liveLIVE NOW

LIVE: ચંદ્રયાન-2માં ટેક્નિકલ ખામી સર્જાતા મિશન કેન્સલ, નવી તારીખો જાહેર કરાશે

ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષાથી બહાર ગયા પછી જ તેની અસલી સફર શરૂ થશે. સૌપ્રથમ ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાં 5 ચક્કર લગાવશે

  • News18 Gujarati
  • | July 15, 2019, 08:36 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO
    2:25 (IST)

    56 મિનિટ અને 54 સેકન્ડે કાઉન્ટ ડાઉન રોકવામાં આવ્યું હતું. 


    2:19 (IST)

     ચંદ્રયાન 2માં ટેક્નિકલ ખામી સર્જાતા લોન્ચિંગ કેન્સલ, નવી તારીખો જાહેર કરાશે

    2:14 (IST)

     ચંદ્રયાન 2 લોન્ચિંગમાં ટેક્નિકલ ખામી સર્જાઇ, કાઉન્ટડાઉન રોકાયું

    2:7 (IST)
    1:55 (IST)

    અંતરિક્ષમાં લાંબી છલાંગ લગાવવાની ઇરાદે ભારત ચંદ્ર મિશન ચંદ્રયાન-2 લોન્ચ કરશે. તેને બાહુબલી નામના સૌથી શક્તિશાળી રોકેટ GSLV-MK 3rd યાનથી મોકલવામાં આવશે. ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણ ધ્રૂવ વિસ્તાર પર ઉતરશે, આ જગ્યાએ અત્યારસુધી કોઇ દેશ પહોંચી શક્યો નથી. 

    1:55 (IST)

    ચંદ્રયાન-2નો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર રહેલા તત્વોની શોધ કરવી અને તપાસ કરવાનું હશે કે ત્યાં ખડકો, ધૂળમાં ક્યા તત્વો છે. આ સિવાય ચંદ્રયાન ત્યાં સ્થિત સપાટીનું અધ્યયન કરશે. આ મિશન ચંદ્રની સપાટી પર જળ, હાઇડ્રાક્સિલના પૂરાવા શોધવા સિવાય ચંદ્રની થ્રીડી તસવીરો પણ લેશે. 

    1:55 (IST)

    ISROના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે બસ તે પોતાની યાત્રા માટે સંપૂર્ણ તૈયાર છે. ઉલ્લેખનીય 
    છે કે ચંદ્રયાન2નું વજન 3877 કિલો છે અને તેનું લોન્ચિંગ ચાર ભાગમાં થશે.

    1:47 (IST)
    ભારતના મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. તેને લાઇવ જોવા માટે અત્યારસુધીમાં 7,134થી વધુ લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેને અંદાજે 10,000 લોકો લાઇવ જોઇ શકશે. 

    1:47 (IST)

    મિશનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે. 

    ચંદ્રયાન-2માં ખામી સર્જાતા લોન્ચિંગ કેન્સલ કરવામાં આવી છે.લોન્ચિંગની નવી તારીખો બાદમાં જાહેર કરવામાં આવશે. 56 મિનિટ અને 54 સેકન્ડે કાઉન્ટ ડાઉન રોકવામાં આવ્યું હતું.

    2 વાગ્યાને 51 મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરથી તેનું લોન્ચિંગ થવાનું હતું. ભારતના અત્યારસુધીના સૌથી શક્તિશાળી GSLV માર્ક-3 રોકેટમાંથી તેનું લોન્ચિંગ થવાનું હતું.  લોન્ચિંગના 16 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થશે. તેને ચંદ્રની સપાટી પર પહોંચાડવા સુધીમાં 1,296 કલાક એટલે કે 54 દિવસનો સમય લાગવાનો હતો.

    ચંદ્રયાન-2 એ ચંદ્રયાન-1નું અપડેટેડ વર્જન છે. તેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ છે. ચંદ્રયાન-1માં માત્ર ઓર્બિટર હતો, જે ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવતો હતો. ચંદ્રયાન-2ની મદદથી ભારત પ્રથમ વખત ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. આ લેન્ડિંગ ચંદ્રની દક્ષિણી ધ્રૂવ પર હશે. તેની સાથે જ ભારત ચંદ્રની દક્ષિણ ધ્રૂવ પર ઉતરનારો પ્રથમ દેશ બની જશે.