બેંકનું સર્વર હેક કરીને બનાવ્યા ATM કાર્ડના ક્લોન, રૂ. 94 કરોડની ઉચાપત

ફાઈલ ફોટો

  • Share this:
    પુણે: પુણેમાં કોસ્મોસ બેંકના સર્વરની હેકિંગ પછી ક્લોન એટીએમ કાર્ડ દ્વારા 28 દેશોમાં 78 કરોડ રૂપિયા નિકાળવામાં આવ્યા હતા. આ ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. પોલીસે આ મહિનામાં સાઈબર ચોરીની આ ઓનલાઈન ચોરીનો કેસ નોંધ્યો હતો. પોલીસ તપાસમાં હોંગકોંગથી બેંક સર્વરને હેક કરવામાં આવ્યું હોવાના ચોકાવાનારી માહિતી બહાર આી હતી. પોલીસે જણાવ્યું કે, હેકિંગ દ્વારા પૈસા નિકાળ્યા હોય તેવા દેશોમાં અમેરિકા, રશિયા, બ્રિટન અને સંયુક્ત અરબ અમીરાત સામેલ છે.

    11 ઓગસ્ટે થઈ હતી સર્વરની હેકિંગ
    11 અને 13 ઓગસ્ટ 2018ના દિવસે અજ્ઞાત હેકરોએ બેંકના એટીએમ સ્વિચ સર્વરને ટાર્ગેટ બનાવીને વિઝા અને રૂપે એટીએમ કાર્ડના ડેટાની માહિતીની ચોરી કરી હતી. હેકરોએ ઈન્ટરબેંક સ્વિફ્ટ પ્રણાલી પર હુમલો પણ કર્યો હતો અને કુલ 94 કરોડ રૂપિયા નિકાળ્યા છે.

    કલોન કાર્ડોથી નિકાળવામાં આવ્યા રૂપિયા
    પોલીસ ઉપાધ્યક્ષ (સાઈબર અને આર્થિક અપરાધ શાખા) જ્યોતિપ્રિયા સિંહે કહ્યું કે, બ્રિટન, અમેરિકા, રશિયા, સંયુક્ત અરબ અમીરાત અને કેનેડા તે 28 દેશોમાં સામેલ છે, જ્યા કલોન્ડ કાર્ડ દ્વારા 78 કરોડ રૂપિયા નિકાળવામાં આવ્યા, સાઈબર સેલ આ દેશોની લો ઈન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંપર્કમાં છે. આ હેકિંગને રોકવા માટે સરકારી એજન્સીઓના અધિકારીઓએ તપાસ આદરી છે.

    કેવી રીતે નિકાળવામાં આવ્યા પૈસા
    પ્રથમ ટ્રાન્જેક્શન કેનેડાથી રવિવાર (12 ઓગસ્ટ)ના દિવસે થયો. આમાં 15 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું. આરોપીએ બેંકમાં પર્પલ સ્વિચ તૈયાર કરી હતી, જેનાથી બધા જ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા. બેંક એકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કરવાની પરવાનગી સિસ્ટમ પાસે માંગવામાં આવે છે, જેને હેકર્સે પર્પલ સ્વિચ દ્વારા મંજૂરી આપી અને પછી ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું.

    કોસમોસ બેંકનું સર્વર બંધ
    હવે કોસમોસ બેંકે પોતાના બધા સર્વર, એટીએમ, ઓનલાઈન, મોબાઈલ બેકિંગ ટ્રાન્જેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે. શનિવારે 2 કલાક 13 મીનિટે 76 કરોડનું ટ્રાજેક્શન કરવામાં આવ્યું. સાડા તેર કરોડ રૂપિયા હોંગકોંગની બેંકમાં નાંખવામાં આવ્યા, 400-450 ખાતાઓમાંથી પૈસા નિકાળવામાં આવ્યા જેના માટે વિઝા ઈન્ટરનેશનલ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ ટોટલ 21 દેશોમાંથી પૈસા નિકાળવામાં આવ્યા.
    Published by:Mujahid Tunvar
    First published: