coronavirus : ભારતીય-અમેરિકન પત્રકાર બ્રહ્મ કાંચીબોટલાનું કોરોના વાયરસથી મોત

News18 Gujarati
Updated: April 7, 2020, 9:01 PM IST
coronavirus : ભારતીય-અમેરિકન પત્રકાર બ્રહ્મ કાંચીબોટલાનું કોરોના વાયરસથી મોત
પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના ન્યૂયોર્કમાં 66 વર્ષના કાંચાબોટલાનું મોત થયું. તેઓ યૂનાઇટેડ ન્યૂઝ ઑફ ઇન્ડિયાના પત્રકાર હતા.

  • Share this:
એજન્સી : ભારતીય અમેરિકન જર્નાલિસ્ટ બ્રહ્મ કાંચીબોટલાનું અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે મોત થયું છે. તેમના દીકરાના જણાવ્યા મુજબ પત્રકાર કાંચીબોટલાનું મોત 9 દિવસના હૉસ્પિટલવાસ બાદ થયું છે. 66 વર્ષના કાંચીબોટલા યુનાઇટેડ ન્યૂઝ ઑફ ઇન્ડિયાના પત્રકાર હતા.

28 વર્ષના પત્રકાર તરીકેના કાર્યકાળમાં કાંચીબોટલાએ અમેરિકામાં 11 વર્ષ મર્જર માર્કેટ અને ફાઇનાન્સિયલ પબ્લિકેશન માટે કેન્ટેન્ટ એડિટર તરીકે કામ કર્યુ હતું. ભારતમાં અનેક સમાચાર સંસ્થાઓ સાથે કામ કર્યા બાદ તેઓ વર્ષ 1992માં અમેરિકામાં સ્થાયી થયા હતા.

તેમના દીકરા સુદામા કાંચીબોટલાએ જણાવ્યું કે 'અમેરિકામાં કોરોના વાયરસના મોત બાદ લાદેલા પ્રતિબંધોના કારણે પરિવારને તેમના અંતિમ સંસ્કાર કરવા મળે કે નહીં તેના વિશે અસંમજસ છે. બ્રહ્મ કાંચીબોટલા 23મી માર્ચે Covid19થી સંક્રમિત થયા હતા. ન્યૂયોર્કની લોંગ આઇસલેન્ડ હૉસ્પિટલમાં તેમને ઑક્સીજન પર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  કોરોનાનો એક સંક્રમિત વ્યક્તિ ટોળામાં ફરે તો એક મહિનામાં 406 લોકોને ચેપનો ખતરો : સ્વાસ્થ્ય મંત્રાલય

31મી માર્ચે કાંચીબોટલાને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં તેમનું કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત થયું હોવાનું તબીબોએ પરિવારને જણાવ્યું. કાંચીબોટલાના પરિવારમાં દીકરા સુદામા ઉપરાંત પત્ની અંજના અને દીકરાા સુજાના છે.

આ પણ વાંચો :  Coronavirus : રાજ્યમાં Covid-19થી વધુ બે મોત, પાટણમાં એક અને સુરતમાં એકનું અવસાન થતા કુલ 14 મૃત્યુસોમવાર રાતના આંકડાઓ પર નજર કરએ તો એકલા ન્યૂયોર્ક શહેરમાં જ કોવિડ-19ના કારણે 4,758 લોકનાં મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસના 3,68,196 સંક્રમિતો નોંધાયા છે જ્યારે દેશમાં અત્યારસુધીમાં 10,986 લોકોનાં મોત થયા છે.

 
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading