Home /News /national-international /

Gyanvapi Mosque Survey : જ્ઞાનવાપી મસ્જિદ - કોર્ટ કમિશ્નર નહીં હટાવાય, 17 મે પહેલા પુરો કરવો પડશે સર્વે

Gyanvapi Mosque Survey : જ્ઞાનવાપી મસ્જિદ - કોર્ટ કમિશ્નર નહીં હટાવાય, 17 મે પહેલા પુરો કરવો પડશે સર્વે

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના (gyanvapi masjid)મામલામાં કોર્ટે (court)ગુરુવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો

Gyanvapi Mosque Survey Verdict Updates - કોર્ટ કમિશ્નર બદલવાની અરજી પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો

    વારાણસી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના (gyanvapi masjid)મામલામાં કોર્ટે (court)ગુરુવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. વારાણસીના (varanasi)સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે આદેશમાં કહ્યું કે કોર્ટ કમિશ્નર હટાવવામાં આવશે નહીં. 17 મે પહેલા સર્વેનું કામ પુરું કરવું પડશે. કોર્ટ કમિશ્નર બદલવાની અરજી પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ કમિશ્નર સાથે બીજા બે વકીલોની નિયુક્તિ કરવામાં આવી છે. 17 મે પહેલા સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

    તમને જણાવી દઇએ કે 56 (ગ) ના આધારે મુસ્લિમ પક્ષકારોએ કોર્ટ કમિશ્નરને બદલવાની માંગણી કરી હતી. આ માંગણીને સિવિલ જજે ફગાવી દીધી છે. આ મામલામાં પ્રતિવાદી અંજુમન ઇંતજામિયા મસાજિદ કમેટી તરફથી એડવોકેટ કમિશ્નર અજય કુમાર મિશ્રાને હટાવવાની માંગણીને લઇને 3 દિવસ સુધી ચર્ચા ચાલી હતી.

    આ પણ વાંચો - મોહાલી બ્લાસ્ટમાં મોટો ખુલાસો, નિશાન સિંહે હુમલો કરનારને આપી હતી RPG

    સર્વે અને વીડિયોગ્રાફીનો થયો હતો વિરોધ

    મુસ્લિમ પક્ષ મસ્જિદમાં થઇ રહેલા સર્વે અને વીડિયોગ્રાફીનો શરુથી જ વિરોધ કરી રહ્યા હતા. સર્વે દરમિયાન જ્ઞાનવાપી પરિસરની બહાર હંગામો પણ થયો હતો અને વીડિયોગ્રાફી રોકવાની માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિરથી સંબંધિત વિવાદને લઇને 6 કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યા છે. આ મામલાને લઇને લાંબા સમયથી સુનાવણી ચાલી રહી હતી અને સતત બન્ને પક્ષો તરફથી અલગ-અલગ દલીલો અને સાબિતી રજુ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - તાજમહેલ વિવાદમાં જયપુરના પૂર્વ શાહી પરિવારની એન્ટ્રી, સાંસદ દિયા કુમારીએ કર્યો આ મોટો દાવો

    6 મે ના રોજ શરુ થયું હતું સર્વેનું કામ

    કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા પછી ગત 26 એપ્રિલે અજય કુમાર મિશ્રાને એડવોકેટ કમિશ્નર નિયુક્ત કરીને જ્ઞાનવાપી પરિસરનો વીડિયોગ્રાફી સર્વે કરીને 10 મે ના રોજ પોતાનો રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો. જોકે મુસ્લિમ પક્ષોએ આદેશ વગર જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી કરાવવાનો આરોપ લગાવતા કોર્ટ દ્વારા નિયુક્ત એડવોકેટ કમિશ્નર પર પક્ષપાતપૂર્ણ રીતથી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને બદલવાની કોર્ટમાં અરજી આપી હતી.

    શું છે સમગ્ર મામલો?

    વર્ષ 1984માં દિલ્હીમાં દેશભરના સંતોનો મેળાવડો થયો અને ધર્મ સંસદની શરૂઆત થઈ. આ જ ધર્મ સંસદમાં અયોધ્યા, મથુરા અને કાશીના મંદિરો પર દાવો કરવાની અપીલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ, જ્યારે કાશીમાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક, વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદને પણ ધર્મ સંસદ સામે વાંધો હતો.

    વર્ષ 1991માં કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓના વંશજ પંડિત સોમનાથ વ્યાસ, ડૉક્ટર રામરંગ શર્મા અને સામાજિક કાર્યકર્તા હરિહર પાંડેએ વારાણસી સિવિલ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે 2050 વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરને વર્ષ 1669માં ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી. મંદિરની જમીન પરત કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 લાગુ પડતો નથી, કારણ કે મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Highcourt, Varanasi, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર