WHO ચીફે કહ્યું- આરોગ્ય સેતુ એપે ભારતના સ્વાસ્થ્ય વિભાગની કરી છે મોટી મદદ

WHO ચીફની તસવીર

ગ્રેબ્રિયેસસ કહ્યું કે ભારતમાં આરોગ્ય સેતુ એપને 1 કરોડ પચાસ લાખ લોકોએ ડાઉનલોડ કર્યું છે. તેનાથી સાર્વજનિક સ્વાસ્થય વિભાગોને તે ક્ષેત્રનો ઓળખ કરવામાં મદદ મળી છે.

  • Share this:
    દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે તે વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠનના (WHO)ના મહાનિદેશક ટ્રેડ્રોસ એડનૉમ ગેબ્રિયેસસ (Tedros Adhanom Ghebreyesus) એ ભારતના પ્રયાસોને વખાણ્યા છે. લોકો દ્વારા આરોગ્ય સેતુના એપનો ઉપયોગ કરવા મામલે મહાનિર્દેશકે સહી જણાવતા તેના વખાણ કર્યા છે. અને કહ્યું છે કે તેનાથી સાર્વજનિક સ્વાસ્થય વિભાગોને પણ કોરોનાથી સંક્રમિત ક્લસ્ટર્સ વિષે પૂર્વાનૂમાન લગાવવામાં મદદ મળી છે. આ ક્રમમાં જ તપાસનું ક્ષેત્રફળ પણ વધારવામાં આવ્યું છે. જેથાથી સ્વાસ્થય વિભાગને મોટી મદદ મળી છે.

    ગ્રેબ્રિયેસસ કહ્યું કે ભારતમાં આરોગ્ય સેતુ એપને 1 કરોડ પચાસ લાખ લોકોએ ડાઉનલોડ કર્યું છે. તેનાથી સાર્વજનિક સ્વાસ્થય વિભાગોને તે ક્ષેત્રનો ઓળખ કરવામાં મદદ મળી છે. સાથે જ કોરોનાના દર્દીઓના ક્લસ્ટર્સનું પૂર્વાનૂમાન પણ લગાવવામાં સરળતા રહે છે.

    નોંધનીય છે કે દેશમાં સંક્રમણના કુલ 71,75,880 લોકો ઠીક થયા છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 62 લાખને પાર થઇ છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા મંગળવારે આ આંકડાની જાણકારી આપી છે. મંગળવારે દેશમાં સતત 5 દિવસમાં કોવિડ 19ના સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 9 લાખની નીચે રહી છે. દેશમાં સતત પાંચમાં દિવસે સંક્રમણના 75,000થી ઓછા નવા કેસ સામે આવ્યા છે. અને સતત 10 દિવસોથી મૃતકોની સંખ્યા ઓછી રહી છે.

    ભારતમાં 17 સપ્ટેમ્બરથી હજી સુધી કોવિડ 19ના સૌથી વધુ 97,894 કેસ સામે આવ્યા છે. નવા આંકડા મુજબ દેશમાં વર્તમાનમાં કોરોના વાયરસના 8,38,729 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે કુલ કેસ 11.69 ટકા છે. કોવિડ 19ના કેસમાં મૃત્યુદર 1.53 ટકા છે.

    ભારતમાં કોવિડ 19ના હજી સુધી સર્વાધિક 97,894 કેસ આવ્યા છે. દેશમાં હાલ કોરોના વાયરસના 8,38,729 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કુલ કેસ 11.69 ટકા છે. કોવિડ 19ના કેસમાં મૃત્યુદર 1.53 ટકા છે.

    વધુ વાંચો : આ છે દેશની 5 સૌથી પૈસાદાર મહિલા, જેમની સંપત્તિના આંકડામાં તમે શૂન્ય ગણતા રહી જશો

    ભારતમાં કોવિડ 19ના કેસ સાત ઓગસ્ટ સુધી 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 ઓગસ્ટના રોજ 40 લાખને પાર કરી ચૂક્યા છે. આ આંકડા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28ના 60 અને 11 ઓક્ટોબરે 70 લાખને પાર કરી ગયા છે. આઇસીએમઆર મુજબ, સોમવારે 10,73,014 નમૂનાની તપાસ કરવામાં આવી. જ્યારે 12 ઓક્ટોબરે કુલ 8,89,45,107 નમૂનાની તપાસ કરવામાં આવી.

    બિમારીના કારણે 706 નવી મોત મહારાષ્ટ્રમાં થઇ છે. જ્યારે કર્ણાટકમાં 70, તમિલનાડુમાં 62, પશ્ચિમ બંગાળમાં 60, ઉત્તર પ્રદેશમાં 44, દિલ્હીમાં 40, છત્તીસગઢમાં 33 અને આંધ્ર પ્રદેશમાં 32 લોકોની મોત થઇ છે. દેશમાં હજી સુધી કુલ 1,09,856 લોકોની મોતમાંથી મહારાષ્ટ્રમાં 40,514, તમિલનાડુમાં 10,314, કર્ણાટકમાં 10,036, ઉત્તર પ્રદેશમાં 6,438, આંધ્ર પ્રદેશમાં 6,256, દિલ્હીમાં 5,809, પશ્ચિમ બંગાળમાં 5,682, પંજાબમાં 3,860 અને ગુજરાતમાં 3,574 લોકોની મોત થઇ છે. સ્વાસ્થય મંત્રાલયે કહ્યું કે 70 ટકાથી વધુ મોત કોરોનાની સાથે અન્ય બિમારીના કારણે થઇ છે.
    Published by:Chaitali Shukla
    First published: