Coronavirus Vaccine: આ 3 વેક્સીનનું ભારતમાં થઇ રહ્યું છે ટ્રાયલ, સૌથી એડવાન્સ વેક્સીન થર્ડ ફેઝમાં છે

News18 Gujarati
Updated: September 18, 2020, 1:59 PM IST
Coronavirus Vaccine: આ 3 વેક્સીનનું ભારતમાં થઇ રહ્યું છે ટ્રાયલ, સૌથી એડવાન્સ વેક્સીન થર્ડ ફેઝમાં છે
પ્રતિકાત્મક તસવીર

હાલ દેશમાં ત્રણ વેક્સીન પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.

  • Share this:
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus In India) કેસ 52 લાખની પાર થઇ ગયો છે. શુક્રવારે સ્વાસ્થય મંત્રાલય મુજબ હજી સુધી 52,14,678 પુષ્ટી થઇ ચૂકી છે. જેમાંથી 41,12,552 લોકો ઠીક થયા છે અને 84,372 લોકોની મોત થઇ છે. અને 10,17,754 એક્ટિવ કેસ છે. દેશમાં હાલ જ્યાં તમામ લોકો આની વેક્સીનની રાહ જોઇ રહ્યા છે. ત્યાં જ હાલ દેશમાં ત્રણ વેક્સીન પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાંથી એક વેક્સીન ઓક્સફોર્ડની છે બીજી ભારત બાયોટેક અને ત્રીજી જાયડસ કેડિલાની છે.

વાત કરીએ ઓક્સફોર્ડની વેક્સીનની તો આ ફાર્મા કંપની એસ્ટ્રોજેનકાથી મળીને આ વેક્સીન તૈયાર કરી છે. દુનિયામાં સૌથી એડવાન્સ વેક્સીન તરીકે ભારતની સીરમ ઇન્ટીટ્યૂટ દેશભરમાં 14 જગ્યા પર દોઢ હજાર લોકો પર આ વેક્સીને ટ્રાયલ કરશે. ભારત સિવાય આ વેક્સીન બ્રિટન, બ્રાઝિલ અને અમેરિકા સમેત દેશોમાં આ વેક્સીનનું ટ્રાયલ હાલ ચાલી જ રહ્યું છે. ઓક્સફોર્ડની વેક્સીન પર ICMR નજર રાખી રહ્યું છે.

સાથે જ ICMR અને ભારત બાયોટેકે સાથે મળીને વેક્સીન બનાવી છે જેનું નામ છે Covaxin આ એક ઇનએક્ટિવેટેડ વેક્સીન છે. એટલે કે તેમાં કોરોનાના મરેલા વાયરસનો ડોઝ આપવામાં આવે છે. જેથી શરીરમાં વાયરસની વિરુદ્ધ એન્ટીબોડી પેદા થાય. જો કે હાલમાં કંપનીએ જે જાણકારી આ મામલે આપી છે. તે મુજબ હાલ આ વેક્સીન ખાલી પ્રાણીઓ પર જ સફળ રહી છે. અને હાલ તેનું ટ્રાયલ બીજા ફેઝ સુધી જ પહોંચ્યું છે. તેનું હ્યૂમન ટ્રાયલ થવાનું હજી બાકી છે.

વધુ વાંચો : Samsung યુઝર માટે ખુશખબર! 7000mAh બેટરીવાળો Galaxy M51 પર સેલ શરૂ

ત્રીજી વેક્સીન છે જાયડસ કેડિલાની જેનું હાલ માણસો પર ફેઝ 1નું ટ્રાયલ ચાલી રહ્યું છે. DGCI કહ્યું કે દેશમાં બનાવાયેલી આ વેક્સીન પર જુલાઇમાં જ હ્યૂમન ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. ડીએનએ બેસ્ડ જાયડસ કેડિલાની વેક્સીન અમદાવાદ વેકસીન અમદાવાદ વેક્સીન ટેકનોલોજી સેન્ટરમાં તેને વિકસિત કરવામાં આવી છે. આ વેક્સીનને ઉંદર અને સસલા પર ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેનો ડેટા DGCI પાસે છે.

વધુ વાંચો : સાવધાન! દેશમાં વધી રહી છે ડિજિટલ જાસૂસી, જાણો કેવી રીતે થાય છે અને કેમ કરીને બચશો?સાથે જ સરકારે બુધવારે કહ્યું છે કે કોરોના વાયરસનો ટીકો વિકસિત કરવાનું કામ વિભિન્ન ચરણોમાં ચાલી રહ્યું છે. તથા 30થી વધુ વેક્સીન કેન્ડિડેટે આમાં પોતાનો સહયોગ આપ્યો છે. જેમાંથી ત્રણ પરીક્ષણ અગ્રિમ ચરણમાં છે. તેમણે કહ્યું કે કોવિડ 19 રોગીઓના ઉપચાર માટે પોર્ટફોલિયા બનાવવા માટે કેટલીક પ્રચલિત દવાઓને 13 ક્લીનિકલ પરીક્ષણ પણ ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે 30થી વધુ વેક્સીન કેન્ડિડેટ્સે સહયોગ આપ્યો છે જે વિકાસના વિભન્ન ચરણોમાં હતા. ત્રણ કેન્ડિટેડ્ટ્સ પ્રથમ ચરણ, બીજા અને ત્રીજાના અગ્રિમ ચરણમાં છે. ચારથી વધુ અગ્રિમ ક્લીનિકલ પૂર્વ વિકાસ ચરણમાં છે. રાયે કહ્યું કે સાત ઓગસ્ટે નીતિ આયોગ હેઠળ કોવિડ 19 માટે વેક્સીન ઉપયોગના ઉદ્દેશથી એક રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહને ગઠિત કરવામાં આવ્યું છે.
Published by: Chaitali Shukla
First published: September 18, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading