Home /News /national-international /

ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા સરકારના એવા અઘિકારીઓ જેમણે સત્તાનો કર્યો હતો દુરુપયોગ

ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા સરકારના એવા અઘિકારીઓ જેમણે સત્તાનો કર્યો હતો દુરુપયોગ

ઇન્દીરા ગાંધી

ઈન્દિરા ગાંધીએ 25 જૂન 1975ની મધરાત્રીએ સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી હતી. જે 22 મહીના સુધી ચાલી હતી. તે દરમિયાન સમગ્ર દેશમાં અનેક લોકોની ધરકડ કરવામાં આવી હતી

ઈન્દિરા ગાંધીએ 25 જૂન 1975ની મધરાત્રીએ સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી હતી. જે 22 મહીના સુધી ચાલી હતી. તે દરમિયાન સમગ્ર દેશમાં અનેક લોકોની ધરકડ કરવામાં આવી હતી. લોકોના નાગરિક અધિકાર ખતમ કરી દેવામાં આવ્યા. સમગ્ર દેશમાં અનેક પ્રકારની ખબર સામે આવી હતી. જેને લઈને વર્ષ 1977માં સત્તામાં આવેલ જનતા પાર્ટી સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થયેલ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જે.સી. શાહને તેની તપાસનું કામ સોંપ્યું હતું.

જસ્ટિસ શાહે 11 માર્ચ 1978ના રોજ તત્કાલીન સરકારને રિપોર્ટ આપ્યો હતો. તેમના રિપોર્ટમાં ઈમરજન્સી દરમિયાન થયેલ અત્યાચાર માટે ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી સાથે તેમના બે મંત્રીઓ અને અનેક અધિકારીઓને વિશેષરૂપે જવાબદાર ગણાવવામાં આવ્યા. તેમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તે લોકોએ તેમના હોદ્દા અને તાકાતનો ખોટો ઉપયોગ કર્યો. નિયમોથી ઉપર જઈને તેમણે ખોટું કામ કર્યું હતું.

જસ્ટિસ શાહે તેમના રિપોર્ટમાં ઈન્દિરા સરકારના રક્ષામંત્રી બંસીલાલ, સૂચના પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લા, ઈન્દિરાના વ્યક્તિગત સચિવ આર કે ધવન, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કૃષ્ણા ચાંદ, તેમના સચિવ નવીન ચાવલા, દિલ્હી પોલીસ DIG પી.એસ.ભિંડરને દોષિત ગણાવવામાં આવ્યા. જુઓ શાહ આયોગનો રિપોર્ટ શું કહે છે

બંસીલાલ

ઈમરજન્સી દરમિયાન બંસીલાલને પહેલા હરિયાણાના મુખ્યમંત્રી અને ત્યારબાદ રક્ષામંત્રી બનાવવામાં આવ્યા. રિપોર્ટ જણાવે છે કે તેમણે મોટી સંખ્યામાં લોકોને મીસા હેઠળ જેલ મોકલ્યા. તેમાં તેમણે પોતાનો વ્યક્તિગત ગુસ્સો પણ કાઢ્યો હતો. તેમણે પદનો ખોટો ઉપયોગ કર્યો હતો.

ઈમરજન્સી દરમિયાન બંસીલાલને પહેલા હરિયાણાના મુખ્યમંત્રી અને ત્યારબાદ રક્ષામંત્રી બનાવવામાં આવ્યા (ફોટો ડિવિઝન ભારત સરકાર)


વિદ્યાચરણ શુક્લા

તે સમયે તેઓ સૂચના પ્રસારણ મંત્રી હતા. પત્રકારો અને અખબારો પ્રતિ તેમનું વર્તન ખૂબ જ યોગ્ય નહોતું. તેઓ મીડિયા અને મીડિયાકર્મીઓ પર ધાક જમાવતા હતા. બોલીવુડ ગાયક કિશોર કુમારને તેમના ગીતમાં ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરવાનું કહ્યું. કિશોર કુમારે તે અંગે મનાઈ કરી તો ઓલ ઈન્ડિયા રેડિયોમાં તેમના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - ટ્વિટરે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ 1 કલાક માટે બંધ કરી દીધું, અમેરિકાના નિયમોનો હવાલો આપ્યો

કૃષ્ણા ચાંદ

ઈમરજન્સી દરમિયાન તેઓ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હતા. તેમના પર વિપક્ષના તમામ નેતાઓને જબદસ્તી જેલ મોકલવા અને અયોગ્ય નિર્ણય કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે તે દિવસોમાં દિલ્હીમાં ખૂબ જ તોડફોડ કરવામાં આવી હતી. કૃષ્ણા ચાંદના આદેશ પર લોકોના ઘર અને સ્લમ્સ તોડવામાં આવ્યા. ચાંદે શાહ આયોગને જણાવ્યું કે તેઓ ખૂબ જ નાના માણસ હતા, તેમને જેવો ઉપરથી આદેશ આપવામાં આવ્યો હતો, તેવું તેઓ કરતા હતા. સંજય ગાંધી પણ તેમને આદેશ આપતા હતા.

નવીન ચાવલા

નવીન ચાવલા તે સમયે ઓફિસર હતા. તેઓ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કૃષ્ણા ચાંદના સચિવ હતા. તેમના પર અત્યાચાર કરવાના આરોપ મુકવામાં આવ્યા. જસ્ટિસ શાહે તેમના માટે પ્રતિકૂળ ટિપ્પણી કરી હતી.

મનમોહન સિંહ સરકારે નવીન ચાવલાને ચૂંટણી આયોગ બનાવ્યા અને તેઓ મુખ્ય નિર્વાચન આયુક્ત પણ બન્યા


પીએસ ભિંડર

તે સમયે દિલ્હીમાં ભિંડરનો આંતક હતો. તેમણે મેજિસ્ટ્રેટ પર દબાણ કરીને આગામી તારીખના આદેશ પર પહેલેથી જ મેજિસ્ટ્રેટ પાસેથી હસ્તાક્ષર કરાવી લેતા હતા. શાહે રિપોર્ટમાં તેમની ટીકા કરતા જણાવ્યું કે તે કોઈપણ નિષ્પક્ષ પ્રશાસન માટે એક અયોગ્ય માણસ છે.

આર કે ધવન

ધવન ઈન્દિરા ગાંધીના સચિવ હતા. ઈમરજન્સીમાં લોકોની ધરપકડ કરવામાં પણ તેમની ખાસ ભૂમિકા હતી. તેઓ મેજિસ્ટ્રેટ પર દબાણ કરીને મીસામાં ધરપકડ કરાયેલ લોકો માટે તેમની પાસેથી હસ્તાક્ષર કરાવી લેતા હતા.

વર્ષ 1980માં ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતીને સત્તા સંભાળી ત્યારે આ લોકોનું શું થયું?

બંસીલાલ

તેમના સારા દિવસો ફરી શરૂ થયા અને તેઓ ફરી મંત્રી બન્યા. 80 અને 90ના દાયકામાં તેઓ બે વાર હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા અને રાજીવ ગાંધી સરકારમાં પણ મંત્રી રહ્યા. વર્ષ 2006માં તેમનું નિધન થયું.

વિદ્યાચરણ શુક્લા

તે બાદ તેઓ અનેક સરકારમાં મંત્રીના પદ પર રહ્યા. રાજીવ ગાંધીએ વિદ્યાચરણ શુક્લાને તેમની સરકારમાં મંત્રી બનાવ્યા બાદ તેઓ રાજીવ ગાંધીનો સાથ છોડીને વી.પી.સિંહ સાથે કામ કરવા લાગ્યા, જનતા દળ સરકારમાં પણ મંત્રી રહ્યા. તે બાદ તેઓ નરસિંહરાવ સરકારમાં પણ મંત્રી બન્યા. વર્ષ 2013માં તેમનું નિધન થયું.

આર કે ધવન

1980માં જ્યારે ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા ત્યારે આર કે ધવને ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું. તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ પી.વી.નરસિમ્હા રાવ સરકારમાં પણ મંત્રી બન્યા. ત્યારબાદ તેમનું મૃત્યું થયું.

નવીન ચાવલા

ઈમરજન્સી દરમિયાન તેઓ એક બદનામ ઓફિસર રહ્યા. ત્યારબાદ તેમણે 90ના દાયકામાં IASની નોકરી છોડી દીધી. તેમણે મધર ટેરેસા પર પુસ્તક લખ્યું. ત્યાર બાદ મનમોહન સિંહ સરકારે નવીન ચાવલાને ચૂંટણી આયોગ બનાવ્યા અને તેઓ મુખ્ય નિર્વાચન આયુક્ત પણ બન્યા.

કૃષ્ણા ચાંદ

દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરને શાહ કમિશને પૂછપરછ માટે બોલાવ્યા તે સમયે તેમણે જણાવ્યું કે તેઓ માત્ર કઠપૂતળીની જેમ ઉપરથી આવતા આદેશોનું પાલન કરતા હતા. માનવામાં આવે છે કે પૂછપરછ દરમિયાન તેઓ એટલા દબાવમાં આવી ગયા હતા કે તેમણે તેમનું જીવન ટૂંકાવી દીધું. 9 જુલાઈ 1978ની રાત્રે 8 વાગે તેઓ ઘરેથી નીકળ્યા. દક્ષિણ દિલ્હી સ્થિત તેમના ઘરથી બે કિલોમીટર દૂર આવેલ એક કૂવામાં કૂદીને તેમણે આપઘાત કરી લીધો. આપઘાત કરતા પહેલા તેમણે નોટ પણ લખી હતી.

પીએસ ભિંડર

ભિંડર અંગે શાહ કમિશને ખૂબ જ પ્રતિકૂળ લખ્યું હતું, પરંતુ ઈન્દિરા સત્તા પર આવતા દિલ્હી પોલીસમાં તેમની પાસે ખૂબ જ પાવર આવી ગયો. તેમને દિલ્હી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા. ત્યાર બાદ દિલ્હી પોલીસમાં DGPના પદ પરથી રિટાયર થયા.
First published:

Tags: Emergency, Emergency 1975, ઇન્દિરા ગાંધી

આગામી સમાચાર