ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFએ રોશની કરીને આપ્યો સુરક્ષાનો સંદેશ
સરહદ પર જવાનોએ પ્રગટાવ્યા દિવડા.
ભારત-પાક સીમાની નજીકે આવેલા જેસલમેર જિલ્લાની સરહદ પર બીએસએફના જવાન સીમા પર દિવાળી મનાવી રહ્યાં છે. જવાનોએ બોર્ડર પર દીવા પ્રગટાવ્યા અને એક-બીજાને મીઠાઈ આપીને દિવાળીની શુભકામના આપી હતી. સીમા સુરક્ષા બળની મહિલા જવાનોની વિંગે સીમાની ચોકીઓ પર દિવા પ્રગટાવીને જોરદાર ફટાકડા ફોડ્યા હતા.
જેસલમેરઃ ભારત-પાક સીમાની નજીકે આવેલા જેસલમેર જિલ્લાની સરહદ પર બીએસએફના જવાન સીમા પર દિવાળી મનાવી રહ્યાં છે. જવાનોએ બોર્ડર પર દીવા પ્રગટાવ્યા અને એક-બીજાને મીઠાઈ આપીને દિવાળીની શુભકામના આપી હતી. સીમા સુરક્ષા બળની મહિલા જવાનોની વિંગે સીમાની ચોકીઓ પર દિવા પ્રગટાવીને જોરદાર ફટાકડા ફોડ્યા હતા.
દેશવાસીઓ સેફ રહે, આ મોટી દિવાળી છે
જવાનોનું કહેવું છે કે ભારત-પાકિસ્તાનના સતત બગડી રહેલા સંબંધોની વચ્ચે પાડોશી દેશ પર બિલકુલ વિશ્વાસ કરી શકાય નહિ. સીમા પર જવાનો હાલની સ્થિતિને જોતા એક મિનિટ માટે પણ પહેરો છોડી શકે તેમ નથી. દરેક જગ્યાએ જવાનોનો પહેરો છે. મહિલા જવાનોનું કહેવું છે કે ઘરની યાદ તો આવે છે પરંતુ અમારા માટે સૌથી મોટી વાત એ છે કે દેશના લોકો દિવાળી મનાવે અને અમારી સિક્યોરિટીના કારણ તેઓ સુરક્ષિત રહે. આનાથી મોટી દિવાળી કોઈ ન હોઈ શકે.
ભારત-પાકિસ્તાનના તણાવને જોતા રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે, કારણ કે પાકિસ્તાન તરફથી સતત મુવમેન્ટના સમાચારો આવી રહ્યાં છે. આ કારણે ભારત માતાના ઘણા પુત્રો દિવાળી પર પણ પોતાના ઘરે પરત આવ્યા નથી. તેમણે સરહદોને જ પોતાનું ઘર બનાવ્યું છે. બોર્ડર પર દેશના જવાનોએ દિવળા પ્રગટાવ્યા હતા. દેશની સીમાને વહેંચતા તારો પર મીણબતી સળગાવીને શાંતિ અને રોશનીનો તહેવાર મનાવ્યો. આ એક બોર્ડર છે, અહીં ગમે ત્યારે દુશ્મનની ગોળીઓનો વરસાદ થવા લાગે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર