corona vaccine for child: બાળકો માટે રસી ક્યારે આવશે? ભારત બાયોટેકના એમડી ડો.કૃષ્ણ એલાએ આ જવાબ આપ્યો

પ્રતિકાત્મક તસવીર

coronavirus vaccine news: હાલમાં, દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે શક્ય તેટલી વહેલી તકે બાળકો માટે રસી (corona vaccine for child) આવે જેથી બાળકોને પણ ચેપથી સુરક્ષિત કરી શકાય.

  • Share this:
    નવી દિલ્હી: કોરોના રોગચાળાના (coronavirus pandemic) ચેપથી બચવા માટે કોરોના રસી એ (corona virus vaccine) આપણું સૌથી મોટું હથિયાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને રસીકરણ અભિયાનને (Vaccination campaign) ઝડપથી આગળ ધપાવી રહ્યા છે. તમામ મુશ્કેલીઓને પડકારતા ભારતે 100 કરોડ રસીકરણનો (100 crore vaccinations) અજોડ આંકડો પણ પાર કરી લીધો છે. હાલમાં, દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે શક્ય તેટલી વહેલી તકે બાળકો માટે રસી (corona vaccine for child) આવે જેથી બાળકોને પણ ચેપથી સુરક્ષિત કરી શકાય.

    દરમિયાન, રસી બનાવતી કંપની ભારત બાયોટેકના એમડી ડો. ક્રિષ્ણા એલાએ (Bharat Biotech, MD Dr.Krishna Ella) બાળકોની કોવિડ રસી અંગે મોટી માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરકારથી લઈને નાગરિકો સુધીના દરેકના સામૂહિક પ્રયાસનું પરિણામ છે કે ભારતે રસીકરણનો 100 કરોડનો અદભૂત આંકડો પાર કર્યો છે.

    તેમણે કહ્યું કે હવે અમે બાળકો માટે રસી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ડો.એલાએ કહ્યું કે અમે બાળકોની રસી માટે ડીજીસીઆઈ પાસેથી લાયસન્સની રાહ જોઈ રહ્યા છીએ.

    રસીનો તબક્કો પૂરો થયો
    ડો. ક્રિષ્ણા એલાએ કહ્યું કે ભારત બાયોટેકે નાકની રસીનો બીજો તબક્કો લગભગ પૂર્ણ કરી લીધો છે. તેમણે કહ્યું કે આ બંને તબક્કામાં સારા પરિણામો આવ્યા છે અને આ રસી કોવિડ-19 સંક્રમણને રોકવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. હાલમાં કંપની દ્વારા આ માહિતી આપવામાં આવી નથી કે ભારત બાયોટેકની રસી કઈ ઉંમરના બાળકોને આપવામાં આવશે.

    આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

    રસીનો તબક્કો પૂર્ણ
    ડો. ક્રિષ્ણા એલાએ કહ્યું કે ભારત બાયોટેકે નાકની રસીનો બીજો તબક્કો લગભગ પૂર્ણ કરી લીધો છે. તેમણે કહ્યું કે આ બંને તબક્કામાં સારા પરિણામો આવ્યા છે અને આ રસી કોવિડ -19 ચેપને રોકવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. હાલમાં, કંપની દ્વારા આ માહિતી આપવામાં આવી નથી કે, કઈ ઉંમરે બાળકોને ભારત બાયોટેકની રસી આપવામાં આવશે.

    આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

    દેશમાં 100 કરોડ કોરોના રસીના ડોઝ અપાયા
    તાજેતરમાં નવ મહિનાના ટૂંકા ગાળામાં કોરોના વાયરસની રસીના આખા ભારતમાં કુલ 100 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા હતા. જેના પગલે ભારત સમગ્ર વિશ્વમાં વિક્રમ સર્જી દીધો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને સંબોધન કરીને અભિનંદન આપ્યા હતા.
    Published by:ankit patel
    First published: