Home /News /national-international /કોરોના સામે કોવેક્સિન 77.8 ટકા અસરકારક, નવા અભ્યાસમાં સામે આવ્યા તારણો

કોરોના સામે કોવેક્સિન 77.8 ટકા અસરકારક, નવા અભ્યાસમાં સામે આવ્યા તારણો

કોવેક્સીન (ફાઈલ ફોટો)

Covaxin 77.8% effective against symptomatic COVID-19: ભારત બાયોટેકે આજે કોવેક્સિનના ક્લિનીકલ ટ્રાયલના ત્રીજા તબક્કાના સલામતી અને અસરકારકતાના ડેટા જાહેર કર્યા હતા.

નવી દિલ્હી: કોરોનાને દેશમાંથી નાથવા માટે હાલ દેશમાં વેક્સીનેશન (Corona vaccine)નું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણના મહાઅભિયાનને હજુ વેગ આપવા માટે લોકોને રસી લેવા સતત અપીલ કરાઇ રહી છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 34,46,11,291 ડોઝ અપાયા છે. જોકે અમુક રાજ્યોમાં ઘણા શહેરોમાં રસીના સ્ટોક ખૂટી જતા રસી લેવા આતુર લોકોને ભારે હાલાકીઓ પણ પડી રહી છે. આ વચ્ચે વેક્સિન બનાવનાર અગ્રીમ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech,) આજે કોવેક્સિન (Covaxin )ના ક્લિનીકલ ટ્રાયલના ત્રીજા તબક્કાના સલામતી અને અસરકારકતાના ડેટા જાહેર કર્યા હતા. આ રસી SARS-CoV2 સામે લડવા સંપૂર્ણ virion ઈનેક્ટીવ વાયરસ રસી છે. જેને ICMR અને NIV,પૂણેની ભાગીદારી દ્વારા બનાવવામાં આવી છે.

રસીની અસરકારકતાના વિશ્લેષણ અનુસાર, કોવિડ-19 સામે કોવેક્સિન 77.8% અસરકારક છે અને 130 કન્ફર્મ કેસમાં મૂલ્યાંકન દ્વારા ગંભીર કોવિડ-19 દર્દીઓમાં 93.4% અસરકારક હોવાનું સામે આવ્યું છે. જેમાં 24 વેક્સિન ગૃપમાં અને 106 પ્લેસબો ગૃપમાં જોવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઝારખંડની તુલસી: સ્માર્ટફોન ખરીદી ફરી શરૂ કર્યો અભ્યાસ, હવે બેંક ખાતામાં એક લાખની ડિપોઝિટ પણ

સુરક્ષા વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું છે કે, સામે આવેલ પ્રતિકૂળ અસરો પ્લેસીબો સમાન હતી, 12 ટકા કેસમાં સામાન્ય આડઅસર જોવા મળી હતી અને 0.5 ટકાથી પણ ઓછા કેસમાં ગંભીર અસરો થઇ હતી. અસર બાબતે મળેલા ડેટા અનુસાર કોવિડ-19ના લક્ષણોમાં 63.6 ટકા સુરક્ષા આપે છે, જ્યારે SARS-CoV-2, B.1.617.2 ડેલ્ટા સંક્રમણ સામે 65.2 ટકા સુરક્ષા આપે છે.

આ પણ વાંચો: પ્રાઇવેટ જેટના ડર્ટી સિક્રેટ્સનો ખુલાસો: 'એ દિવસે મને એવું લાગી રહ્યું હતું કે હું કોઈ એર હોસ્ટેસ નહીં પરંતુ વેશ્યા છું'

બીજી બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે, ગર્ભવતિ મહિલાઓ પણ હવે ગમે ત્યારે કોરોનાની રસી મૂકાવી શકે છે. ગર્ભવતિ મહિલાઓ રસી મૂકાવે અને તે અંગે વધુને વધુ જાગૃતતા લાવવા માટે આરોગ્ય મંત્રાલયે ગર્ભાવસ્થામાં કોવિડ-19 ચેપ, રસી લેવાના ફાયદાઓ અને રસીકરણ બાદ થતી સંભવિત અસરો અંગે એક સંપૂર્ણ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

આ પણ વાંચો: 'મારા બાળકોને સાચવજો, મારે આ કહેવાની જરૂર નથી, પરંતુ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી'
ભારતમાં કોરોના

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union health ministry)ના આંકડાઓ અનુસાર, ભારતમાં શનિવારે કોવિડ-19ના કેસોમાં ફરી ઘટાડો નોંધાયો છે અને માત્ર 44,111 નવા કેસો સામે આવ્યા છે, જેથી દેશમાં કુલ કેસની સંખ્યા 3,05,02,362એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશમાં 738 મોત થયા છે, જે શુક્રવારની સરખામણીએ 853 ઓછી છે.
" isDesktop="true" id="1110660" >

આ સાથે જ ભારતમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 4,01,050એ પહોંચી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં 14,104નો ઘટાડો થયો છે અને 4,95,533 આવી ગઇ છે. જે કુલ સંક્રમણના 1.67% છે. તો બીજી તરફ એક દિવસમાં 57,477 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,96,05,779 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. શનિવારે દેશો રિકવરી રેટ 97.01 ટકા રહ્યો હતો.
First published:

Tags: Bharat Biotech, Corona vaccine, COVAXIN, COVID-19, Vaccine, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन