Coronavirus : દેશ માટે કોરોનાની પ્રથમ ટેસ્ટીંગ કીટ બનાવી પછી બાળકીને જન્મ આપ્યો

News18 Gujarati
Updated: March 28, 2020, 3:14 PM IST
Coronavirus :  દેશ માટે કોરોનાની પ્રથમ ટેસ્ટીંગ કીટ બનાવી પછી બાળકીને જન્મ આપ્યો
ડૉ.મીનલની 10 સભ્યોની ટીમે તૈયાર કરેલી કીટનો ઉપયોગ દેશની લેબોરેટરીમાં થશે.

પુણેના વાયરોલોજીસ્ટ મીનલ ભોસલેની કહાણી, પ્રસુતિના આગલા દિવસ સુધી કામ કર્યુ અને દેશ માટે કોરોનાની પ્રથમ ટેસ્ટીંગ કીટ તૈયાર કરી

  • Share this:
અમદાવાદ : સમગ્ર દેશ કોરોના વાયરસ (coronavirus)નામના દાનવ સામે લડી રહ્યો છે ત્યારે આ દાનવને હંફાવા મથી રહેલા તબીબો, વૈજ્ઞાનિકો, તમામ કોરોના યોદ્ધાઓની પ્રેરણાત્કમ કહાણીઓ દેશ સામે આવી રહી છે. આવી જ એક મહિલા યોદ્ધા છે મહારાષ્ટ્રના પુણેની મીનલ દખ્વે ભોસલે. ડૉ, મીનલ ભોસલે એ કોરોનાની ટેસ્ટીંગ કિટ તૈયાર કરનાર ટીમના વડા છે અને તેમમે પ્રસુતિના આગલા દિવસ સુધી નોકરી કરી છે. ડ. મીનલ માયલેબ ફાર્માસ્યુટીકલ કંપનીમાં રિસર્સ વિભાગના વડા છે અને તેમની આગેવાનીમાં જ દેશને કોરોના વાયરસ સામે લડવાની પહેલી ટેસ્ટિંગ કિટ મળી છે.

આ કીટના પાયાની પથ્થર મીનલ દખ્વે ભોસલેની ચોમેર પ્રશંસા થઈ રહી છે. મીનલે બીબીસીને જણાવ્યું કે અમારી કીટના દ્વારા માત્ર 2.5 કલાકમાં કોરોનાનો ટેસ્ટ થઈ જશે. આ કીટનું સંશોધન યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે. અમારી પાસે સમય નહોતો. હું ગર્ભવતી હતી છતાં મેં દેશ માટે કામ કર્યુ છે. મારા માટે અને મારી ટીમ માટે આ યુદ્ધ હતું જે અમે લડ્યા છે.

આ પણ વાંચો :  Coronavirus : ખુશખબર! વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, 5 મિનિટમાં કોરોનાનો ટેસ્ટ થઈ જશે

પુણેમાં માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ પ્રા.લિ.એ કોરોના ટેસ્ટ કીટની રચના કરી છે. કંપની મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સના ક્ષેત્રમાં કામ કરી રહી છે અને વિવિધ રોગોના નિદાન માટે ઘણી કીટ તૈયાર કરી ચૂકી છે. ભારત હાલમાં જર્મનીથી કોવિડ -19 ટેસ્ટ કીટ મંગાવશે. જો કે, આ કીટની વિશ્વભરમાંથી માંગ છે. તેઓ પણ કંઈક અંશે ખર્ચાળ છે. આ દેશી કીટ આઉટડોર કીટ્સ કરતા સસ્તી છે, એમ માયલબ ડિસ્કવરી સોલ્યુશન્સના રણજીત દેસાઇએ જણાવ્યું હતું. "અમે અઠવાડિયામાં 20 લાખ કીટનું ઉત્પાદન કરી શકીએ છીએ. વિદેશી કીટ કરતા તે ચાર ગણા સસ્તી હોય છે."

આ પણ વાંચો : CoronaVirus : રાજકોટમાં કોરોનાના પગલે ક્વૉરન્ટીન કરાયેલા લોકો પર બાજ નજર રખાશે, પાલિકાએ બનાવી એપ

આ કીટ ડબ્લ્યુએચઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય ધોરણો દ્વારા બનાવવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તેને દેશમાં એફડીએ અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) અને આઈસીએમઆર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ રાવલે માહિતી આપી હતી કે કીટ ખૂબ જ રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી હતી અને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.

 

 
First published: March 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading