Union
Budget 2023

Highlights

Home /News /national-international /બ્રેકઅપ બાદ છોકરીએ બોયફ્રેન્ડને મોકલ્યા 1000 મેસેજ, કોર્ટે આપી પ્રેમિકાને અનોખી સજા

બ્રેકઅપ બાદ છોકરીએ બોયફ્રેન્ડને મોકલ્યા 1000 મેસેજ, કોર્ટે આપી પ્રેમિકાને અનોખી સજા

બોયફ્રેન્ડને તંગ કરવા 1000 મેસેજ મોકલ્યા

તે મેસેજ કરતી રહી. એક,બે,ત્રણ, ચાર, પાંચ, દસ એક પછી એક એમ કુલ 1000 મેસેજ કર્યા. મિશૈલ નામની આ છોકરીને થોડા સમય પહેલા પોતાના બોયફ્રેન્ડ રેયાન સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.

    પ્રેમમાં બદલો લેવાની ભાવનાના કેટલાય કિસ્સા તમે સાંભળ્યા હશે. લવ હેટ રિલેશન યુવાનોમાં ખૂબ જ સામાન્ય બાબત છે. એક ડેટા અનુસાર, પ્રેમ અને રિલેશનના કારમે મોટા ભાગના ક્રાઈમ થાય છે. પણ આપને સાંભળીને નવાઈ લાગશે કે, એક છોકરીએ પ્રેમમાં બદલો લેવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો. આ છોકરીએ પોતાનો ફોન ઉઠાવ્યો અને બાદમાં મેસેજ ટાઈપ કરવાનું શરુ કર્યું. યાર તું ક્યાં છો? આ મેસેજને પોતાનો બોયફ્રેન્ડને મોકલ્યો. બાદમાં 5 મીનિટ પછી છોકરીએ બીજો મેસેજ કર્યો, શું આજે રાતે આપણે મળી શકીએ? 10 મીનિટ બાદ વધુ એક મેસેજ કર્યો, હું તને ખૂબ મિસ કરી રહી છું. એક પછી એક મેસેજ કરતી જ ગઈ.

    આ પણ વાંચો: નીલ આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર જનારા શખ્સે 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા, એલ્ડ્રીનને મળી નવી જીવનસાથી

    1000 મેસેજ પર કડક થઈ કોર્ટ


    તે મેસેજ કરતી રહી. એક,બે,ત્રણ, ચાર, પાંચ, દસ એક પછી એક એમ કુલ 1000 મેસેજ કર્યા. મિશૈલ નામની આ છોકરીને થોડા સમય પહેલા પોતાના બોયફ્રેન્ડ રેયાન સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. રેયાને મિશૈલ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, તો સહન કરી શકી નહીં. તેણે છોકરાને હેરાન કરવા માટે મેસેજ મોકલવાની અનોખી રીત અપનાવી. પહેલા તો થોડા મેસેજ સુધી તો રેયાને કોઈ રિએક્શન આપ્યું નહીં. પણ જ્યારે મેસેજ આવવાના બંધ ન થયા તો, તેને સુસાઈડ કરવાનો વિચાર આવ્યો અને બાદમાં કોર્ટનો સહારો લીધો.

    ગુસ્સામાં આંગળી તોડી નાખી


    કોર્ટે રેયાન અને મિશૈલ બંનેને કોર્ટમાં બોલાવ્યા. રેયાને આખી વાત કહી. રેયાને કહ્યું કે, તે બંને લાંબા સમયથી રિલેશનમાં હતા. પણ છોકરી હંમેશા લડતી ઝઘડતી રહેતી. એક દિવસ બંનેમાં ઝઘડો એટલો વધી ગયો કે, ગુસ્સામાં રેયાને મિશૈલની આંગળી તોડી નાખી. મિશૈલે પણ રૈયાનને ધક્કો મારી પાડી દીધો. ત્યાર બાદ રેયાને મિશૈલ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો.

    છોકરા સાથેથી અલગ થવા નહોતી માગતી


    બ્રેકઅપ બાદ તે મેસેજ પર મેસેજ કરતી રહેતી. થોડા દિવસમાં તેણે 1000 મેસેજ અને કેટલાય મિસ્ડ કોલ રેયાનના કર્યા અને હેરાન કરવાનું વિચાર્યું. મિશૈલ અહીંથી અટકી નહીં, રેયાનના ઘર બહાર જઈને ગિફ્ટ પણ મુકી આવતી. મિશૈલે પોતાનો ગુનો કબૂલ્યો. મિશૈલે જણાવ્યું કે, તે રૈયાનને ખૂબ પ્રેમ કરે છે અને બ્રેકઅપ નથી કરવા માગતી અને એટલા માટે તેણે રેયાન સાથે બદલો લેવા માટે આવું કર્યું.

    કોર્ટે સંભળાવી અનોખી સજા


    આ મામલો ઈંગ્લેન્ડનો છે. હવે કોર્ટ આ કેસમાં સજા સંભળાવવાની હતી. કોર્ટમાં મિશૈલ દોષિત સાબિત થઈ ચુકી હતી. કોર્ટે સજા તરીકે મિશૈલને 18 મહિના સુધી રેયાનથી એકદમ દૂર રહેવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત કોર્ટે લગભગ 5000 રૂપિયા ફાઈન અને લગભગ 40 હજાર રૂપિયા વિક્ટિમ સરચાર્જ ભરવા માટે કહ્યું. આ ઉપરાંત મિશૈલને એક અઠવાડીયા સુધી રિહૈબમાં મોકલવાની સજા પણ સંભળાવી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Love story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन