Home /News /national-international /36 વર્ષની સશક્ત મહિલા સાથે એકલો વ્યક્તિ આવું ન કરી શકે, કોર્ટે દુષ્કર્મનાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો

36 વર્ષની સશક્ત મહિલા સાથે એકલો વ્યક્તિ આવું ન કરી શકે, કોર્ટે દુષ્કર્મનાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો

Highcourt Verdict: ફતેહાબાદ હાઇકોર્ટના એક ચુકાદામાં 36 વર્ષીય સશક્ત મહિલા પોતે પ્ર્તિકાર કરી શકે એમ હોવાનું જણાવી દુષ્કર્મનાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

Highcourt Verdict: ફતેહાબાદ હાઇકોર્ટના એક ચુકાદામાં 36 વર્ષીય સશક્ત મહિલા પોતે પ્ર્તિકાર કરી શકે એમ હોવાનું જણાવી દુષ્કર્મનાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

     ફતેહાબાદ: હરિયાણાના ફતેહાબાદની એક કોર્ટે બળાત્કારના આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટને જાણવા મળ્યું કે એફઆઈઆર નોંધવામાં લગભગ અઢી મહિના જેટલું મોડું થયું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બલવંત સિંહની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ આરોપીઓ સામેનો કેસ યોગ્ય શંકા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "શંકાનો લાભ આપીને આરોપીને તેના પર લાગેલા આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે."

    ઘટેલી ઘટના મુજબ પીડિતાએ તેની ફરિયાદમાં દાવો કર્યો હતો, કે બલવિંદરે 5 અને 6 એપ્રિલ, 2021ના ​​રોજ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર ઘટના સમયે તેનો પતિ ગામની બહાર ગયો હતો અને તેના બાળકો સૂતા હતા. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે બળાત્કાર પહેલાં બલવિંદર તેને પકડીને એક રૂમમાં ખેંચી ગયો હતો. આ સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો, કે બલવિંદરે આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ટોહાના સિટી પોલીસ સ્ટેશનમાં જૂન 2021માં બલવિંદર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

    આરોપી બલવિંદરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા

    પોલીસે બલવિંદર વિરુદ્ધ આઈપીસીની કલમ 376 (2), 450 અને 506 હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં આરોપીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા હતા. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ માત્ર આરોપીઓને ફસાવવા માટે બનાવટી વાર્તા બનાવી છે. વળી, કોર્ટે કહ્યું કે જો આવું થયું હોય તો ફરિયાદ દાખલ કરવામાં અઢી મહિનાનો વિલંબ કેમ થયો? કેમ મહિલા એટલા સમય સુધી ચૂપ રહી? એક શારીરિક રીતે સક્ષમ મહિલા હોવાને કારણે આરોપીએ પીડિતાનું મોઢું એક હાથે બંધ કરી દીધું હોય અને મહિલા પર બળજબરી કરી હોય તેવું શક્ય નથી. તે શારીરિક રીતે ફિટ મહિલા છે, જેની ઉંમર આશરે 36 વર્ષ છે. મહિલા પોતાના લગાવેલા આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. તેના આરોપો માટે કોઈ યોગ્ય પુરાવા પણ સાબિત થયા નથી.

    આ પણ વાંચો: Shradha Murder Case: એક ઝેરીલો સંબંધ શું કરી શકે? માં બાપ અને મિત્રોની વાત ન માની શ્રદ્ધા, સહન કરતી રહી

    ઘટનાની જાહેરાત ન કરવી એ સહમતિ દર્શાવે છે: કોર્ટ

    બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. કોર્ટે કહ્યું, મહિલા પીડિતાની કહાની કે તેણે ડર અને બદનામીના કારણે આ ઘટના કોઈને જણાવી ન હતી, તે સહમતિથી બનેલું કૃત્ય દર્શાવે છે. ઉપરાંત, બળજબરીથી કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ માત્ર એક મનઘડત કહાની છે.



    આ બધી બાબતો કોર્ટે ધ્યાનમાં રાખીને મહિલાની અરજીને નામંજૂર કરીને બલવંત સિંહને મહિલા તરફથી લગાવવમાં આવેલા બધા આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો.
    First published:

    Tags: Verdict

    विज्ञापन
    विज्ञापन