કોરોનાથી સંક્રમિત બ્રિટનના PM બોરિસ જોનસન ICUથી બહાર, ટ્રમ્પે કહ્યું- ગેટ વેલ સૂન

News18 Gujarati
Updated: April 10, 2020, 7:35 AM IST
કોરોનાથી સંક્રમિત બ્રિટનના PM બોરિસ જોનસન ICUથી બહાર, ટ્રમ્પે કહ્યું- ગેટ વેલ સૂન
બોરિસ જોનસનને સોમવાર રાત્રે લંડનની સેન્ટ થોમસ હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા

બોરિસ જોનસનને સોમવાર રાત્રે લંડનની સેન્ટ થોમસ હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા

  • Share this:
લંડનઃ કોરોના વાયરસ (Coroanvirus)થી સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (Boris Jhonson)ના સ્વાસ્થ્યમાં સુધાર બાદ ICUથી બહાર લાવવામાં આવ્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટે ગુરુવાર સાંજે આ જાણકારી આપી.

ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે, વડાપ્રધાન આજે સાંજે ICUથી પરત વોર્ડમાં આવી ગયા જ્યાં તેમની ઠીક થવાના પ્રારંભિક ચરણમાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. ડાઉનિંગ સ્ટ્રીટે આ પહેલા ગુરુવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે જોનસનના સ્વાસ્થ્યમાં સતત સુધાર થઈ રહ્યો છે.

તેમને સોમવાર રાત્રે લંડનની સેન્ટ થોમસ હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એક સપ્તાહ પહેલા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ રવિવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે હાલત બગડતાં સાંજે તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું

બોરિસને ICUમાં બહાર શિફ્ટ કરતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ટ્વિટ કર્યું કે, મોટા સમાચાર- વડાપ્રધાન બોરિસ જોનસન ICUથી બહાર આવી ગયા છે. ગેટ વેલ બોરિસ.

આ પણ વાંચો, 5G ટેક્નોલોજીથી ફેલાયે છે કોરોના! બ્રિટનમાં અફવા ફેલાતાં ટેલીકૉમ ટાવરમાં લગાવી આગ

નોંધનીય છે કે, બ્રિટને ગુરુવારે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણથી દેશમાં 881 લોકોનાં મોત થયા છે. દેશમાં સંક્રમણથી અત્યાર સુધી 7,978 લોકોનાં મોત થયા છે. વિદેશ મંત્રી ડોમિનિક રાબે મૃતકોના સંબંધમાં સૂચના આપતા ચેતવણી આપી કે દેશમાં અત્યાર સુધી વાયરસ સંક્રમણના મામલો અંતિમ ચરણમાં નથી પહોંચ્યો. કોરોના વાયરસથી સંક્રમિત વાડપ્રધાન બોરિસ જોનસન ICUમાં દાખલ થયા બાદ રાબ જ સરકારના પ્રભારી છે.

આ પણ વાંચો, ટ્રમ્પના ટ્વિટ પર PM મોદીનો જવાબઃ આવા કપરા સમયે જ વધે છે દોસ્તોમાં નિકટતા

 
First published: April 10, 2020, 7:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading