લોન મોરેટોરિયમ પર કેન્દ્ર સરકારે કહ્યું- સુપ્રીમ કોર્ટ નાણાકીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરે

News18 Gujarati
Updated: October 10, 2020, 11:58 AM IST
લોન મોરેટોરિયમ પર કેન્દ્ર સરકારે કહ્યું- સુપ્રીમ કોર્ટ નાણાકીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરે
ફાઈલ તસવીર

Loan Moratorium: કેન્દ્ર સરકારે કહ્યુ છે કે સરકારે વિવિધ ક્ષેત્રોને પૂરતી રાહત આપી છે, આ સિવાય અન્ય રાહત આપવી દેશના અર્થતંત્ર બેન્કિંગ સેક્ટર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હી: લોન મોરેટોરિયમ (Loan Moratorium) મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે (Supreme Court)ને જણાવ્યું કે અલગ અલગ ક્ષેત્રને પૂરતી રાહત આપવામાં આવી છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે સરકાર માટે એવું કરવું શક્ય નથી કે આ ક્ષેત્રોને વધારે રાહત આપવામાં આવે. કેન્દ્ર સરકારે એ વાત પર પણ ભાર આપ્યો કે, નાણાકીય બાબતો અને નીતિઓ મામલે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.

અર્થવ્યવસ્થા અને બેન્કિંગ સેક્ટર માટે હાનિકાર

તાજેતરમાં દાખલ કરવામાં આવેલા એક સોગંદનામામાં સરકારે કહ્યું છે કે, "નીતિ બનાવવાનું કામ કેન્દ્ર સરકારનું છે, કોર્ટે વિશેષ ક્ષેત્રના આધારે નાણાકીય રાહત આપવાની બાબતોમાં પડવું જોઇએ નહીં. બે કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજમાં છૂટ આપવા સિવાય અન્ય કોઈ રાહત આપવી દેશના અર્થતંત્ર અને બેન્કિંગ સેક્ટર માટે હાનિકારક સાબિત થઈ શકે છે."

બે કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવા સરકાર તૈયાર

ગત અઠવાડિયે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતું કે તે બે કરોડ રૂપિયા સુધીની લોન પર 'વ્યાજ પરનું વ્યાજ' માફ કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ તરફથી માર્ચથી ઓગસ્ટ સુધી આમ આદમીને રાહત આપવા માટે લોન મોરેટોરિયમની જાહેરાત કરી હતી. જે પ્રમાણે લોકોને ઈએમઆઈ ન ચૂકવવાની છૂટ આપવામાં આવી હતી. જોકે, બાદમાં મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજને લોનની મૂળ રકમ સાથે જોડી દેવામાં આવી હતી. એટલે કે લોન મોરેટોરિયમ સમયગાળો પૂર્ણ થયા બાદ લોન ધારકે વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડે છે.

સરકારના આવા જવાબ બાદ સુપ્રીમ કોર્ટે કહ્યુ હતે કે ફક્ત વ્યાજ પરનું વ્યાજ માફ કરવું સંતોષકારક નથી. આ દરમિયાન સુપ્રીમે કેન્દ્ર સરકારને આ અંગે ફેરફાર કરવાનું જણાવ્યું હતું.

રિઅલ એસ્ટેટ અને પાવર સેક્ટરને રાહત આપવાની માંગ

નાના લોન ધારકોને ઈએમઆઈ તેમજ ચુક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. કોર્ટે આ સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે અરજીકર્તાએ જે મુદ્દો ઉઠાવ્યો છે તેનું સમાધાન કરવામાં આવ્યું નથી. સાથે જ કેન્દ્ર સરકારને રિઅલ એસ્ટેટ અને પાવર સેક્ટર્સને પણ રાહત આપવાની જાહેરાત કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: October 10, 2020, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading