Home /News /national-international /મદુરાઈના કપલને ચાર્ટર્ડ પ્લેનમાં લગ્ન કરવા પડી શકે છે ભારે! એવિએશન રેગ્યુલેટરે રિપોર્ટ માંગ્યો
મદુરાઈના કપલને ચાર્ટર્ડ પ્લેનમાં લગ્ન કરવા પડી શકે છે ભારે! એવિએશન રેગ્યુલેટરે રિપોર્ટ માંગ્યો
લગ્ન સમયની તસવીર
પ્લેનમાં લોકોએ લગ્નપ્રસંગ માણ્યો હોવાના વિઝ્યુઅલ પણ છે. જેમાં મોટા ભાગના લોકો માસ્ક વગર જ જોવા મળ્યા છે. પ્લેનમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હોવાનું જણાઈ આવે છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીના (corona pandemic) વ્યાપ પર નિયંત્રણ લાવવા કેટલાક રાજ્યોએ લોકડાઉન (lockdown) લાદી દીધું છે, તો કેટલાક રાજ્યોએ કડક નિયંત્રણ મુક્યા છે. લગ્ન સમારંભમાં (Marriage) અમુક સંખ્યાથી વધુ મહેમાનોની હાજરી પર પ્રતિબંધ છે. ત્યારે તમિલનાડુના મદુરાઈના પરિવારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ લગ્નમાં કોવિડની સુરક્ષા ગાઈડલાઈનનો ઉલાળીયા અંગે તપાસ થશે. ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, આ મામલે એવિએશન રેગ્યુલેટરે રિપોર્ટ માંગ્યો છે. તપાસ માટે સ્પાઇસ જેટની આ ફલાઇટના ક્રુને ડ્યુટી પરથી ઉતારી દેવાયો છે.
આ ઘટનામાં સ્પાઇસ જેટનું કહેવું છે કે, વારંવાર વિનંતી કરી હોવા છત્તા મુસાફરોએ નિયમોનું અનુસરણ નહોતું કર્યું. જેથી વરરાજા, વધુ અને તેમના પરિવારજનો સામે પગલાં લેવાઈ શકે છે. તમિલનાડુમાં હાલ 31 મે સુધી લોકડાઉન છે. જેથી મદુરાઈના કપલે બેંગલુરુની ફલાઇટ બુકિંગ કરાવી હતી અને તેમના લગ્ન બોઈંગ 737 પ્લેનમાં થયા હતા. તેમના પરિવારજનો, સંબંધીઓ અને મહેમાનો પ્રસંગમાં સામેલ હોવાનું વાઈરલ થયેલા ફોટો અને વિડીયો પરથી ફલિત થાય છે.
વિડીયોમાં વરરાજા દુલ્હનને મંગળસૂત્ર પહેરાવતો નજરે પડે છે. દુલ્હા-દુલ્હન પાછળની ભીડ પણ તસ્વીરમાં કેદ થઈ છે. એક શોટમાં ફોટોગ્રાફર ફોટા માટે તેમને સ્માઇલ કરવાનું કહેતો નજરે પડે છે. કન્યા ફૂલો અને ઝવેરાતથી સજ્જ હતી. જ્યારે વરરાજા પરંપરાગત દક્ષિણ ભારતીય પોશાકમાં હતો તેવું પણ જોવા મળે છે.
પ્લેનમાં લોકોએ લગ્નપ્રસંગ માણ્યો હોવાના વિઝ્યુઅલ પણ છે. જેમાં મોટા ભાગના લોકો માસ્ક વગર જ જોવા મળ્યા છે. પ્લેનમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હોવાનું જણાઈ આવે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક એટલે કે DGCA દ્વારા આ સમારંભની તપાસ શરૂ કરી છે. એરલાઇન અને એરપોર્ટ ઓથોરિટી પાસે સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પ્લેનના ક્રુને પણ હટાવી લેવાયા છે.
ANIને DGCA દ્વારા જણાવાયુ હતું કે, આ મામલામાં કોવિડના નિયમો તોડનાર સામે સ્પાઈસજેટને ફરિયાદ નોંધવા આદેશ અપાયો છે. જોકે, બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીએ પ્લેનમાં થયેલા લગ્નની કોઈ જાણ જ ન હોવાનો બચાવ કર્યો છે. ANIને મદુરાઈ એરપોર્ટના ડિરેક્ટર એસ સેન્થિલ વાલાવને કહ્યું હતું કે, ગઈકાલે મદુરાઈથી સ્પાઇસ જેટની ચાર્ટર્ડ ફલાઇટ બુક થઈ હતી. જોકે, હવામાં થયેલા લગ્ન પ્રસંગથી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અજાણ હતા.
બીજી તરફ સ્પાઇસ જેટ દ્વારા પોતાના નિવેદનમાં જણાવાયું કે, આ ફલાઇટ ટ્રાવેલ એજન્ટ દ્વારા 23 મેના રોજ બુક થઈ હતી. તે લગ્ન પછીની જોયરાઈડ હોવાનો દાવો કરાયો હતો. ક્લાયન્ટને કોવિડના નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે કહેવાયું હતું અને બોર્ડ પર કોઈપણ પ્રકારની ગતિવિધિ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દેવાયો હતો.
" isDesktop="true" id="1099229" >
એરલાઇન દ્વારા વધુમાં જણાવાયું હતું કે, એજન્ટ અને અતિથિ યાત્રીઓને મુસાફરી દરમિયાન એરપોર્ટ અને વિમાનમાં કોવિડ નિયમોના નિયમો અનુસાર સોશિયલ ડિસ્ટન્સ અને સુરક્ષાના માપદંડને અનુસરવા લેખિત અને મૌખિક રીતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સ્પાઇસજે ટના પ્રવક્તાએ કહ્યું કે, વારંવાર વિનંતી અને ધ્યાન દોર્યા છતાં મુસાફરોએ નિયમોનું પાલન કર્યું નહીં. એરલાઇન નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર