Home /News /national-international /અનોખો પ્રેમ: યુવતી ફોઇના ઘરે લગ્નમાં આવી અને પ્રેમ થયો, 24 કલાકમાં ફરી લીધા સાત ફેરા
અનોખો પ્રેમ: યુવતી ફોઇના ઘરે લગ્નમાં આવી અને પ્રેમ થયો, 24 કલાકમાં ફરી લીધા સાત ફેરા
love Story: એક યુવતી તેની માસીના ઘરે લગ્નમાં હાજરી આપવા આવી હતી જ્યાં તેને છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ થયાના 24 કલાકમાં જ બંનેએ લગ્ન કરી લીધા છે.
love Story: એક યુવતી તેની માસીના ઘરે લગ્નમાં હાજરી આપવા આવી હતી જ્યાં તેને છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ થયાના 24 કલાકમાં જ બંનેએ લગ્ન કરી લીધા છે.
મિર્ઝાપુર: 'પ્રેમ આંધળો હોય છે' તમે આ કહેવત તો સાંભળી જ હશે. પ્રેમમાં કોણ ક્યારે પડી જાય તેની કોઇને ખબર નથી હોતી. ઘણી વખત એવા દાખલા પણ સામે આવે છે કે, આ વાતો જાતે જ સાચી સાબિત થાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જે જાણીને તમે ચોંકી જશો. એક યુવતી તેની માસીના ઘરે લગ્નમાં હાજરી આપવા આવી હતી જ્યાં તેને છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ થયાના 24 કલાકમાં જ બંનેએ લગ્ન કરી લીધા છે.
તમને જણાવી દઈએ કે, મિર્ઝાપુર જિલ્લાના વિંધ્યાચલ પોલીસ સ્ટેશન વિસ્તારના મહદૌરા ગામમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. જ્યાં એક દિવસમાં પ્રેમ થાય છે અને બીજા દિવસે બંને પરિવારની સહમતિથી પ્રેમી યુગલના લગ્ન થઇ જાય છે. તમને ભલે આ વાત ફિલ્મી લાગતી હોય પરંતુ આ સાતી વાત છે.
યુવતી તેની માસીના ઘરે આવી હતી
વિરોહી-મહદૌરા ગામની રહેવાસી ચંદ્રબલી કુશવાહાની પુત્રીના લગ્ન 14 માર્ચના રોજ મંગળવારના હતા. પ્રયાગરાજ જિલ્લાના માંડાની રહેવાસી અનિતા મૌર્ય પણ તેના પરિવાર સાથે તેની માસીના ઘરે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી હતી.
લગ્નમાં હાજરી આપવા આવેલી અનિતાને ગામના જ કમલેશ નામના યુવક સાથે એટલો પ્રેમ થઈ ગયો કે, બંનેએ લગ્ન કરવાની જીદ પકડી હતી. આ વાત સાંભળીને યુવતીના માતા-પિતા હેરાન થઈ ગયા હતા. તેમણે યુવતીને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ થયા નહીં. જે બાદ માતાપિતા પોતાના ઘરે પરત ફર્યા હતા.
બાળકીના માતા-પિતા ઘરે જતા રહ્યા જે બાદ કાકા અને કાકી કન્યાદાન કરવા સંમત થયા હતા. આ પછી બીજા દિવસે એટલે કે 15 માર્ચ, બુધવારે બંનેએ ગામમાં આવેલા રામ જાનકી મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ અનોખા લગ્નમાં ગ્રામજનોએ પણ હિંદુ રીતિ-રિવાજ મુજબ ભાગ લીધો હતો. મહદૌરા ગામની રહેવાસી ચંદ્રબલી કુશવાહાએ જણાવ્યું કે, બંનેને એક જ દિવસમાં પ્રેમમાં પડ્યા અને લગ્નની જીદ કરવા લાગ્યા.
જે બાદ ગામના મંદિરમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્ન માટે એક પણ રૂપિયો દહેજ લેવામાં આવ્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર