કોરોના વાયરસની રસી કોઈ સ્વીચ નહીં હોય જેને ચાલુ કરતા જ દુનિયા પહેલા જેવી થઈ જશે : સ્વાસ્થ્ય નિષ્ણાતો

કોરોના વાયરસની રસી કોઈ સ્વીચ નહીં હોય જેને ચાલુ કરતા જ દુનિયા પહેલા જેવી થઈ જશે : સ્વાસ્થ્ય નિષ્ણાતો
પ્રતિકાત્મક તસવીર

નિષ્ણાતો માની રહ્યા છે કે, લોકોમાં કોરોનાની રસીની અપેક્ષા ખૂબ ઊંચે પહોંચી ચૂકી છે. તેમાં રાજકારણીઓ અને દવા બનાવતી ફાર્મા કંપનીઓના બહુ ઝડપથી દવા બજારમાં આવી જશે તેવા દાવાઓથી લોકો કંઈક જુદા જ ખયાલોમાં રાચી રહ્યા છે.

 • Share this:
   ન્યૂયોર્ક : હાલ દુનિયા કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)નો સામનો કરી કરી છે. આ સમયે તમામ લોકોને કોરોનાની વેક્સીન (Corona Vaccine) રામબાણ ઇલાજ લાગી રહી છે. લોકોમાં એવી માનતા છે કે રસી આવી એટલે કામ પત્યું. રસી આવતા જ દુનિયા ફરીથી પાટા પર ચઢી જશે. લોકો બિન્દાસ થઈને બહાર નીકળી શકશે. તેઓ પોતાના માસ્કને કચરા પેટીમાં નાખી દેશે, વગેરે વગેરે. લોકોના આવા ખયાલો વચ્ચે જાહેર સ્વાસ્થ્ય સાથે જોડાયેલા નિષ્ણાતો (Health Experst)ને બીજી એક ચિંતા કોરી ખાય છે.

  નિષ્ણાતો માની રહ્યા છે કે, લોકોમાં કોરોનાની રસીની અપેક્ષા ખૂબ ઊંચે પહોંચી ચૂકી છે. તેમાં પણ રાજકારણીઓ અને દવા બનાવતી ફાર્મા કંપનીઓના બહુ ઝડપથી દવા બજારમાં આવી જશે તેમજ તે કારગર નિવડશે તેવા સતત કરવામાં આવી રહેલા દાવાઓથી લોકો કંઈક જુદા જ પ્રકારના ખયાલોમાં રાચી રહ્યા છે. કોરોનાની રસીની વાત કરવામાં આવે તો હાલ કોરોનાની બે રસી હ્યુમન ટેસ્ટિંગના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે.  (આ પણ વાંચો : કોરોના વાયરસ : ભારતમાં દર્દીઓની સંખ્યા 18 લાખને પાર, એક દિવસમાં 53 હજાર નવા કેસ)

  હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર યોનાતન ગ્રાડે ધ વોશિંગટન પોસ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મારા મતે કોરાનાની રસી કોઈ સ્વીચ નથી કે જેને બંધ કરી શકાય અથવા એવું કોઈ રિસેટ બટન નથી જેને દાબી દેવાથી બધુ કોરોના પહેલા હતું તેવું જશે."  કોરોનાની રસી મનુષ્ય માટે સુરક્ષિત અને અસરકારક છે તેવી જાહેરાત ફક્ત શરૂઆત છે, અંત નહીં. રસીને બનાવ્યા બાદ તેને દુનિયાભરના લોકો સુધી પહોંચાડવી, લોકોમાં વિશ્વાસ બેસાડવો, વૈશ્વિક સહકાર, આ બધુ મહિનામાં નહીં થાય. આ બધા માટે વર્ષો લાગી જતા હોય છે. એવું પણ નથી કે વેક્સીનનો શૉટ આપ્યાની સાથે જ તે કામ કરવા લાગશે. સામાન્ય રીતે વેક્સીન આપ્યા બાદ એન્ટીબોડી તૈયાર થવામાં અઠવાડિયાનો સમય લાગે છે. એટલું જ નહીં ઘણી વખત અઠવાડિયા બાદ બીજો શૉટ પણ આપવો પડે છે.

  (આ પણ વાંચો :  રશિયાની જાહેરાત- ઓક્ટોબરમાં કોરોના વેક્સીન અપાશે, સૌથી પહેલા ડૉક્ટર્સ-શિક્ષકોને મળશે)

  વેક્સીનના શૉટ બાદ જે ઇમ્યુનિટિ તૈયાર થાય છે તે થોડા સમય સુધી સક્રિય રહી તેવું પણ બને. ઘણી વખત રિપિટ શૉટની જરૂરી પડી શકે છે. આથી લોકોએ રસી લીધા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું પડશે. કદાચ અમુક જૂથ કે લોકોમાં આ રસીની ઓછી અસર જોવા મળે, અમુક લોકો આને લેવાનો ઇન્કાર કરે અને કદાચ પૂરતો સ્ટોક ન હોય તો પણ અમુક લોકો બીમાર પડશે. બીજી તરફ રસી બનાવવાની પ્રક્રિયા એક રેસ બની ગઈ છે. પછી તે દેશ હોય કે કંપની. આ તમામને વહેલામાં વહેલા ફિનિશ લાઇન સુધી પહોંચવું હોય છે. પરંતુ હકીકત એ છે કે ફિનિશ લાઇન પર પહોંચી ગયા બાદ પણ આ રેસ પૂરી નથી થતી, આ રેસ વર્ષો સુધી ચાલી શકે છે.

  (આ પણ વાંચો : જિમ અને યોગા સેન્ટર્સ માટેની ગાઇડલાઇન જાહેર : આટલા નિયમોનું પાલન કરવું પડશે)

  વોશિંગટન યુનિવર્સિટીના ડ્રગ ડેવલપમેન્ટ એન્ડ રિસર્સ નિષ્ણાત માઇકલ એસ. કિંચે જણાવ્યું કે, "કોરોનાની રસી મામલે એવું પણ થઈ શકે છે જેવું હાલ HIV/AIDSની રસી બાબતે છે. મને ડર છે કે કોરોનાની રસીમાં પણ જેવી રીતે એઇડ્સમાં પ્રથમ જનરેશનની રસી જ બનાવી શક્યા છીએ તેવું થશે. આથી આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે. મારો અંદાજ છે કે ફર્સ્ટ જનરેશનની જે રસી તૈયાર થશે એ વધારે અસરકારક નહીં હોય."

  મિશિગન યુનિવર્સિટીના મેડિકલ હિસ્ટોરિયન હાવર્ડ માર્લેજે જણાવ્યું હતું કે, 12 એપ્રિલ, 1955ના રોજ પોલીયોની રસી સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ હતી. આ રસીના શોધક જોનાસ સાલ્કને રાષ્ટ્રીય હીરો કહેવામાં આવ્યા હતા. ચર્ચના બેલ વાગ્યા હતા અને લોકો એકબીજાને ભેટવા માટે શેરીઓમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન “Cutter incident” બન્યો હતો. જેમાં દવાના એક સપ્લાયરે રસીના શૉટમાં વાયરસને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કર્યો ન હતો. આ જ કારણે 40 હજાર બાળકોને અસર થઈ હતી. જેમાંથી 51 અપંગ બની ગયા હતા અને એકનું મોત થયું હતું.  સાલ્ક વેક્સીનેશ પછી પણ પોલીસે નાબૂદ થયો ન હતો. બે વર્ષની અંદર અમેરિકામાં પોલીયોના કેસમાં 80 ટકાનો ઘટાડો જરૂર નોંધાયો હતો., પરંતુ આ રોગ વર્ષો સુધી જોવા મળ્યો હતો. રસી આપવા છતાં આ હાલત હતી. અમેરિકામાં વર્ષ 1979માં પોલીયો નાબૂદ થયો હતો.

  બીજું કે જે પણ રસીને માન્યતા આપવામાં આવે તે અસરકારણ અને સુરક્ષિત હોવી જરૂરી છે, પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે તે સરખી રીતે જ કામ કરશે. દા.ત. ઓરીની રસી 98 ટકા સુધી કામ કરે છે. પરંતુ બીજી તરફ ફ્લૂની રસી 40 થી 60 ટકા અસરકારક છે. અમુક રસી અમુક લોકોમાં બહુ ઓછી અસર કરે છે. આથી આવા લોકોમાં વધારે પાવરના ડોઝની જરૂર રહે છે.

  (આ પણ વાંચો : ગૂગલ પર પીડા રહિત મોત અંગે સર્ચ કરી રહ્યો હતો સુશાંત : મુંબઈ પોલીસ કમિશનર)

  ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન્સ હૉસ્પિટલના વેક્સીન એજ્યુકેશન સેન્ટરના પૌલ.એ. ઓફિટે કહ્યું કે, જે રીતે તારણો સામે આવી રહ્યા છે તેના પરથી કહી શકાય કે રસી કોરોનાને ફેલાતો રોકવા માટે 75 ટકા અસરકારક રહેશે. વેક્સીનના પ્રથમ ડોઝ માટે જો યોગ્ય લોકોની પસંદગી કરવામાં આવે તો તેનાથી તેનું સંક્રમણ ઘટી શકે છે. પરંતુ હર્ડ ઇમ્યુનિટિ માટે 2/3 લોકોને રસી આપવામાં આવે તો જરૂરી છે. આ રીતે રસી આવી ગયા બાદ પણ દુનિયાએ કોરોના સામે આગામી કેટલાક વર્ષો સુધી જંગ તો લડવો જ પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published:August 03, 2020, 18:24 pm

  टॉप स्टोरीज