Corona Vaccine: PM મોદી 11 જાન્યુઆરીએ દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

Corona Vaccine: PM મોદી 11 જાન્યુઆરીએ દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
Corona Vaccine: PM મોદી 11 જાન્યુઆરીએ દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

કોવિડ-19 વેક્સીનની રણનીતિને લઈને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)કોરોના વેક્સીનને (Corona Vaccine) લઈને સોમવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સોમવારે સાંજે 4 વાગે થશે. જેમાં કોવિડ-19 વેક્સીનની રણનીતિને લઈને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે કોવિડ-19 સામે પ્રાથમિકતા વાળા લોકોના ટિકાકરણ પછી જલ્દી બધી વસ્તીનું ટિકાકરણ હકીકત બનશે. રાજીવ ગાંધી હોસ્પિટલમાં કોવિડ-19 ટિકાકરણ પૂર્વાભ્યાસની સમીક્ષા કર્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું કે ટિકાકરણના સંભવિત લાભાર્થીઓની શોધ કરવા માટે નવા કોવિડ-19 મંચની શરૂઆત કરી છે અને સાથે તેમને ઇલેક્ટ્રોનિક પ્રમાણ પત્ર જારી કરી રહી છે.

    તેમણે કહ્યું કે ભારતે યથાસંભવ ઓછા સમયમાં વેક્સીન વિકસિત કરવામાં ઘણું શાનદાર કામ કર્યું છે અને વર્તમાન સમયમાં બે વેક્સીનને ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આગામી કેટલાક દિવસોમાં અને નજીકના ભવિષ્યમાં આપણે આ વેક્સીનને પ્રાથમિકતાના આધારે તે દેશવાસીઓને આપવા સક્ષમ હશું જેમને વધારે ખતરો છે. સરકાર પહેલા જ તેની યોજના સાર્વજનિક કરી ચૂકી છે.



    આ પણ વાંચો - ચીનના ડોક્ટરનો ખુલાસો, ચીની વેક્સીનથી 73 સાઇડ ઇફેક્ટ, દુનિયામાં સૌથી વધારે અસુરક્ષિત

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા હવે 2,25,449 છે અને આ આંકડો મહામારીના કુલ કેસમાં ફક્ત 2.16 ટકા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,139 નવા કેસ સામે આવ્યા છે. જેની સામે 20,539 દર્દીઓ સાજા થયા છે.
    Published by:Ashish Goyal
    First published:January 08, 2021, 22:22 IST

    ટૉપ ન્યૂઝ