Home /News /national-international /COVID-19 Vaccination 2.0: કોવેક્સિન અને કોવિશીલ્ડે જણાવી વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ્સ અને કોણ રસી નહીં લઈ શકે

COVID-19 Vaccination 2.0: કોવેક્સિન અને કોવિશીલ્ડે જણાવી વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ્સ અને કોણ રસી નહીં લઈ શકે

દેશમાં 50 લાખ લોકોએ રસી માટે નોંધણી કરાવી છે, તેમાંથી 6.44 લાખ લોકોને સોમવારે જ અપોઈન્ટમેન્ટ મળી ગઈ હતી. (Photo: PTI)

કોવિડ વેક્સીનની કેટલીક સાઈડ ઈફેક્ટ્સ હોઈ શકે છે, જે સામાન્ય સંકેત છે કે તમારૂં શરીર સુરક્ષાનું નિર્માણ કરી રહ્યું છે

  નવી દિલ્હી. સમગ્ર દેશમાં પહેલી માર્ચથી શરૂ થયેલા કોરોના વાયરસ વેક્સિનેશન(Coronavirus Vaccination 2.0)ના બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના વડીલો અને 45 વર્ષથી વધુના ગંભીર બીમારીઓથી પિડિત લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં 50 લાખ લોકોએ રસી માટે નોંધણી કરાવી છે, તેમાંથી 6.44 લાખ લોકોને સોમવારે જ અપોઈન્ટમેન્ટ મળી ગઈ હતી. પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રસી લીધી. તેમને ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સિન(Covaxin)નો શોટ આપવામાં આવ્યો હતો. બીજા દિવસે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્રિય મંત્રીઓએ વેક્સિનનો ડોઝ લીધો. જોકે, હજુ પણ લોકોના મનમાં રસીની સાઈડ ઈફેક્ટ્સને લઈને ડર છે. લોકો વેક્સિન લેતા પહેલા કન્ફર્મ કરવા માંગે છે કે કોવિશિલ્ડ કે કોવેક્સિનની રસી લીધા બાદ શરીમાં કેવા લક્ષણ દેખાય છે.

  આવો જાણીએ કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સિન (Covaxin)ની શું સાઈડ ઈફેકટ્સ થઈ શકે છે અને કયા લોકોએ કઈ વેક્સિન લેવી જોઈએ.

  સરકારે કહ્યું છે કે કોવિશિલ્ડ(Covishield) અને કોવેક્સિન (Covaxin) બન્ને સુરક્ષિત છે, પણ તેની અમુક સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ છે. આ વેક્સિન બનાવનારી કંપનીઓએ રસી લીધા બાદ શરીર પર થનારી સંભવિત સાઈડ ઈફેક્ટ્સ વિશે પોતાની વેબસાઈટ પર ફેક્ટ શીટ શેર કરી છે.

  કોવેક્સિન કોણે ન લેવી જોઈએ?

  >> જેમને એલર્જી, તાવ, લોહીની કોઈ બિમારી કે લોહી પાતળુ હોય તેમને કોવેક્સિન ન લેવી જોઇએ.
  >> એવા લોકો જે કોઈ દવા લઈ રહ્યા હોય, જેનાથી તેમની ઈમ્યુન સિસ્ટમ પ્રભાવિત થતી હોય, તેમણે પણ આ વેક્સિન ન લેવી જોઈએ.
  >> સગર્ભા મહિલાઓ, બ્રેસ્ટ ફિડિંગ કરાવતી માતા, હાલમાં જ કોઈ બીજી વેક્સિન લીધી હોય તેવા લોકો પણ કોવેક્સિનનો ડોઝ ન લેવાની સલાહ આપવામાં આવી છે.
  >> રસીકરણ પર નજર રાખનારા રસીકરણ અધિકારી દ્વારા નિર્ધારિત સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ હોય તેમને પણ કોવેક્સિન ન લેવી જોઈએ.

  આ પણ વાંચો, Co-WIN એપમાં વેક્સીન રજિસ્ટ્રેશન- જાણો રીત અને કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  કોવેક્સિનની કઈ સાઈડ ઈફેક્ટ્સ છે?

  >> કોવેક્સિનની સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ છે. તેમાં ઈજેક્શન આપ્યુ હોય તે જગ્યાએ થોડો દુખાવો, લાલ નિશાન, ખંજવાળ, હાથ ભારે લાગવો, ઈન્જેક્શનવાળા હાથમાં કમજોરી, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, તાવ, અસ્વસ્થતા, ચક્કર, ઉલ્ટી-ઉબકા જેવા લક્ષણો દેખાઈ શકે છે.
  >> કંપનીએ કહ્યું છે કે રસીથી કોઈ ગંભીર એલર્જી રિએક્શન થવાની શક્યતા ઘણી ઓછી છે. કોઈને ગંભીર અસર થાય તો શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા અને ગળામાં સોજો, ધબકારા એકદમ વધી જવા, શરીર પર ચાઠા, ચક્કર અને અશક્તિ જેવા લક્ષણ દેખાઈ શકે છે.

  કોવિશીલ્ડ કોણે ન લેવી જોઈએ?

  >> સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાની ફેક્ટ શીટ પ્રમાણે જે લોકોને કોઈ દવા, ભોજન કે કોઈ રસી બાદ એલર્જીનું ગંભીર રિએક્શન થતું હોય તેમણે આ રસી ન લેવી જોઈએ.
  >> જેમને તાવ આવે છે, લોહીની બિમારી છે કે લોહી પાતળુ થઈ રહ્યું છે તેમણે પણ રસી ન લેવી જોઈએ.
  >> ઈમ્યુનોકમ્પ્રોમાઈઝ્ડ લોકો, જે આવી દવા લઈ રહ્યા છે જે ઈમ્યુન સિસ્ટમને અસર કરે છે, તેમણે પણ રસી ન મુકાવી જોઈએ.
  >> સગર્ભા મહિલાઓ કે પછી પ્રેગનન્સી પ્લાન કરતી મહિલાઓ, બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓએ પણ રસી લેવાની નથી.
  >> જેમણે બીજી કોઈ એન્ટી કોવિડ વેક્સિન લીધી છે, તેમણે કોવિશિલ્ડ ન લેવી જોઈએ.
  >> જેમને આ રસીના પહેલા ડોઝ પછી એલર્જિક રિએક્શન થયું હતું તેમને પણ આ રસી ફરીવાર ન લેવી જોઈએ.

  કોવિશિલ્ડની શું સાઈડ ઈફેક્ટ્સ છે?

  >> આ વેક્સિનની સામાન્ય સાઈડ ઈફેક્ટ્સમાં દુખાવો, ગર્મી, લાલ નિશાન, ખંજવાળ કે સોજો આવી શકે છે.
  >> સામાન્ય રીતે વ્યક્તિ અસ્વસ્થતા કે થાકનો અનુભવ કરે છે. ઠંડી લાગવી, તાવ આવવો, માથાનો દુખાવો, બિમાર હોવ તેવો અનુભવ થાય છે. સાંધા કે સ્નાયુઓમાં પીડા, ઈન્જેક્શનવાળી જગ્યા પર ગાંઠ, તાવ, ઉલ્ટી, ફ્લુ જેવા લક્ષણ, હાઈ ટેમ્પરેચર, ગળામાં સોજો, નાક વહેવુ, ખાંસી અને ઠંડી લાગવી જેવા સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે.
  >> અસામાન્ય સાઈડ ઈફેક્ટ્સમાં ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવી, પેટમાં દુખાવો, વધેલા લિમ્ફ નોડ્સ, વધારે પડતો પરસેવો, સ્કિન પર ખંજવાળ કે ફોડલીઓ થઈ શકે છે.

  આ પણ વાંચો, દેશમાં 24 કલાકમાં 14989 લોકો સંક્રમિત, મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં કોરોનાના નવા કેસ
  " isDesktop="true" id="1076780" >

  સાઈડ ઈફેક્ટ્સના લક્ષણ દેખાય તો શું કરશો?

  સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ટ પ્રિવેન્શન અનુસાર તમને દુખાવો કે બેચેની છે તો તમારા ડોક્ટર સાથે વાત કરો. ઓવર ધ કાઉન્ટર દવા લેવા વિશે જેમકે ઈબુપ્રોફેન, એસ્પિરિન, એન્ટીથિસ્ટેમાઈસ, કે એસિટામિનોફેન કોઈપણ દુખાવો કે અસુવિધા માટે જેને તમે રસી બાદ અનુભવી શકો છો. તમને કોઈ અન્ય બિમારી નથી તો તમે આ દવાઓ પોસ્ટ વેક્સિનેશનના સાઈડ ઈફેક્ટ્સથી રાહત આપવા માટે લઈ શકો છો. ધ્યાન રાખો કે રસી લેતા પહેલા આવી કોઈ દવા ન લો, કારણ કે તેની ગંભીર સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Bharat Biotech, Corona vaccine, COVAXIN, Covid vaccine, COVID-19, Covishield, Serum institute, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन