Home /News /national-international /

Omicron in Delhi: દિલ્હીમાં ‘ઓમિક્રોન’ની દસ્તક! LNPJમાં 12 શંકાસ્પદ દર્દી દાખલ

Omicron in Delhi: દિલ્હીમાં ‘ઓમિક્રોન’ની દસ્તક! LNPJમાં 12 શંકાસ્પદ દર્દી દાખલ

દિલ્હીમાં ‘ઓમિક્રોન’ના 12 શંકાસ્પદ દર્દી મળી આવ્યા છે. (પ્રતીકાત્મક ફોટો- PTI)

Omicron in Delhi: દિલ્હીમાં શુક્રવારે 'ઓમિક્રોન' શંકાસ્પદોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ગુરુવાર સુધીમાં LNJPમાં 8 દર્દીઓ દાખલ હતા. તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

    નવી દિલ્હી. રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના નવા વેરિઅન્ટ (New Variant) ‘ઓમિક્રોન’ના 12 શંકાસ્પદ દર્દી મળ્યા છે. આ તમામને લોક નારાયણ જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP)માં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે બેની કોવિડ-19 (Covid-19) રિપોર્ટ પોઝિટીવ આવી છે. જો કે, હજુ અન્ય તપાસના પરિણામ આવવાના બાકી છે. કહેવાય છે કે 4 શંકાસ્પદો બ્રિટન, એક ફ્રાન્સ અને એક નેધરલેન્ડ્સથી આવ્યા છે.

    દિલ્હીમાં શુક્રવારે ‘ઓમિક્રોન’ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ગુરુવાર સુધીમાં LNJPમાં 8 દર્દીઓ દાખલ હતા. તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. રાજસ્થાનના જયપુરમાં પણ શુક્રવારે એક જ પરિવારના પાંચ લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. પરિવારે જાણકારી આપી છે કે તેમના સંબંધીઓ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. હાલ તો સ્વાસ્થ્યકર્મીઓએ પરિવારને ઘરે જ ક્વોરન્ટીન કર્યા છે. આ સાથે બધાના સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

    આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાણકારી આપી હતી કે કર્ણાટકમાં નવા વેરિઅન્ટના બે સંભવિત કેસ મળ્યા છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ કે સુધાકરે કહ્યું કે, 'બે લોકો કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિની ઉંમર લગભગ 66 વર્ષ છે અને દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે, તે પરત ફર્યો છે. અન્ય એક 46 વર્ષીય ડૉક્ટર છે. તેની પાસે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

    આ પણ વાંચો: Omicron વેરિઅન્ટ સામે અન્ય રસીઓ કરતાં Covaxin વધુ અસરકારક બની શકે છે, જાણો કઈ રીતે

    નવેમ્બર-ડિસેમ્બર વચ્ચે મુંબઈ પહોંચેલા 9 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આમાંથી એક પ્રવાસી દક્ષિણ આફ્રિકાથી પણ આવ્યો હતો. BMC દ્વારા જાહેર કરાયેલા 9 આંતરરાષ્ટ્રીય મુસાફરોના આંકડા 10 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીના છે. BMCએ માહિતી આપી છે કે તમામના સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: Omicron: દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં ઓમિક્રોનના બમણા કેસ, લોકડાઉન લગાવવું પડ્યું

    કોવિડ-19ના નવા વેરિઅન્ટની ઓળખ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખવામાં થઈ હતી, જેની જાણ વિશ્વ આરોગ્ય સંસ્થાને 24 નવેમ્બરે કરવામાં આવી હતી. 26 નવેમ્બરના WHO એ તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો. ઘણા દેશોએ આરોગ્ય સુરક્ષાના હેતુથી દક્ષિણ આફ્રિકાના દેશોમાં મુસાફરી પર પ્રતિબંધો લાદ્યા છે. ભારતમાં પણ સરકાર નવા વેરિઅન્ટને લઈને એલર્ટ મોડ પર છે. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Coronavirus, Delhi corona cases, Omicron, Omicron variant

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन