Home /News /national-international /અર્નબ ગોસ્વામીની રિમાન્ડ મામલે પોલીસની અરજી પર કોર્ટ 9 નવેમ્બરે કરશે સુનાવણી

અર્નબ ગોસ્વામીની રિમાન્ડ મામલે પોલીસની અરજી પર કોર્ટ 9 નવેમ્બરે કરશે સુનાવણી

અર્નબ ગોસ્વામી

રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામી મુશ્કેલીઓનો અંત હજી પણ નથી આવ્યો. હવે કોર્ટમાં આ મામલે 9 નવેમ્બરે થશે સુનવણી

  મહારાષ્ટ્રના અલીબાગ જિલ્લાની સેશન્સ કોર્ટે અર્બન ગોસ્વામીને રિમાન્ડ પર સોંપવાને લઇને પોલીસની ફરી વિચારણા અરજી પર હવે 9 નવેમ્બરના રોજ સુનવણી કરશે. પોલીસે આ રિવ્યૂ પીટીશન વર્ષ 2018માં આત્યહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની પોલીસ રિમાન્ડના સ્થાને ન્યાયિક કસ્ટડી આપવાના જજના નિર્ણયની વિરુદ્ધ દાખલ કરી છે.

  અલીબાગની જિલ્લા સેશન્સ કોર્ટે જાણ થઇ કે બોમ્બે હાઇકોર્ટમાં હાલ ગોસ્વામી અને આ કેસના અન્ય બે આરોપી ફિરોઝ શેખ અને નિતેશ સારદા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પણ સુનવણી ચાલી રહી છે. હાઇકોર્ટમાં આરોપીઓએ વચગાળાના જામીન અને 'ગેરકાયદેસર ધરપકડ' કરવા મામલે અરજીઓ કરી છે. તે પછી સેશન્સ કોર્ટે આ આદેશ જાહેર કર્યો છે.

  નોંધનીય છે કે આ કેસમાં અર્નબ ગોસ્વામીને બુધવારે મુંબઇની લોઅર પરેલ સ્થિત તેમના ઘરથી ધરપકડ કરીને અલીબાગ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. અને તે પછી મુખ્ય ન્યાયિય મેજિસ્ટ્રેટ સુનૈના પિંગલેની સામે રજૂ કરવામાં આવ્યા હતા. બુધવારે મોડી રાતે તેમને પોતાના આદેશમાં મેજિસ્ટ્રેટ ત્રણને પોલીસ કસ્ટડીમાં મોકલવાની ના પાડી અને તેમને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.

  અલીબાગ પોલીસે આ કેસમાં પુછપરછ માટે ગોસ્વામીની 14 દિવસની કસ્ટડી માંગી હતી. ગોસ્વામીને હાલ એક સ્થઆનિક શાળામાં રાખવામાં આવ્યા છે. જેને અલીબાગ જેલના કોવિડ 19 કેન્દ્રના રૂપમાં નામિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2018માં ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની માતા કુમોદિની નાઇકે આ ત્રણેય આરોપીની કંપની દ્વારા કથિત રીતે કામ કર્યા પછી પૈસા ન આપતા આર્થિક ભીંસની ત્રસ્ત થઇને આત્મહત્યા કરી હતી.
  " isDesktop="true" id="1044098" >

  આ વર્ષે મેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી હતી કે તેમણે અન્વય નાઇક અને તેની પુત્રી અદન્યા નાઇકની ફરિયાદ પછી આ મામલે નવેસરથી તપાસના આદેશ આપ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Arnab goswami, Judicial custody, Maharashtra, Republic TV, મુંબઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन