Corona Vaccine: કોવેક્સીનની તુલનામાં કોવિશીલ્ડથી બની રહી છે વધુ એન્ટીબોડી, નવી સ્ટડીમાં દાવો

કોવિશીલ્ડ લેનારા લોકોમાં એન્ટી સ્પાઇક એન્ટીબોડીથી સંબંધિત સીરોપોઝિટિવિટી રેટ કોવેક્સીન લેનારા લોકોની તુલનામાં ઘણો વધુ હતો

કોવિશીલ્ડ લેનારા લોકોમાં એન્ટી સ્પાઇક એન્ટીબોડીથી સંબંધિત સીરોપોઝિટિવિટી રેટ કોવેક્સીન લેનારા લોકોની તુલનામાં ઘણો વધુ હતો

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં હાલના સમયમાં કોરોના વાયરસ (Coronavirus)થી બચવા માટે રસીકરણ અભિયાન (Covid Vaccination Campaign) ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેકવાર એવી ચર્ચા થતી રહેતી હોય છે કે કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin)માંથી કઈ વેક્સીન વધુ એન્ડબોડી (Antibody) બનાવે છે. આ દરમિયાન એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સીનની તુલનામાં કોવિશીલ્ડ લેનારા લોકોના શરીરમાં વધુ એન્ટીબોડી વિકસિત થાય છે. આ સ્ટડી એ હેલ્થકેર વર્કર્સની સાથે કરવામાં આવી જેઓએ કોવિશીલ્ડ કે કોવેક્સીનમાંથી કોઈ એક વેક્સીનના બંને ડોઝ લીધા હતા.

    આ સ્ટડી કોરોના વાયરસ વેક્સીન ઇન્ડ્યૂસ્ડ એન્ટીબોડી ટાઇટર એટલે કે COVAT તરફથી કરવામાં આવી છે. તેમાં જાણવા મળ્યું કે કોવિશીલ્ડ લેનારા લોકોમાં એન્ટી સ્પાઇક એન્ટીબોડીથી સંબંધિત સીરોપોઝિટિવિટી રેટ કોવેક્સીન લેનારા લોકોની તુલનામાં ઘણો વધુ હતો. જોકે હજુ આ સ્ટડી પ્રકાશિત નથી થઈ. એવામાં હજુ ક્લીનિકલ પ્રેક્ટિસમાં તેનો ઉપયોગ ન થઈ શકે. જોકે શોધકર્તાઓનું કહેવું છે કે બંને વેક્સીને સારી પ્રતિરક્ષા વિકસિત કરી છે.

    આ પણ વાંચો, પેટ્રોલની કિંમત આસમાને, ખિસ્સા પર ભારણ વધ્યું! એવામાં ખરીદો 90 KM માઇલેજ આપતી આ બાઇક

    આ સ્ટડીમાં એ વાત સામે આવી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં સારો રિસ્પોન્સ હોય છે. પરંતુ સીરોપોઝિટિવિટી રેટ કોવિશીલ્ડ લેનારા લોકોમાં જ વધુ જોવ મળ્યો છે.

    આ પણ વાંચો, આ વર્ષે પણ નહીં યોજાય અમરનાથ યાત્રા, લાઇવ આરતીમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન

    આ સ્ટડીમાં 552 હેલ્થકેર વર્કર્સ સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં 325 પુરુષ અને 225 મહિલાઓ હતી. તેમાંથી 456 લોકોએ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હતો, તો 96 લોકોએ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેમાં 79.03 ટકા સીરોપોઝિટિવિટી રેટ નોંધવામાં આવ્યો હતો. કોવિશીલ્ડ માટે એન્ટીબોડી ટાઇટર 115 AU/ml (ઓર્બિટરી યૂનિટ પ્રતિ મિલીલીટર) અને કોવેક્સીન માટે 51 AU/ml હતું.
    Published by:Mrunal Bhojak
    First published: