Home /News /national-international /

કોવેકસીન, કોવશીલ્ડ અને સ્પુતનિક-V: ભારત પાસે હવે ત્રણ હથિયાર, જાણો કઈ રસી કેટલી અસરદાર

કોવેકસીન, કોવશીલ્ડ અને સ્પુતનિક-V: ભારત પાસે હવે ત્રણ હથિયાર, જાણો કઈ રસી કેટલી અસરદાર

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં કોવિશિલ્ડ અને કોવેકસીન આપવામાં આવે છે. નવી વેકસીન આવી જતા કઈ રસી સૌથી વધુ અસરકારક રહેશે? સાઈડ ઇફેકસ શું થશે? તે સહિતના સવાલો લોકોમાં ઉઠી રહ્યા

નવી દિલ્હી : વિશ્વના સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. આ અભિયાનમાં વધુ એક રસી સ્પુતનિક V પણ જોડાઈ ગઈ છે. પરિણામે હવે લોકોને કુલ ત્રણ રસીનો લાભ મળશે. શુક્રવારે હૈદરાબાદની હોસ્પિટલમાં આ વેકસીનના ડોઝ અપાયા હતા. આ સાથે જ સ્પુતનિક Vની કિંમત પણ જાહેર કરી દેવાઈ હતી.

અત્યારે ભારતમાં કોવિશિલ્ડ અને કોવેકસીન આપવામાં આવે છે. નવી વેકસીન આવી જતા કઈ રસી સૌથી વધુ અસરકારક રહેશે? સાઈડ ઇફેકસ શું થશે? તે સહિતના સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

કોવિશિલ્ડ

આ રસીનો ઉપયોગ વિશ્વના 62 દેશ કરી રહયા છે. પુનામાં સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ઓક્સફર્ડ- એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ તૈયાર થઈ છે. વૈશ્વિક સ્તરે આ રસીની અસરકારકતા 70.4 હોવાનું મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. સરકારે પણ આ રસીને અસરકારક બનાવવા માટે બે ડોઝ વચ્ચેની સમયમર્યાદા વધારી છે. હવે 14થી 16 અઠવાડિયાના ગેપમાં રસીના ડોઝ આપવાની સલાહ અપાઈ છે.

આ પણ વાંચોરાજકોટ : Coronaએ આહિર પરિવાર પર કહેર વરતાવ્યો, ત્રણ સભ્યોએ ગુમાવ્યો જીવ, ચાર દિવસનું બાળક મમતા વિહોણુ બન્યું

કોવિશિલ્ડનો ડોઝ લીધા બાદ લોકોને શરીર અથવા હાથનો દુ:ખાવો, લાલાશ, તાવ, થાક લાગવો અને સ્નાયુઓની જકડાઈ જવા જેવી આડઅસરો જોવા મળી છે. કેટલાક દેશોમાં રસી લીધા બાદ લોહી ગંઠાઇ જવાની ફરિયાદ મળી હતી. આ સાથે હંગામી ધોરણે પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. અલબત્ત, ઘણા અભ્યાસ અને નિષ્ણાતોના મત મુજબ આ રસી સલામત છે.

કોવેકસીન

હૈદરાબાદની ફાર્મા કંપની દ્વારા બનાવાયેલી કોવેકસીનને ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને શનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરી છે. મીડિયા અહેવાલમાં જાહેર થયેલા આંકડા મુજબ, આ રસીની અસરકારકતાનો દર 81 ટકા છે. આ ઉપરાંત કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ પર પણ આ રસી અસરકારક હોવાનું જાણકારો કહી રહયા છે. કોવેકસીન લીધા બાદ કેટલાક લોકોને સોજો, દુઃખાવો, તાવ, પરસેવો વળવો, ઠંડી લાગવી, ઉલટી, શરદી, માથાનો દુઃખાવો સહિતના લક્ષણો જોવા મળતા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો - કેવી રીતે થાય છે મ્યુકોરમાઈકોસિસ સારવાર? શું છે લક્ષણો? કેટલી ખર્ચાળ છે આ સારવાર? જુઓ - તમામ માહિતી

આ રસી દ્વારા શરીરમાં પોતાને મલ્ટીપલ ન કરી શકનાર પેથોજેન્સ ઇન્જેક્ટ કરવામાં આવશે. ફોર્મેલીન જેવા કેમિકલ્સની મદદથી વેકસીન ઈમ્યુન સિસ્ટમને કોરોના વાયરસ સામે એન્ટીબોડી બનાવતા શીખવશે. જેમાં નિષ્ક્રિય વાયરસને ખૂબ જ ઓછા પ્રમાણમાં એલ્યુમિનિયમ આધારિત કમ્પાઉન્ડ સાથે મિશ્રિત કરવામાં આવે છે. જેને એડજુવેંટ કહેવાય છે. આ ઈમ્યુન સિસ્ટમને વેકસીન સાથે પ્રતિક્રિયા કરવા પ્રેરિત કરે છે.

સ્પૂતનિક-V

કોરોના સામેની જંગમાં સૌથી પહેલા જે રસીઓને પરવાનગી મળી તેમાં સ્પૂતનિક-Vનો સમાવેશ થાય છે. આ રસીની અસરકારકતા 91.6 ટકા હોવાનું મીડિયાના અહેવાલ પરથી જાણવા મળે છે. એક અભ્યાસ મુજબ સ્પૂતનિક-V લીધા બાદ લોકોને ફલૂ જેવા સાઈડ ઇફેક્ટનો સામનો કરવો પડી શકે છે. અત્યારે આ રસી સાથે જોડાયેલો કોઈ ગંભીર કેસ સામે આવ્યો નથી.
First published:

Tags: COVAXIN, Covishield, Sputnik-V, Vaccination in india

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन