ચેન્નાઇ : માતાપિતા (Parents) બનવાનું સપનું લગભગ દરેક વ્યક્તિ જુએ છે. પોતાના સંતાનને આ દુનિયામાં લાવવું અને તેને આંખો સામે મોટું થતું જોવું દરેક માતાપિતાની ઇચ્છા હોય છે. પરંતુ અમુક લોકો માટે કોઇને કોઇ કારણોસર આ સપના પૂરા થઇ શકતા નથી. ત્યારે ચેન્નાઇમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાપિતા ન બની શકતા દંપતિએ આત્મહત્યા (couple committed suicide) કરી લીધી હતી.
ચેન્નઈના મદુરાવોયલમાં લગ્નના પાંચ મહિના બાદ નપુંસકતાને કારણે એક દંપતીએ આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં મળેલા પત્રમાં (Suicide Note) ખુલાસો થયો છે કે દંપતીએ આ નિર્ણય લીધો હતો, કારણ કે તેમને ચિંતા હતી કે તેઓ પેનાઇલ ફ્રેક્ચરને (penile fracture)કારણે બાળકને જન્મ આપી શકશે નહીં.
થુથુકુડીનો વતની 22 વર્ષીય યુવાન ચેન્નાઇના મદુરાવોયલની બાજુમાં અલાપક્કમમાં રહેતો હતો અને ભંગારની દુકાન ચલાવતો હતો. આ વર્ષે જાન્યુઆરી માસમાં તેણે પરીવારની સહમતિથી 20 વર્ષની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ કિસ્સામાં જ્યારે વ્યક્તિના સંબંધીઓએ ફોન પર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના કૉલ્સનો કોઇ જવાબ મળ્યો ન હતો અને તેમને જાણવા મળ્યું કે દુકાન પણ બંધ છે.
આ દરમિયાન લાંબા સમય સુધી પાડોશીઓએ દરવાજો ખખડાવવા છતા દરવાજો ન ખોલાતા તેમણે મદુરવોયલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો તો તેઓ આ કપલને પંખે લટકતું જોઈને ચોંકી ગયા હતા. જે બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે કિલપૌક સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
તપાસમાં મળી આવી સ્યુસાઇડ નોટ
ઘરની તપાસ દરમિયાન કપલે આત્મહત્યા કરતા પહેલા લખેલો એક પત્ર પોલીસે કબજે કર્યો હતો. દેખીતી રીતે જ, પત્રમાં દંપતીની સહી હતી, જેમાં લખ્યું હતું કે, 'અમે અમારા જીવનનો અંત લાવી રહ્યા છીએ કારણ કે અમને પેનાઇલ ફ્રેક્ચરને કારણે બાળક ન થઈ શક્યું અને અમારા નિર્ણય પાછળ કોઈનો હાથ નથી.'
તપાસમાં બહાર આવ્યું છે કે, આ દંપતીએ આ મુદ્દે ડોક્ટરની કોઇ જ સલાહ લીધી ન હતી અને તેમને ચિંતા હતી કે તેઓ બાળકને જન્મ આપી શકશે નહીં. આ વાતથી કંટાળી અંતે તેઓએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર