ભારતથી કોરોના વેક્સીન પહોંચતા ઇમોશનલ થયા ડોમિનિકન ગણરાજ્યના PM, શેર કર્યો ખાસ મેસેજ

ભારતથી કોરોના વેક્સીન પહોંચતા ઇમોશનલ થયા ડોમિનિકન ગણરાજ્યના PM, શેર કર્યો ખાસ મેસેજ

વેક્સીન દેશમાં પહોંચવા પર ડોમિનિકન ગણરાજ્યના પ્રધાનમંત્રી રુઝવેલ્ટ સ્કેરિટે પીએમ મોદી અને ભારતના લોકોનો આભાર માન્યો

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીને હરાવવા માટે ભારતમાં વેક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. દુનિયા કોરોનાથી લડી શકે તે માટે ભારત ઘણા દેશોને વેક્સીન આપી રહ્યું છે. આ યાદીમાં ભારતની વેક્સીન ડોમિનિકન ગણરાજ્ય પહોંચી ગઈ છે. વેક્સીન દેશમાં પહોંચવા પર ડોમિનિકન ગણરાજ્યના પ્રધાનમંત્રી રુઝવેલ્ટ સ્કેરિટે પીએમ મોદી અને ભારતના લોકોનો આભાર માન્યો છે.

  વેક્સીન પહોંચ્યા પછી આયોજીત એક ઔપચારિક કાર્યક્રમમાં ડોમિનિકન પીએમ રુઝવેલ્ટ સ્કેરિટે કહ્યું કે હું એ કહીશ કે મને એ વાતની કલ્પના પણ ન હતી કે અમારી વિનંતી પર આટલો જલ્દી જવાબ મળશે. કોઈપણ એ સમજી શકે છે કે આ રીતના ગંભીર સંકટમાં કોઈપણ દેશ માટે પોતાની રક્ષા કરવી એક પડકાર છે. આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદી તરફથી કરેલા પ્રયત્નોને કારણે આ સંભવ થયું છે. તેમણે મેરિટના આધારે અમારી માંગણીને સ્વીકારી છે અને અમારા લોકોની સમાનતાનો સ્વીકાર કર્યો. તેમણે કહ્યું કે ભારત દ્વારા 35000 વેક્સીન અહીં પહોંચી છે, તેના દ્વારા અહીંની 72 હજારની વસ્તીમાંથી અડધા લોકોની જીવન રક્ષા થઈ શકશે.

  આ પણ વાંચો - ખેડૂતોને પીએમ મોદીનો સંદેશો, નવા કાનૂન કોઈને બાધ્ય કરતા નથી, આ બિલકુલ વૈકલ્પિક છે

  વેક્સીન લેવા પ્રધાનમંત્રી રુઝવેલ્ટ એરપોર્ટ પહોંચ્યા

  9 ફેબ્રુઆરીએ ડોમિનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ પર ભારતથી વેક્સીનને લઈને વિમાન પહોંચ્યું હતું. આ વેક્સીન પાડોશી દેશ બાર્બાડોસના એર નેશનલ ગાર્ડના પ્લેનથી પહોંચી હતી. વેક્સીનને લેવા માટે પીએમ રુઝવેલ્ટ અને તેમના કેબિનેટ સહયોગી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ અને તેમના કેબિનેટ સહયોગીઓએ દવાઓને પ્લેનમાંથી ઉતારવામાં સહયોગ પણ કર્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે.
  Published by:Ashish Goyal
  First published: