વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ફરી એકવાર ટ્વિટરથી મદદ કરી છે. સુષ્માએ કૈલાશ માનસરોવર યાત્રા માટે શોર્ટલિસ્ટ (અલગ તારવવામાં આવેલા નામો) થયેલા જોડાને એક જ બેચમાં જવાની મંજૂરી આપી હતી. હકીકતમાં યાત્રાની યાદીમાં પતિ અને પત્નીનું નામ અલગ અલગ બેચમાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતી આ યાત્રા માટે ચંદર નંદી અને તેની પત્નીનું નામ પસંદ થયું હતું. પરંતુ 13 મેના રોજ નંદીએ ટ્વિટ કરીને સુષ્માને જણાવ્યું હતું કે તેની પત્નીનું બુકિંગ અન્ય કોઈ બેચમાં થયું છે.
નંદીએ ટ્વિટ કરીને વિદેશ મંત્રીને આ સમષ્યાનું સમાધાન લાવવાની વિનંતી કરી હતી, જેનાથી તે પોતાની પત્ની સાથે પ્રવાસ કરી શકે.
@SushmaSwaraj , Namaste Madamji,
Myself & my wife selected for kailash Manas Sarovar Yatra 2018, in different batches. My wife will not be able to undertake the yatra alone.
KMYS00125518 & KMYS00124418. Seek your help to put us in the same batch. I will be 70 by next year.
સુષ્માએ થોડી જ મિનિટોમાં ટ્વિટનો જવાબ આપ્યો હતો. તેમણે આને કોમ્પ્યુટરની ભૂલ ગણાવી હતી, સાથે આશ્વાસન આપ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી, બંને સાથે જ પ્રવાસ પર જઈ શકશો.
The computer is guilty of separating you. But don't worry. We will send you both in the same batch. https://t.co/ygBoGH1Lux
નોંધનીય છે કે કૈલાશ માનસરોવાર યાત્રા માટે 20 ફેબ્રુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ હતી. આ યાત્રા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અરજી કરતા હોય છે. આ યાત્રા માટે બે રુટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આની પંસદગી કોમ્પ્યુટરની મદદથી કરવામાં આવે છે. બાદમાં અરજી કરનાર લોકોને ઇ-મેલ દ્વારા સૂચના આપવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના નિયમ પ્રમાણે વિવાહિત યુગલો, પ્રથમવાર યાત્રા કરનાર લોકો તેમજ મેડિકલ ડોક્ટર્સને પ્રાથમિકતા આપવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર