Home /News /national-international /

ગુજરાત-મહારાષ્ટ્રમાં દેશના 41% કોરોનાના દર્દી, જાણો કેમ વધી રહ્યા છે કેસ

ગુજરાત-મહારાષ્ટ્રમાં દેશના 41% કોરોનાના દર્દી, જાણો કેમ વધી રહ્યા છે કેસ

ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધુ કેસ કેમ સામે આવી રહ્યા છે?

ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધુ કેસ કેમ સામે આવી રહ્યા છે?

    નવી દિલ્હીઃ દેશમાં ઘાતક કોરોના વાયરસ (Covid-19)નો કહેર સતત વધી રહ્યો છે. તેમાં મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાત (Gujarat)ની સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. ગુજરાતમાં 27મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યાની સ્થિતિ મુજબ 247 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ (Ahmedabad)માં 197 વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરની સારવાર લઈ રહેલા 11 દર્દીનાં મોત થયા છે. મૃતકોમાં 5 દર્દી અમદાવાદના, 4 દર્દી સુરતના અને એક દર્દી બનાસકાંઠા અને વડોદરાના છે. આમ રાજ્યમાં કુલ 162 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં પણ 24 કલાકમાં નવા 522 કેસ નોંધાયા અને 27 લોકોનાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતના કુલ કોરોના દર્દીઓમાં 41 ટકા તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. બંને રાજ્યોને મળી કુલ સંક્રમિતોની સંખ્યા 11300ને પાર થઈ ગઈ છે.

    ગુજરાત-મહારાષ્ટ્રમાં કેમ વધી રહ્યા છે કેસ?

    ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરનો દાવો છે કે લેબમાં કોરોનાના ડીએનએ ડિકોડ કરવામાં આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં કોરોનાનો જે વાયરસ છે, તે કોરોનાનો સૌથી ખતરનાક વાયરસ એટલે કે L ટાઇપ સ્ટ્રેન છે. ગુજરાત બાયોટક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર સીજી જોશીએ દાવો કર્યો છે કે જે પણ દેશમાં મૃત્યુ દર વધુ છે, ત્યાં L ટાઇપ સ્ટ્રેનવાળા વાયરસ જ મળે છે અને આ વાયરસ S ટાઇપ સ્ટ્રેનથી વધુ ખતરનાક છે. તેના માટે અહીં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના L ટાઇપ સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. જેથી ત્યાં પણ કેસ વધી રહ્યા છે.

    આ પણ વાંચો, બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    ગુજરાતમાં 23 એપ્રિલ સુધી 43,284 લોકોનો ટેસ્ટ થયા, જેમાં 2642 લોકો કોરોના સંક્રમિત સામે આવ્યા છે. એટલે કે રાજ્યમાં જે લોકોના ટેસ્ટ થયા છે તેમાં લગભગ 6 ટકા લોકો કોરોનાથી સંક્રમિત છે. તેના એક દિવસ પહેલા 22 એપ્રિલ સુધી રાજ્યમાં 39,421 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાં 2407 લોકો એટલે કે 6 ટકા લોકો જ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

    આ પણ વાંચો, Fact Check: 29 એપ્રિલે દુનિયા ખતમ થવાનો દાવો, જાણો શું છે વાયરલ વીડિયોની હકીકત
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Lockdown, Maharashtra, StayHome, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन