COVID-19: શું દેશમાં સંપૂર્ણ Lockdownની જરૂરત છે? જાણો - સરકારે શું કહ્યું

પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોરોનાથી એક દિવસમાં રેકોર્ડ બ્રેક 3780 લોકોનાં મોત થયાં. જાણો કયા રાજ્યમાં કેટલા લોકોના કોરોનાથી મોત થયા

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના 3.50 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર દેશવ્યાપી લોકડાઉન કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન સરકારે પણ કહ્યું છે કે, લોકડાઉન જેવા ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.

    કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉન લાદવાને લગતા પ્રશ્નના જવાબમાં નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે બુધવારે કહ્યું કે, 'જો જરૂર ઉભી થશે તો તે વિકલ્પો પર પણ ચર્ચા કરવામાં આવશે. ગત 29 એપ્રિલે રાજ્યોને એક વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેમાં કોરોના વાયરસ ચેઇન તોડવા નાઇટ કર્ફ્યુથી લઈને વિવિધ પ્રકારના પ્રતિબંધો આપવામાં આવ્યા છે.

    દેશમાં કોરોનાથી એક દિવસમાં રેકોર્ડ બ્રેક 3780 લોકોનાં મોત થયાં

    આ દરમિયાન, દેશમાં કોવિડ -19થી રેકોર્ડ 3,780 મૃત્યુ પછી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 2,26,188 થઈ ગઈ છે, જ્યારે એક જ દિવસમાં 3,82,315 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ નવા કેસો પછી કોવિડ -19ના કુલ કેસ વધીને 2,06,65,148 થઈ ગયા છે.

    આ પણ વાંચોરાજકોટ : યુવાનને 30થી વધુ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, બાળઆરોપીએ હકિકત જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ

    દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 34,87,229 પર પહોંચી ગઈ છે, જે સંક્રમિત કુલ કેસોના 16.87 ટકા છે, જ્યારે કોવિડ -19 માંથી સ્વસ્થ્ય થવાનો દર 82.દ3 ટકા નોંધાયો છે. સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ, રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 1,69,51,731 રહી છે, જ્યારે આ રોગથી મૃત્યુ દર ઘટીને 1.09 ટકા પર આવી ગયો છે.

    આ પણ વાંચોકરૂણ ઘટના: 25 એપ્રિલે થયા લગ્ન, હાથમાંથી મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો, Corona પતિને ભરખી ગયો

    મહારાષ્ટ્રમાં કોરોનાથી મોત સૌથી વધુ છે

    4 મેના રોજ ભારતમાં બે કરોડનો આંકડો ઓળંગીને ગંભીર હાલતમાં પહોંચ્યો હતો. મૃત્યુનાં નવા મામલામાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 891, ઉત્તર પ્રદેશમાં 351, દિલ્હીમાં 338, કર્ણાટકમાં 288, છત્તીસગ 210, પંજાબમાં 173, રાજસ્થાનમાં 154, હરિયાણામાં 153, તમિલનાડુમાં 144 મોત થયાં છે, જ્યારે ઝારખંડમાં 132, ગુજરાતમાં 131, પશ્ચિમ બંગાળમાં 107 લોકો અને બિહારમાં 105 લોકો મૃત્યુ પામ્યા છે.

    દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ 2,26,188 મોતમાંથી, મહારાષ્ટ્રમાં 71,742, દિલ્હીમાં 17,752, કર્ણાટકમાં 16,538, તમિલનાડુમાં 14,612, ઉત્તર પ્રદેશમાં 13,798, પશ્ચિમ બંગાળમાં 11,774, પંજાબમાં 9,645, અને છત્તીસગઢમાં 9,485 લોકોના મોત થયા છે.
    Published by:kiran mehta
    First published: