Home /News /national-international /coronaમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ! ક્વોરન્ટીન સેન્ટરમાં ખરીદાયા 580 રૂપિયાના એક કિલો ટામેટાં

coronaમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ! ક્વોરન્ટીન સેન્ટરમાં ખરીદાયા 580 રૂપિયાના એક કિલો ટામેટાં

પ્રતિકાત્મક તસવીર

ક્વોરન્ટીન સેન્ટર માટે ખરીદવામાં આવેલી સામગ્રીના બિલ ઉપર જીએસટી (GST) અને ટીન (TIN) નંબર સુદ્ધા પણ ન હતા.

જીવાનંદ હલ્દર, છત્તીસગઢઃ છત્તીસગઢના (Chhattisgarh)) એક કોરોના વાયરસ (coronavirus) ક્વોરન્ટીન સેન્ટરમાં (Quarantine Center) 580 રૂપિયા પ્રતિ કિલોના ભાવના ટામેટા (Tomato) ખરીદવાનો કિસ્સો સામે આવ્યો છે. કાંકેર જિલ્લામાં ઈમલીપારા ક્વોરન્ટીન સેન્ટરમાં ટામેટાંની મોંઘી ખરીદી કરવામાં આવી છે. સ્થાનિક જનપ્રતિનિધિ ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ ખણાવે છે. જ્યારે અધિકારીઓ આ અંગે મૌન સેવ્યું છે. લોકડાઉન દરમિયાન (Lockdown) દરમિયાન ઈમલુપારાના ક્વોરન્ટીન સેન્ટરમાં અન્ય રાજ્યમાંથી આવનારા મજૂર અને વિદ્યાર્થીઓના રોખવામાં આવ્યું હતું. આ લોકોના ખાવાની વ્યવસ્થા કરવા માટે ભારે ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવી રહ્ોય છે.

માહિતી અધિકાર અંતર્ગત કરવામાં આવેલી અરજીમાં મળેલા દસ્તાવેજોમાં આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. આપવમાં આવેલી જાણકારી પ્રમાણે ઈમલીપારા ક્વોરન્ટીન સેન્ટરમાં શાક બનાવવા માટે ટામેટા પ્રતિ કિલો 580 રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. જ્યારે એ સમયે ટામેટાનો વધુમાં વધુ ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હતો. આ સાથે અન્ય શાકભાજીની કિંમતોનો બજાર ભાવ પણ બિલમાં વધારે લખવામાં આવ્યો હતો.

ઈમલીપારા ક્વોરન્ટીન સેન્ટરમાં ખાધ્ય સામગ્રીની આપૂર્તિ માટે આદિમ જાતી કલ્યાણ વિભાગના જિલ્લા પ્રશાસનને જવાબદારી સોંપવામાં આવી હતી. વિભાગના જવાબદાર અધિકારીઓએ બજાર ભાવ કરતા અનેક ગણો ભાવથી ખરીદી કર્યાના બિલ રજૂ કર્યા તા. જેન બિલનું વિભાગે ચૂકવણું પણ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ-Video: ખંભાતમાં કોરોનાના નિયમોના જાહેરમાં ધજાગરા! મહોરમના જુલુસમાં 2,000થી વધુ લોકો ઉમટ્યાં

આ પણ વાંચોઃ-યુવતી માસીના ઘરે રહેવા ગઈ અને અન્ય યુવતી સાથે થઈ ગયો પ્રેમ, બે વર્ષ બાદ આવ્યો રોમાંચક વળાંક

એટલું જ નહીં ક્વોરન્ટીન સેન્ટર માટે ખરીદવામાં આવેલી સામગ્રીના બિલ ઉપર જીએસટી (GST) અને ટીન (TIN) નંબર સુદ્ધા પણ ન હતા. દસ્તાવેજો પ્રમાણે આ ક્વોરન્ટીન સેન્ટરમાં લોકડાઉન દરમિયાન વ્યવસ્થા બનાવી રાખવા માટે 1.67 કરોડ રૂપિયા ખર્ય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા, Videoમાં જુઓ અદભૂત નજારો

ઈમલીપારાના ક્વોરન્ટીન સેન્ટરમાં બજાર ભાવથી અનેક ગણા મોંઘા ટામેટા અને અન્ય શાકભાજી ખરીદી કરવા અંગે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના સંસદીય સચિવ શિશુપાલ સોરીએ કાર્યવાહીની માંગ કરી છે.

શિશુપાલે કહ્યું કે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો આ ખુલ્લો ખેલ છે. અધિકારીઓએ ગજબ કરી દીધો. આ અંગે જવાબદારો ઉપર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
First published:

Tags: Coronavirus, Lockdown, Quarantine center, Tomato, ભ્રષ્ટાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો