Home /News /national-international /‘પટના હાઇકોર્ટમાં ભ્રષ્ટાચાર એક વરવી વાસ્તવિક્તા છે’: ન્યાયાધીશનો આક્ષેપ

‘પટના હાઇકોર્ટમાં ભ્રષ્ટાચાર એક વરવી વાસ્તવિક્તા છે’: ન્યાયાધીશનો આક્ષેપ

પ્રતિકાત્મક તસવીર

ન્યાયાધીશ રાકેશ કુમાર પટના હાઇકોર્ટમાં સૌથી સિનિયર ન્યાયાધીશ છે. 2009માં તેમની નિમણૂક હાઇકોર્ટમાં થઇ હતી અને ડિસેમ્બર 2020માં તેઓ નિવૃત થશે.

પટના: બિહારમાં પટના હાઇકોર્ટનાં ન્યાયાધીશે એવો આક્ષેપ કર્યો કે, પટના હાઇકોર્ટમાં ભ્રષ્ટાચાર ચારેકોર છે અને આ એક ઉઘાડું સત્ય છે. આ ન્યાયાધીશે 20-પાનાના એક આદેશમાં આ સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. જો કે, તેમના આ આરોપ પછી પટના હાઇ કોર્ટનાં ચીફ જસ્ટીસે આ ન્યાયાધીશ પાસેથી તમામ પ્રકારનું કામ લઇ લીધું છે.

ન્યાયાધીશ રાકેશ કુમારે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.  તેમણે સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટની કૉલેજિયમ પર પણ ભડક્યા હતા અને કહ્યું કે, બિહારમાં ન્યાયતંત્ર ભ્રષ્ટાચારથી ખદબદે છે,”

“ન્યાયાધીશ તરીકે મારી નીમણૂક થયા પછી મેં જોયું કે, સિનિયર ન્યાયાધીશો મુખ્યન્યાયમૂર્તિની ખુશામત કર્યા કરે છે. શરુઆતમાં મને નવાઇ લાગી પણ પછી મને ખ્યાલ આવ્યો કે, ન્યાયાધીશો તેમની જ્ઞાતિના વ્યક્તિઓને ન્યાયાધીશ તરીકે બઢતી મળે તે માટે આવું કરે છે,” રાકેશ કુમારે બળાપો કાઢતા લખ્યું હતું.

તેમણે ન્યાયતંત્રમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે અને સમગ્ર સિસ્ટમ કેવી રીતે ચાલે છે તેનો ચિતાર આપ્યો અને તેઓ એક મૂક પ્રેક્ષક બનીને જોઇ રહ્યા છે તેનું વિવરણ કર્યું.

આ ન્યાયાધીશે નોંધ્યું કે, પટના હાઇકોર્ટમાં ન્યાયાધીશોનાં સંતાનો વકીલ તરીકે પ્રૅક્ટિસ કરે છે. એક ન્યાયાધીશનો દીકરો ખૂબ ટૂંકાગાળામાં બિહાર જ્યુડિશિયલ એકેડેમીમાં લેક્ચર લેવા લાગ્યો અને તેને માનદ વેતન પણ મળવા લાગ્યું,”.

ન્યાયાધીશ રાકેશ કુમાર પટના હાઇકોર્ટમાં સૌથી સિનિયર ન્યાયાધીશ છે. 2009માં તેમની નિમણૂક હાઇકોર્ટમાં થઇ હતી અને ડિસેમ્બર 2020માં તેઓ નિવૃત થશે.
First published:

Tags: Judge, Justice, Supreme Court, ભ્રષ્ટાચાર

विज्ञापन