ખુશખબર! ચીને શોધી કાઢ્યો coronaનો તોડ, બિલાડીઓની આ દવાથી મળશે ફાયદો...

ખુશખબર! ચીને શોધી કાઢ્યો coronaનો તોડ, બિલાડીઓની આ દવાથી મળશે ફાયદો...
પ્રતિકાત્મક તસવીર

આ દવાના માત્ર એક ડોઝથી સારો લાભ મળી શકે છે. જેથી આ દવા માણસ માટે સારી અને સુરક્ષિત સાબિત થઈ શકે છે.

 • Share this:
  બેઈઝિંગ : હાલના દિવસોમાં કોરોના વાયરસનો કહેર પૂરી દુનિયામાં છે. રોજ કોરોના દર્દીઓના આંકડા વધી રહ્યા છે. કેટલાએ ડોક્ટર અને વૈજ્ઞાનિક તેના માટે દવા બનાવવાનું કામ કરી રહ્યા છે. પરંતુ, હજુ સુધી કોઈને પણ સફળતા નથી મળી શકી. આ બધા વચ્ચે ચીનથી એક સાર સમાચાર સામે આવ્યા છે. બિલાડીઓમાં સંક્રામક રોગની સારવાર ઉપયોગમાં લેવાતી દવા GC376એ પ્રયોગશાળામાં થયેલા ટેસ્ટમાં કોરોના વાયરસને વધતો રોકી દીધો છે. ચીન શોધકર્તાઓએ આ દવા એવા સમયે બનાવી છે, જ્યારે આ દવા બનાવનાર અમેરિકાની કંપનીએ યૂએસ એફડીએ પાસે આ દવાને માણસ પર ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપવા કહ્યું છે.

  નવભારત ટાઈમ્સના એક સમાચાર અનુસાર, આ શોધનું નેતૃત્વ કરનાર પ્રોફેસર ઝાંગ શુયાંગે કમે્પ્યુટર મોડલ અને પ્રયોગશાળામાં પરિક્ષણના આધાર પર કહ્યું કે, બિલાડીઓ માટે વપરાતી દવા GC376ની અસર સારી છે અને આ સુરક્ષિત દવા છે. આ દવા Sars-CoV-2 વાયરસના એક મહત્વપૂર્ણ ઈજાઈમને બાંધી દે છે, જેના કારણે કોવિડ-19નું સંક્રમણ થતુ હોય છે. આ ઈન્ઝાઈમને Mpro કહેવામાં આવે છે.  આ દવાથી મળી રહ્યો લાભ

  Mpro ઈન્ઝાઈમ પ્રોટીન તોડી દે છે અને વાયરસ આ એમિનો એસિડનો ઉપયોગ બ્લોક્સ બનાવવામાં કરે છે. Mpro વગર કોરોના વાયરસ પોતાની નકલ નથી બનાવી શકતો. ચીની વૈજ્ઞાનિકે જોયું કે, આ દવા કોરોના વાયરસ સંક્રમિત કોશિકાઓની અંદર સરળતાથી ઘુસી શકે છે. આ દવાના માત્ર એક ડોઝથી સારો લાભ મળી શકે છે. જેથી આ દવા માણસ માટે સારી અને સુરક્ષિત સાબિત થઈ શકે છે.

  બિલાડીઓમાં છુપાયેલો રહી શકે છે આ વાયરસ

  GC376 દવાને અમેરિકન કંપની Anivive Lifesciencesએ તૈયાર કરી છે. આ દવા બિલાડીઓમાં સંક્રમણ રોકવા માટે આપવામાં આવે છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે કોરોના વાયરસ દર્દીને આ દવા ક્યારે આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે, તે એફડીએ સાથે મળીને કામ કરી રહી છે. પ્રોફેસર ચેનના અભ્યાસમાં સામે આવ્યું કે, કોરોના વાયરસ ખાસ રીતે બિલાડીઓ માટે ખતરનાક છે. તેમણે ચેતવણી આપી છે કે, બિલાડીઓમાં કોરોના વાયરસ છુપાયેલો રહી શકે છે, અને માણસમાં તે ફરી ફેલાઈ શકે છે. કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં ચાર લાખથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.
  First published:June 11, 2020, 18:38 pm