Home /News /national-international /

મર્ડરના આરોપીને UPSCની પરીક્ષા માટે દિલ્હીથી ફ્લાઇટમાં લઈ જવાશે

મર્ડરના આરોપીને UPSCની પરીક્ષા માટે દિલ્હીથી ફ્લાઇટમાં લઈ જવાશે

પ્રતિકાત્મક તસવીર

ઇમ્લફાલના રહેવાસી બેંજી મર્ડરના આરોપમાં દિલ્હીની જેલમાં બંધ છે. તેને પરીક્ષા આપવા માટે સમયસર પહોંચાડવા ફ્લાઇટમાં લઈ જવાનો કોર્ટે હુમક કર્યો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : ઇમ્ફાલનો રહેવાસી બેંજી જેલમાં મર્ડરના આરોપ હેઠળ કેદી છે. દિલ્હીની જેલમાં રખાયેલા બેંજીએ હાઈકોર્ટમાં વચગાળાના જામીનની માંગણી કરી હતી. જોકે, સફદરગંજ પોલીસ મથકે કોર્ટમાં દલીલી કરી હતી કે આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા છે અને તે જામીન દરમિયાન ફરાર થઈ શકે છે.

    આ દલીલ દરમિયાન બેંજીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે બેંજીને 12મી મેના રોજ UPSCની પરીક્ષા આપવાની છે. આ પરીક્ષા આપવા માટે તેને જામીન આપવામાં આવે. આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે બેંજીને પોલીસ કસ્ટડીમાં ઇમ્ફાલ મોકલવામાં આવે.

    ટ્રેનથી ઇમ્ફાલ પહોંચવાનો સમય બચ્યો ન હોવાથી કોર્ટે આદેશ કર્યો હતો કે બેંજીને 11મી મેના રોજ ફ્લાઇટથી લઈ જવામાં આવે અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાપ્તામાં રાખવામાં આવે. 12મી મેના રોજ પરીક્ષા સમાપ્ત થતાની સાથે તેને 13મી મેના રોજ પરત પોલીસ કસ્ટડીમાં દિલ્હી જેલમાં લઈ આવામાં આવે.

    જોકે, બેંજીના વકીલે દલીલી કરી હતી કે તે ગરીબ છે અને પોતાની અને પોલીસ જાપ્તાની ટિકિટ તેને પરવડે તેમ નથી. આ સ્થિતિમાં કોર્ટે હુકમ કર્યો હતો કે બેંજી પોતાની ટિકિટ ભોગવશે અને પોલીસની ટિકિટ જેલના ખર્ચમાંથી લઈ લેવામાં આવે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: UPSC, આદેશ, આરોપી, કોર્ટ, ગુનો, દિલ્હી, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन