Home /News /national-international /મોદીના ફરી વડાપ્રધાન બનવાની ખુશીમાં કોર્પોરેટરે બુટ પૉલિશ કર્યા

મોદીના ફરી વડાપ્રધાન બનવાની ખુશીમાં કોર્પોરેટરે બુટ પૉલિશ કર્યા

ઈંદોરના કોર્પોરેટર સંજય કટારિયાએ લોકોના બુટ પૉલિશ કર્યા હતા.

ઈંદોરના વોર્ડ 37ના કોર્પોરેટરે ચાર રસ્તેથી નીકળનાર લોકોના બુટ પૉલિશ કર્યા. તેમનો બુટ પૉલિશ કરતો વીડિયો વાયરલ થયો છે.

ન્યૂઝ 18 ગુજરાતી : નરેન્દ્ર મોદીના ફરી વડાપ્રધાન બનવાની ખુશીમાં ઈંદોરના કોર્પોરેટર લોકોના બુટ ચમકાવ્યા હતા. ઈંદોરના વોર્ડ નંબર 37ના કોર્પોરેટરે ચાર રસ્તાથી પસાર થનારા તમામ લોકોને રોકી રોકીને તેમના બુટ જાતે પૉલિશ કર્યા હતા. ઈંદોરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની ખુશીમાં અનેક લોકોએ મીઠાઈઓ વહેંચી હતી. કોઈએ ફ્રીમાં દાઢી કરી આપી તો કોઈએ ખમણ ઢોકળા પણ વહેંચ્યા હતા પરંતુ ઈંદોરના કોર્પોરેટર સંજય કટારિયાએ શહેરના રેડિસન ચાર રસ્તા પર લોકોનો બુટ પૉલિશ કર્યા હતા. તેમને કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના ભવ્ય વિજય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વડાપ્રધાન બનવાની ખુશીમાં મેં બુટ પૉલિશ કર્યા છે.

આ પણ વાંચો : જ્યારે પીએમ મોદીને ટીવી પર શપથ લેતા જોઈને ભાવુક થયા હીરાબા

કટારિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશમાં વીઆઈપી કલ્ચરનો ખાત્મો બોલાવ્યો છે. તેમણે જનપ્રતિનિધીઓની ગાડીમાંથી લાલ લાઇટ કઢાવી નાખી છે. અમે વડાપ્રધાન મોદીની સાદગીને લોકો સુધી લઈ જવા માંગીએ છીએ. જોકે, લોકોના બુટ પૉલિશ કરવાની કટારિયાની અનેક લોકોએ સોશિયલ મીડિયામાં પ્રસંશા કરી તો અનેક લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. અનેક લોકોએ તેને બુટ પૉલિશ કરવાના બદલે પોતાના વોર્ડના માર્ગો સાફ કરવાની સલાહ આપી હતી.
First published:

Tags: Indor, Oath taking ceremony, પીએમ મોદી