WHOએ જાહેર કરી ચેતવણી- જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોના

News18 Gujarati
Updated: May 26, 2020, 8:59 AM IST
WHOએ જાહેર કરી ચેતવણી- જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોના
કેટલાક દેશ એવા છે જ્યાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને ‘સેકન્ડ પીક’ આવવાની આશંકાઃ WHO

કેટલાક દેશ એવા છે જ્યાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને ‘સેકન્ડ પીક’ આવવાની આશંકાઃ WHO

  • Share this:
જિનેવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ફરી એકવાર સોમવારે કોરોના સંક્રમણ સંબંધિત નવી ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું છે કે ચીન (China), યૂરોપ (Europe) અને હવે અમેરિકા (US)માં સંક્રમણના મામલામાં ઘટાડો નોંધાયો છે પરંતુ સતત દુનિયાભરખના વૈજ્ઞાનિક ‘સેકન્ડ વેવ’નો ખતરો જણાવી રહ્યા છે. WHO મુજબ જો દુનિયાને ‘સેકન્ડ વેવ’નો સામનો ન પણ કરવો પડે પણ કેટલાક દેશ એવા છે જ્યાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને ‘સેકન્ડ પીક’ આવવાની આશંકા છે.

WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉક્ટર રેયાને જણાવ્યું કે, હલા દુનિયા કોરોના સંક્રમણના ફર્સ્ટ વેવના એકદમ મધ્યમાં છે અને અહીંથી દુનિયાના મોટાભાગના વિસ્તારમાં તેના કેસોમાં ઘટાડો આવવા લાગશે. જોકે તેઓએ કહ્યું કે હજુ થોડા દિવસો સુધી કેસોમાં વધારો થતો રહેશે અને એશિયા-આફ્રિકામાં કેસ વધુ રહેશે.

ક્યારે પણ આવી શકે છે ‘સેકન્ડ પીક’

નોંધનીય છે કે, કોરોના સંક્રમણના મામલામાં એક એવું સ્તર આવે છે જ્યાં સૌથી વધુ નવા કેસ અને મોતના આંકડા નોંધાય છે, તેને જ પીક કહેવામાં આવે છે. હવે WHOએ ચેતવણી આપી છે કે ફર્સ્ટ વેવની અંદર જ સેકન્ડ પીક આવવાની આશંકા બનેલી છે. રેયાને જણાવ્યું કે તે સમય ક્યારે પણ આવી શકે છે જ્યારે ફરીથી દુનિયાભરમાં કેસ વધવા લાગે અને તેમાં કેટલાક એવા દેશ સામેલ હશે જ્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે હજુ સુધી સેકન્ડ વેવને લઈ આશંકાઓ ઓછી છે પરંતુ કેસ વધશે તેનો ઈશારો ઘણે અંશે મળી રહ્યો છે.

આ પણ વાંચો, રસ્તા પર ફસડાઈ પડી કોરોના સંક્રમિત મહિલા પોલીસકર્મી, નજીક ઊભેલા સાથીઓએ પણ ન કરી મદદ

ઠંડીમાં વધશે પ્રકોપરેયાને કહ્યું કે, વરસાદ અને ઠંડી સામાન્ય રીતે સંક્રમણને વધુ અનુકૂળ હોય છે, એવામાં આ દરમિયાન કોરોના સંક્રમણ માટે પણ ફરીથી નવી જમીન તૈયાર થઈ જશે. WHOની ઇન્ફેક્શિય ડિસીઝ એપિડેમોલોજિસ્ટ મારિયા વૈન કેર્ખોવે જણાવ્યું કે તમામ દેશોને હાલમાં હાઈ એલર્ટ પર જ રહેવાની જરૂર છે. તમામને રેપિડ ટેસ્ટ સિસ્ટમ તૈયાર કરવી જોઈએ. આ ચેતવણીએ દેશો માટે પણ છે જે માની રહ્યા છે કે તેઓએ સંક્રમણ પર કાબૂ મેળવી લીધો છે. તેઓએ કહ્યું કે કોવિડ-19 એક એવો વાયરસ છે જે ક્યારે પણ તીવ્ર ઝડપથી વાપસી કરવામાં સક્ષમ છે અને ઠંડીમાં તે વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો, Covid-19: મહાસંકટમાં મહારાષ્ટ્ર, માત્ર 19 દેશોમાં અહીંથી વધુ કેસ
First published: May 26, 2020, 8:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading