Home /News /national-international /દેશનો વિકાસ કુંભ મેળાઓ અને મંદિરોથી થવાનો નથી: ભાજપનાં પૂર્વ સાંસદ

દેશનો વિકાસ કુંભ મેળાઓ અને મંદિરોથી થવાનો નથી: ભાજપનાં પૂર્વ સાંસદ

સાવિત્રી બાઈ ફુલે (ફાઇલ ફોટો)

6 ડિસેમ્બરનાં રોજ સાવિત્રીબાઇ ફુલેએ ભાજપ સાથે છેડો ફાડ્યો. તેમણે કહ્યું, ભાજપ સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ રમે છે.

તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડનાર અને દલિત નેતા સાવિત્રીબાઇ ફુલેએ ઉત્તરપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં કુંભ મેળા અને મંદિરો બનાવવાથી વિકાસ થવાનો નથી. પણ બંધારણનો અમલ કરવાથી વિકાસ થશે.”

તેમણે કહ્યું કે, એક તરફ દલિતો અને આદિવાસીઓ તેમના અધિકારો માટે લડત કરી રહ્યા છે અને બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર કુંભ મેળા અને મંદિરો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે”.

સાવિત્રીબાઇ ફુલેએ સવાલ કર્યો કે, શું કુંભ મેળો અને મંદિરો દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓનાં પેટ ભરશે ? સરકાર લોકોનો ધ્યાન બીજે દોરવા માંગે છે. દેશ મંદિરોથી ચાલવાનો નથી”.

દલિત સાંસદ સાવિત્રીબાઇ ફુળે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટિકા કરતા કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે. મુખ્યમંત્રી રાજ્ય ચલાવવા માટે બિલકુલ લાયક નથી. છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ તેની સાક્ષી પુરે છે.”

દલિતો ભાજપનો ઢોંગ સમજી ગયા છે: ભાજપ સાંસદ સાવિત્રીબાઇ ફુલે

આ પહેલા 6 ડિસેમ્બરનાં રોજ સાવિત્રીબાઇ ફુલેએ ભાજપ સાથે છેડો ફાડ્યો અને ભાજપ પર આરોપ લગાવ્યો કે, તે સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ રમે છે અને અનામતને જાળવવા માટે કશું કરતી નથી.

સાવિત્રી બાઈ ફુલેએ આરોપ લગાવ્યો કે, ભાજપ અનામત ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને ખતમ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

ઝારખંડમાં ત્રણ દિવસથી ખાવાનું ન મળતા મહિલાનું ભુખમરાથી મોત
First published:

Tags: Dalit leader, અનામત, ભાજપ, યૂપી, સાંસદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો