Corona Vaccine Updates: ભારતમાં બની રહેલી કોવિશીલ્ડ પહેલા ડોઝમાં 90% અસરદાર

Corona Vaccine Updates: ભારતમાં બની રહેલી કોવિશીલ્ડ પહેલા ડોઝમાં 90% અસરદાર
ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે યૂકે અને બ્રાઝીલમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં AZD1222 વેક્સીન ઘણી અસરદાર રહી

ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે યૂકે અને બ્રાઝીલમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં AZD1222 વેક્સીન ઘણી અસરદાર રહી

  • Share this:
    Coronavirus Vaccine Updates: ભારતમાં કોરોના વાયરસના કેસ 91 લાખને પાર થઈ ગયા છે. અત્યાર સુધીમાં 1.33 લાખથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાની વેક્સીન (Covid-19 Vaccine)ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, દેશમાં હાલ 5 વેક્સીન પોતાની પ્રોસેસના અંતિમ ચરણમાં છે. તે પૈકી બે વેક્સીન ફેબ્રુઆરી 2021 સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ દરમિયાન ભારતમાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી- AstraZenecaની સાથે મળી કોરોના વેક્સીન પર કામ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટએ જણાવ્યું કે AZD1222 કોરોના વાયરસથી બચાવમાં 90 ટકા અસરદાર રહી છે.

    ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે યૂકે અને બ્રાઝીલમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં વેક્સીન (AZD1222) ઘણી અસરદાર રહી છે. અડધા ડોઝમાં આપવામાં આવેલી વેક્સીન 90 ટકા સુધી અસરદાર જોવા મળી. ત્યારબાદ બીજા મહિનામાં ફુલ ડોઝ આપવામાં આવતા 62 ટકા અસરદાર જોવા મળી. તેના એક મહિના બાદ ફરીથી બે ફુલ ડોઝમાં વેક્સીનની અસર 70 ટકા જોવા મળી. આ વેક્સીન પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. ભારતમાં આ વેક્સીન ‘કોવિશીલ્ડ’ નામથી ઉપલબ્ધ થશે.



    આ પણ વાંચો, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર, કુલ મૃત્યુઆંક 1,33,738એ પહોંચ્યો

    દુનિયાભરમાં 212 સ્થળો પર તૈયાર કરવામાં આવી રહી છે વેક્સીન

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનીએ તો દુનિયાભરમાં ભારત સહિત 212 સ્થળો પર વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. આ 212માં 164 વેક્સીન હજુ પ્રી-ક્લીનિકલ સ્ટેજમાં છે. સારી વાત એ છે કે 11 વેક્સીન અંતિમ ચરણના ટ્રાયલ્સમાં છે. તેમાં ફાઇઝર-બાયોએનટેક અને અમેરિકાની ફાર્મા.કંપની મોડર્નાએ પોતાની કોવિડ-19 વેક્સીનના હ્યૂમન ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. મોડર્નાને 94.5 ટકા અને ફાઇઝર-બાયોએનટેકનો 95 ટકા પ્રભાવી હોવાના અહેવાલ છે. ટૂંક સમયમાં જ આ કંપનીઓ અપ્રૂવલ માટે અરજી કરવાની છે, જેનાથી આ વર્ષના અંત સુધી તેનું પ્રોડક્શન શરૂ થશે અને વહેલી તકે આપણા સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકે.

    ઓક્સફર્ડન-એસ્ટ્રાજેનેકાની વેક્સીનને ભારતમાં મળી શકે છે ઇમરજન્સી મંજૂરી

    ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford-AstraZeneca)ની કોરોના વેક્સીનને ઇમરજન્સી મંજૂરી (Emergency Approval) મળી શકે છે. તેની પહેલી ખેપ જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી દેશમાં ઉપલબ્ધ થઈ શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાની આ વેક્સીનને ભારતમાં પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ (Serum Institute of India) તૈયાર કરી રહી છે. હાલમાં આ વેક્સીનનું ભારત સહિત દુનિયાના લગભગ 30 દેશોમાં ત્રીજા અને ચોથા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો, ભારતનું એક એવું ગામ જ્યાં એક શખ્સને બાદ કરતાં તમામ લોકો કોરોના પોઝિટિવ

    ભારતમાં કોરોના વેક્સીન ક્યારે ઉપલબ્ધ થશે?

    નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલના જણાવ્યા મુજબ, એસ્ટ્રાજેનેકાને જો બ્રિટનમાં વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળે છે તો ભારતમાં પણ તેની પર વિચાર કરવામાં આવશે. તેઓએ કહ્યું કે જો આવું થાય છે તો ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં વેક્સીન ઉપલબ્ધ હશે. ભારતમાં આ સંભવિત વેક્સીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ પૂરું થતાં પહેલા મંજૂરી મળે છે તો સૌથી પહેલા તેને હેલ્થ વર્કર્સ જેમ કે ડૉક્ટર્સ, નર્સ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સને આ વેક્સીન આપવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:November 23, 2020, 14:11 pm

    ટૉપ ન્યૂઝ