liveLIVE NOW

ચંદ્રયાન-2નું લોન્ચિંગ અપેક્ષાથી પણ ઉત્તમ, પીએમ મોદીએ ઈસરોને આપી શુભેચ્છા

ટીમ ઈસરોએ પોતાના ઘર-પરિવાર છોડીને છેલ્લા 7 દિવસમાં ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે દિવસ-રાત એક કરી દીધા : ઈસરો ચીફ

  • News18 Gujarati
  • | July 22, 2019, 16:57 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO
    16:9 (IST)
    15:55 (IST)

    પીએમ મોદીએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર સતત નજર રાખી હતી અને લોન્ચિંગ સફળ થતાં ઈસરોની ટીમને વધાવી હતી.

    15:52 (IST)
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઈસરોને અભિનંદન આપતાં કહ્યું કે, સ્પેસ ટેક્નોલોજીમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત થયો છે. સફળ લોન્ચિંગથી દેશનું ગૌરવ વધ્યું છે.

    15:46 (IST)
    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ પર ઈસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી.

    15:27 (IST)
    પીએમ મોદી પણ ચંદ્રયાન-2ના લોન્ચિંગની દરેક ક્ષણો પર નજર રાખી રહ્યા હતા. તેઓએ કહ્યું આજનો દિવસ 130 કરોડ દેશવાસઓ માટે ગર્વનો દિવસ છે.

    15:25 (IST)
    વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ઈસરોની ટીમને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા છે.

    15:24 (IST)

    પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈસરોની ટીમને શુભેચ્છાઓ પાઠવી.

    15:22 (IST)

    ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે લોકસભામાં ઈસરોની ટીમ અને વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવવામાં આવી. લોકસભા સ્પીકર આમ બિરલાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વના પણ વખાણ કર્યા.


    15:19 (IST)

    ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે રાજ્યસભામાં ઈસરોની ટીમને ઉપરાષ્ટ્રપતિએ અભિનંદન આપ્યા.


    15:17 (IST)
    ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી અમે તિરંગાને સન્માન આપ્યું છે : કે. સિવન

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ઈતિહાસ રચતાં ચંદ્રયાન-2ને લોન્ચ કરી દીધું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:43 વાગ્યે ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અગાઉ, રવિવારે સાંજથી ચંદ્રયાન-2ના લોન્ચનું કાઉનડાઉન શરુ થયું હતું.  તેને GSLV માર્ક 3 એમ-1 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે.

    ISROએ કર્યા આ 4 મહત્વપૂર્ણ ફેરફાર

    - ISROએ ચંદ્રયાન-2ની યાત્રાના દિવસ 6 દિવસ ઓછા કરી દીધા છે. તેને 54 દિવસથી ઘટાડીને 48 દિસવ કીર દીધા છે. વિલંબ બાદ પણ ચંદ્રયાન-2 6 સપ્ટેમ્બરે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરશે.
    - ISROએ ચંદ્રયાન-2 માટે પૃથ્વીની ચારે તરફ અંડાકાર ચક્કરમાં ફેરફાર કર્યો છે, એપોજીમાં 60.4 કિમીનું અંતર આવી ગયું છે.
    - તેની સાથે જ ISROએ પૃથ્વીના ઓર્બિટમાં જવાનો સમય લગભગ એક મિનિટ વધારી દીધો છે.
    - બીજી તરફ, ચંદ્રયાન-2ની વેલોસિટીમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરવામાં આવ્યો છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन