લાંબી સફેદ દાઢીમાં ઉમર અબ્દુલાનો ફોટો વાયરલ, મમતાએ કહ્યું - જોઈને દુ:ખી છું

લાંબી સફેદ દાઢીમાં ઉમર અબ્દુલાનો ફોટો વાયરલ

ઉમરની તસવીર શેર કરી મમતા બેનરજીએ લખ્યું છે કે આ તસવીરમાં હું ઉમરને ઓળખી શકી ન હતી

 • Share this:
  નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee)એ શનિવારે નેશનલ કોન્ફ્રેસ (National Conference)ના નેતા ઉમર અબ્દુલાની એક તસવીર પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલથી શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે બીજેપીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી ઉમર અબ્દુલા (Omar Abdullah)ની અટકાયત કરેલી છે. મમતા બેનરજીએ ટ્વિટ કરેલી તસવીરમાં ઉમર અબ્દુલા વધારેલી દાઢીમાં, શિયાળાની કેપ પહેરેલ અને હસતા મોઢે જોવા મળે છે. જોકે એ સ્પષ્ટ નથી કે આ ફોટો ક્યારેય લેવાયો છે.

  ઉમરની તસવીર શેર કરી મમતા બેનરજીએ લખ્યું છે કે આ તસવીરમાં હું ઉમરને ઓળખી શકી ન હતી. મને ખરાબ લાગી રહ્યું છે. આ આપણા લોકતાંત્રિક દેશમાં થઈ રહ્યું છે. આ ક્યારેય ખતમ થશે?

  આ પણ વાંચો - જેટલી, સુષ્મા સ્વરાજ સહિત 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ, 118ને પદ્મ શ્રી સન્માન

  પોતાના પિતા ફારુખ અબ્દુલા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી (Mehbooba Mufti)સહિત ઉમર અબ્દુલાએ સેકડો રાજનીતિક નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને વેપારીઓમાં સામેલ છે. જેમને કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી અટકાયતમાં રાખેલા છે.

  ફારુખ અબ્દુલા, મહેબુબા મુફ્તી, ઉમર અબ્દુલા સહિત નેતાઓની આપરાધિક દંડ સંહિતાની કલમ 107 Section 107 of Code the of Criminal Procedure પ્રમાણે અટકાયત કરી છે. આ કલમ અધિકારી અને એક કાર્યકારી મેજિસ્ટ્રેટ કોઈપણ વ્યક્તિને 6 મહિના માટે કોઈ ગરબડીથી બચવા માટે ધરપકડ કરવાની મંજૂરી આપે છે. આવું ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિથી શાંતિ ભંગ કરવાની કે સાર્વજનિક નુકસાનની સંભાવના હોય છે.
  Published by:Ashish Goyal
  First published: