Home /News /national-international /સૌથી નબળા પાસપોર્ટની યાદી જાહેર, પાકિસ્તાનની હાલત ખરાબ, જાણો ભારતની કેવી છે સ્થિતિ

સૌથી નબળા પાસપોર્ટની યાદી જાહેર, પાકિસ્તાનની હાલત ખરાબ, જાણો ભારતની કેવી છે સ્થિતિ

પ્રતિકાત્મક તસવીર - pixabay

દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ માટે વર્ષ 2021નું રેન્કિંગ જાહેર થઈ ગયું છે. જેમાં જાપાન ટોચ પર છે

    દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ માટે વર્ષ 2021નું રેન્કિંગ જાહેર થઈ ગયું છે. જેમાં જાપાન ટોચ પર છે. ત્યાંના પાસપોર્ટ ધારકને વિઝા ઓન અરાઈવની છૂટ છે. ત્યારબાદ સિંગાપોરનો ક્રમ આવે છે. જર્મની અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. બીજી તરફ નબળા પાસપોર્ટની વાત કરીએ તો આતંક અને ગૃહયુદ્ધમાં ફસાયેલા સીરિયા, ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પાસપોર્ટ સૌથી નબળા છે. ભારતને પણ આ વખતે જોરદાર ઝટકો લાગ્યો છે. ભારતીય પાસપોર્ટ 6 ક્રમ નીચે ઉતરી ગયો છે. તો ચાલો સૌથી નીચે સરકી ગયેલા પાસપોર્ટ અંગે જાણકારી મેળવીએ.

    હેનલે ઓર પાર્ટનર્સ દ્વારા પાસપોર્ટ રેન્કિંગ જાહેર

    આ રેન્કિંગના માધ્યમથી જે તે દેશના લોકો કેટલા દેશોમાં ફરી શકે તે જોઈ શકાય છે. આ સુવિધા અંતર્ગત અન્ય દેશો પાવરફુલ પાસપોર્ટ ધરાવતા દેશના નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા પૂરી પાડે છે. આનાથી દેશોના પર્યટનને પણ પ્રોત્સાહન મળે છે. બીજી તરફ સુરક્ષાની દ્રષ્ટિએ સરળતા રહે છે.

    પાસપોર્ટ કેટલો નબળો કે મજબૂત છે તે કેવી રીતે ખબર પડે?

    પાસપોર્ટની અસરકારકતા માપવા ઘણા માપદંડ છે. જેમાં સૌથી પહેલો છે દેશની આર્થિક સ્થિતિ. દેશ આર્થિક રીતે કેટલો મજબૂત છે તે તપાસવામાં આવે છે. કોઈ નબળા દેશમાં રોજગાર ન હોય ત્યારે ત્યાંના લોકો પર્યટક તરીકે આવે છે અને બીજા દેશમાં સ્થાયી થાય છે.

    આ ઉપરાંત પાસપોર્ટ પર અસર કરનાર વાત કઈ?

    જો કોઈ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધુ રહી હોય અથવા યુનાઇટેડ નેશન આવું માને તો આવા દેશના નાગરિકોના પાસપોર્ટનો પાવર આપમેળે ઘટી જાય છે. આવા દેશોના નાગરિક પર હંમેશાં શંકા રાખવામાં છે. વિકસિત દેશ તેમને પ્રવેશ આપતા પહેલા અનેક વખત વિચારે છે.

    આ પણ વાંચો - હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસીને કરી દીધી હત્યા, અમેરિકી એજન્ટ બનીને આવ્યા હતા હુમલાખોર

    આ દેશોના પાસપોર્ટનો પાવર તકલાદી

    હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અને ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સએ બે અલગ અલગ યાદી બહાર પાડી છે. જેમાં તેઓએ જે દેશના પાસપોર્ટ સૌથી નબળા હોય તેમના નામ જાહેર કર્યા છે. હેનલીની યાદીમાં અફઘાનિસ્તાનનું નામ ટોચ પર છે. એટલે કે સૌથી નબળો પાસપોર્ટ ધરાવતો દેશ અફઘાનિસ્તાન છે. જેના નાગરિકો વિઝા વગર ફક્ત 5 દેશોમાં જઇ શકે છે. ત્યારબાદ ઇરાક અને સીરિયાનો ક્રમ આવે છે. આ દેશો આતંકવાદથી ખરાબ રીતે પ્રભાવિત છે. જ્યાંથી સતત સ્થળાંતર થાય છે.

    પાકિસ્તાનનો ક્રમ ક્યાં છે?

    નબળા પાસપોર્ટની યાદીમાં પાકિસ્તાન ચોથા ક્રમે છે. તેના પાસપોર્ટ પર ફક્ત 9 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી થઈ શકે છે. વર્ષ 2019માં પણ પાકિસ્તાનનો પાસપોર્ટ આ કેટેગરીમાં હતો. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ખરાબ પાસપોર્ટની દ્રષ્ટિએ સંયુક્ત રીતે પાકિસ્તાની અને સોમાલી પાસપોર્ટ ચોથા ક્રમે છે.

    પાકિસ્તાન બાદ કોનો ક્રમ આવે છે?

    પાકિસ્તાન બાદ આ યાદીમાં યમન અને દુકાળ તથા ભૂખમરાથી લડતા દેશ સોમાલિયાનો ક્રમ આવે છે. તે બાદ પેલેસ્ટાઇન, લિબિયા અને ઉત્તર કોરિયાનો ક્રમ આવે છે. ઉત્તર કોરિયા વિશ્વમાં સૌથી આઈસોલેટ દેશ પૈકીનો એક છે. આ દેશમાં વર્તમાન તાનાશાહ કિમ જોંગના રાજમાં નાગરિકોને દેશની બહાર જવાની મંજૂરી નથી. વધુમાં વધુ તેઓ ચીનની યાત્રા કરી શકે છે.

    પાકિસ્તાન શા માટે પાછળ?

    આ રેન્કિંગમાં પાકિસ્તાનનો પાસપોર્ટ સતત નીચે સરકી રહ્યો છે. જેની પાછળ આતંકી ગતિવિધિઓમાં અવારનવાર તેનું નામ સામે આવવાનું કારણ જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ અનેક વખત આ વાત ઉઠાવવામાં આવી હતી. અલબત્ત, પાકિસ્તાન આ બાબતનો સ્વીકાર કરવા તૈયાર નથી. વર્ષ 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ પાકિસ્તાનનો પાસપોર્ટ નબળો પડી રહ્યો છે. કથિત રીતે પાકિસ્તાનમાં હુમલો કરનાર છુપાયા હતા એન્ડ આતંકવાદી ગતિવિધિના પ્રયાસ પણ અહીંથી થયા હતા.

    ભારતની સ્થિતિ શું છે?

    વર્તમાન સમયે 58 દેશ વિઝા વગર ભારતીય નાગરિકોને પ્રવેશની સુવિધા આપે છે. ગત વર્ષે પણ આ દેશોએ ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપી રહ્યા હતા. તે સમયે ભારત આ યાદીમાં થોડા ઉપરના ક્રમે હતું. સામાન્ય રીતે વિઝા ઓન એરાઈવલ સુરક્ષાનો ખતરો ઓછો હોય તેવા દેશોના નાગરિકોને આપવામાં આવે છે.
    First published:

    Tags: Countries weakest passport, World, પાકિસ્તાન, પાસપોર્ટ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો