Home /News /national-international /ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે થશે કરોડો રૂપિયાનો ખર્ચ! જાણો કેવી રીતે

ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે થશે કરોડો રૂપિયાનો ખર્ચ! જાણો કેવી રીતે

ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે થશે કરોડો રૂપિયાનો ખર્ચ!

એન્ટીગુઆ ન્યૂઝ રૂમના રિપોર્ટ અનુસાર મેહુલ ચોક્સીને ખૂબ જ જલ્દી ભારત મોકલવામાં આવી શકે છે. ભારત સરકારે તે માટે જરૂરી દસ્તાવેજ બનાવવા સહિતની તમામ તૈયારીઓ કરી લીધી છે અને વિમાન પણ મોકલવામા આવ્યું છે

    પંજાબ નેશનલ બેંક સ્કેમના આરોપી મેહુલ ચોક્સી કેરેબિયન દેશ ડોમિનિકામાં એક હોસ્પિટલમાં પોલીસની નજર હેઠળ છે. ચર્ચા છે કે ભાગેડુ મેહુલ ચોક્સીને ભારતમાં લાવવામાં આવશે. મેહુલ ચોક્સીને ભારતમાં લાવવા માટે વિમાન ડોમિનિકા મોકલવામાં આવ્યું છે. એક કલાક સુધી આ વિમાન હવામાં રહેશે. તેનો ખર્ચ રૂ. 8.46 લાખ છે.

    વિમાન અંગે થઈ રહી છે ચર્ચા

    એન્ટીગુઆ ન્યૂઝ રૂમના રિપોર્ટ અનુસાર મેહુલ ચોક્સીને ખૂબ જ જલ્દી ભારત મોકલવામાં આવી શકે છે. ભારત સરકારે તે માટે જરૂરી દસ્તાવેજ બનાવવા સહિતની તમામ તૈયારીઓ કરી લીધી છે અને વિમાન પણ મોકલવામા આવ્યું છે. ભારતે આ અંગે કોઈ પુષ્ટી કરી નથી, પરંતુ લોકોના મોઢે વિમાન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ખાનગી વિમાન ખૂબ જ મોંઘુ છે.

    એક કલાકની કિંમત

    બૉમ્બાર્ડિઅર ગ્લોબલ 5000 નામનું આ જેટ ખૂબ જ આલિશાન છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર આ વિમાન જો એક કલાક હવામાં રહે તો રૂ. 8.46 લાખનો ખર્ચ થઈ શકે છે.

    ઉડાનનો ખર્ચ

    ભારત અને એન્ટીગુઆ વચ્ચે 13,269 કિમીનું અંતર છે. આ અંતર કાપવા માટે 16થી 17 કલાકનો સમય લાગી શકે છે. એન્ટીગુઆ જવાનો અને પરત આવવાનો ખર્ચ રૂ. 2.86 કરોડ થઈ શકે છે.

    આ પણ વાંચો - આટલું બધું હોમવર્ક હોય! વડાપ્રધાન મોદીને હોમવર્ક અંગે ફરિયાદ કરતો બાળકીનો વીડિયો વાયરલ

    અનેક પ્રકારના શુલ્ક સામેલ

    વિમાનને ભાડા પર લેનાર એજન્સીએ પ્રતિ દેશ લગભગ રૂ. 5,11,000 ની ચૂકવણી કરવાની રહેશે, જેને વિમાન શુલ્ક કહેવામાં આવે છે. બંને દેશો વચ્ચેનું અંતર ખૂબ જ વધુ છે. આ કારણોસર પ્લેનમાં ઈંધણ ભરવા માટે સ્પેનના મેડ્રિડમાં વિમાનને રોકવું પડશે, જેના કારણે ચાર્જમાં વધારો થશે. વિમાન જેટલો સમય એન્ટીગુઆમાં રહેશે તે હિસાબે રૂ. 1 લાખ આપવાના રહેશે. ટ્રાવેલ કંપની યાત્રાની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે એન્ટીગુઆ જવામાં બે સ્ટોપ સાથે લગભગ 52 કલાકનો સમય લાગે છે.

    મેહુલ ચોક્સીને પરત લાવવો ખૂબ જ મોંઘુ રહેશે

    વિમાનમાં સૌથી ઝડપી અને સૌથી ઓછા સમય વાળા સ્ટોપેજનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો 25 કલાકથી વધુ સમય લાગી શકે છે. વિમાનની યાત્રામાં જેટલા કલાકનો વધારો થશે, તેમ તેમ તેના ચાર્જમાં પણ વધારો થશે. જો વિમાન ક્યાંય સ્ટોપ લે છે, તો તે દેશની એયર ઓથોરિટીને ચાર્જ ચૂકવવાનો રહેશે. ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લાવવામાં ખૂબ જ ખર્ચ થશે.

    જેટ કતર એયરવેઝના કતર એક્ઝીક્યુટીવ પાસેથી ભાડા પર લેવામાં આવ્યા છે. દેશ પાસે તેમના ખાનગી વિમાન છે, પરંતુ તેનો ઉપયોગ VVIP લોકો માટે થાય છે. મનીકંટ્રોલે એક ખાનગી એરક્રાફ્ટના અધિકારીના હવાલે આ વાતની જાણકારી આપી છે. અધિકારી તેનું નામ ન જણાવવાની શરત પર કહે છે કે જો સરકાર ઈચ્છે તો ચોક્સીને પાછો લાવવા માટે તેનું વિમાન મોકલી શકે છે, પરંતુ તેને પરત લાવવા માટે વિમાન હાયર કરવામાં આવ્યું છે.

    એક વારમાં 9 હજાર કિમીથી વધુની ઉડાન

    કતર એક્ઝીક્યુટીવ એ કતર એયરવેઝનું યુનિટ છે, જે વર્ષ 2009માં બની હતી. કતર એક્ઝીક્યુટીવ મિડલ ઈસ્ટ સહિત સમગ્ર દુનિયામાં જેટ એરક્રાફ્ટની સુવિધા આપતી સૌથી મોટા કંપનીઓમાંથી એક હોવાનો દાવો કરે છે. ચોક્સીને લાવવા માટે ગ્લોબલ 5000 મોડલ આપ્યું છે, જેમાં 13 યાત્રીઓ જઈ શકે છે અને વિમાન એક વારમાં 9260 કિમીની ઉડાન ભરી શકે છે. આ કારણોસર ઈંધણ ભરવા માટે સ્ટોપેજ લેવું પડે છે.
    First published:

    Tags: Aircraft, Dominica, Mehul Choksi, ભારત