુટનિક, એસ્ટ્રાઝેનેકા)ને બદલે તમામ એન્ટિજેન્સ અને એપિટોપ્સને આવરી લે છે, ‘તે ઓમિક્રોન સામે વધુ સારી સુરક્ષા આપી શકે છે’, પરંતુ તે માટે વધુ સંશોધન અને પરીક્ષણની જરૂર પડશે.
AIIMSના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ અગાઉ જણાવ્યું હતું કે સ્પાઇક પ્રોટીન રિજનમાં ઓમિક્રોનમાં 30થી વધુ મ્યુટેશન છે, જે તેને રોગપ્રતિકારક એસ્કેપ મિકેનિઝમ વિકસાવવાની ક્ષમતા આપે છે, અને રસીની અસરકારકતાનું મૂલ્યાંકન કાળજીપૂર્વક કરવું આવશ્યક છે.
સ્પાઇક પ્રોટીનની હાજરી હોસ્ટ સેલમાં વાયરસના પ્રવેશમાં મદદ કરે છે, તેને સંક્રમિત કરે છે અને ચેપનું કારણ બને છે.
‘કેમકે મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનાવે છે, સ્પાઇક પ્રોટીન રિજનમાં ઘણા મ્યુટેશન કોવિડ-19 રસીની અસરકારકતામાં ઘટાડો લાવે છે," ગુલેરિયાએ પીટીઆઈને જણાવ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર