Home /News /national-international /Corruption Perceptions Index: દુનિયાના ભ્રષ્ટાચારી દેશોની યાદી જાહેર, ભારત એક રેન્ક ઉપર તો પાકિસ્તાન 16 સ્થાન ગબડ્યું, જાણો અન્ય દેશોનો હાલ
Corruption Perceptions Index: દુનિયાના ભ્રષ્ટાચારી દેશોની યાદી જાહેર, ભારત એક રેન્ક ઉપર તો પાકિસ્તાન 16 સ્થાન ગબડ્યું, જાણો અન્ય દેશોનો હાલ
આ ઇન્ડેક્સમાં દુનિયાના 180 દેશો સામેલ કરવામાં આવ્યા છે.
Corruption Perceptions Index: CPI ઇન્ડેક્સ મુજબ, ભારત (India)ને એક રેન્કિંગનો ફાયદો થયો છે અને તે 180 દેશોમાં 85મા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ, પાકિસ્તાન (Pakistan)ની સ્થિતિ અત્યંત ખરાબ રહી છે. તે આ લિસ્ટમાં 124થી ગગડીને હવે 140મા સ્થાને પહોંચી ગયું છે.
Corruption Perceptions Index: ભ્રષ્ટાચાર પર નજર રાખતી જાણીતી સંસ્થા ‘ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ’ (Transparency International) દ્વારા મંગળવારે ‘કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ’ (Corruption Perceptions Index)ની 2021ની રિપોર્ટ જારી કરવામાં આવી છે. આ ઇન્ડેક્સમાં દુનિયાના 180 દેશો સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોને તેમના ભ્રષ્ટાચારના સ્તરના આધારે રેન્ક આપવામાં આવ્યા છે. CPI ઇન્ડેક્સ મુજબ, ભારત (India)ને એક રેન્કિંગનો ફાયદો થયો છે અને તે 180 દેશોમાં 85મા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ, પાકિસ્તાન (Pakistan)ની સ્થિતિ અત્યંત ખરાબ રહી છે. તેનું પ્રદર્શન સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગયું છે. પાકિસ્તાન આ લિસ્ટમાં 124થી ગગડીને હવે 140મા સ્થાને પહોંચી ગયું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) માટે આ મોટો ઝાટકો છે, કેમકે તેમણે સત્તામાં આવતા પહેલા વાયદો કર્યો હતો કે તેમની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવશે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે કહ્યું કે પાકિસ્તાન 2021ના વૈશ્વિક ‘કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ’માં 16 સ્થાન નીચે જતું રહ્યું છે અને 180 દેશોમાં તે 140મા સ્થાન પર છે. વૈશ્વિક ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે નિર્મિત બર્લિન સ્થિત નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં ભ્રષ્ટાચારનું સ્તર સ્થિર છે. 86 ટકા દેશોએ છેલ્લા 10 વર્ષમાં બહુ ઓછી કે કોઈ પ્રગતિ કરી નથી.
પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશનો સ્કોર
‘કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ’માં 180 દેશોના ભ્રષ્ટાચારના સ્તરને આધારે 0થી 100 અંકની રેટિંગ આપવામાં આવે છે. 2020માં પાકિસ્તાને CPIમાં 100માંથી 31 સ્કોર મેળવ્યા અને 180 દેશોમાંથી 124મુ સ્થાન મેળવ્યું. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ અનુસાર, દેશનો ભ્રષ્ટાચારનો સ્કોર હવે 28 પર આવી ગયો છે, જ્યારે તે ઈન્ડેક્સમાં કુલ 180 દેશોમાંથી 140મા ક્રમે છે. તેની સરખામણીમાં ભારતનો સ્કોર 40 છે અને તે 85મા ક્રમે છે. તો બાંગ્લાદેશનો સ્કોર 26 છે અને તે 147મા સ્થાને છે.
આ વર્ષની યાદીમાં સૌથી સારું પ્રદર્શન ડેનમાર્ક (Denmark)નું રહ્યું અને તે પહેલા ક્રમાંકે છે. તો બીજા સ્થાને ફિનલેન્ડ (Finland), ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડ (New Zealand), ચોથા સ્થાન પર નોર્વે અને પાંચમાં ક્રમાંકે સિંગાપોર છે. બીજી તરફ સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ સુદાનની છે અને તેને 180માં નંબર પર રાખવામાં આવ્યો છે. તે પહેલા સીરિયા, સોમાલિયા, વેનેઝુએલા અને યમનનો નંબર આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો વધી રહ્યા છે અને સ્થિતિ વણસી રહી છે. જો કે, માનવ અધિકાર અને લોકશાહી પર હુમલા વધી રહ્યા છે.
સ્ટેટસ અને પાવર હોવા છતાં અમેરિકા 27મા ક્રમાંકે ટોચના 5 દેશોથી દૂર છે અને તેનો સ્કોર 67 છે. યુક્રેન મુદ્દે તેની સાથે લડી રહેલ રશિયા 136મા નંબર પર છે. બ્રિટન 78 પોઈન્ટ સાથે 11મા સ્થાને છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર