કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં ટપોટપ 1,761 મોત, 2,59,170 નવા કેસ નોંધાયા

કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં ટપોટપ 1,761 મોત, 2,59,170 નવા કેસ નોંધાયા
તસવીર: Shutterstock

India coronavirus cases: દેશમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 1,53,21,089 થઈ છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા 1,31,08,582 થઈ છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2,59,170 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1,761 લોકોનાં મોત (Death) થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,54,761 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 1,53,21,089 થઈ છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા 1,31,08,582 થઈ છે. દેશમાં કોરોના વાયરસથી અત્યારસુધી 1,80,530 લોકોમાં મોત થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના 20,31,977 એક્ટિવ કેસ (Active cases) છે. દેશમાં અત્યારસુધી 12 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.

  આજની હાઇલાઇટ્સ:  >>  દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 20 લાખને પાર થઈ. પ્રથમ વેવમાં એક્વિટ કેસની સર્વોચ્ચ સંખ્યા 10 લાખ હતી.

  >>  દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

  >>  મહારાષ્ટ્રમાં 58.92 હજાર, ઉત્તર પ્રદેશમાં 28.2 હજાર અને દિલ્હીમાં 23.69 હજાર નવા કેસ નોંધાયા છે.

  >>  મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 351 મોત, દિલ્હીમાં 240 અને છત્તીસગઢમાં 175 મોત નોંધાયા.

  >>  ચાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાજા થવાનો દર 80%થી ઓછો. લક્ષદ્વીપમાં સૌથી ઓછો 61.7% દર.

  આ પણ વાંચો: 'મારે સારું હતું ત્યારે મેં બધાની મદદ કરી, હવે કોઈ મારી મદદ કરતું નથી,' રાજકોટમાં કારખાનેદારનો આપઘાત

  ભારતને કોરોનાના વમળમાંથી બહાર કાઢી શકે છે ફીલ્ડ હૉસ્પિટલો

  ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેર (Second Wave Of Covid-19)નો સામનો કરી રહ્યું છે. હૉસ્પિટલમાં બેડ નથી, ઑક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir injection)ની પણ અછત છે. અનેક રાજ્યમાં કોરોનાને કારણે અવ્યવસ્થાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ વચ્ચે સામાન્ય માણસ (Comman man) ફફડી ગયો છે. કોરોના સામે લડવા (Fight againt coronavirus) માટે હાલ વેક્સીનેસન પણ જોરશોરથી ચાલુ રહ્યું છે. બીજી તરફ નિષ્ણાતો પણ કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકવું તેના પ્રયાસમાં લાગ્યા છે. મહામારીમાં નિષ્ણાતો પરંપરાગત રસ્તાઓ ઉપરાંત અન્ય ઉપાયો પણ સૂચની રહ્યા છે. એવામાં કોરોના મહામારીના વમળમાંથી બહાર નીકળવા માટે ફીલ્ડ હૉસ્પિટલો ( Field Hospital)ની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: લફરાબાજ પતિથી કંટાળી પત્નીનો નાના પુત્ર સાથે નદીમાં કૂદી આપઘાત  આ પણ વાંચો: અમદાવાદ: પતિએ ચપ્પુની અણીએ પત્ની પાસે સુસાઇડ નોટ લખાવી લીધી, તસવીર સસરાને મોકલી

  રાજ્યમાં નવા કેસનો આંકડો 11 હજારને પાર

  રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં સોમવારે વિક્રમજનક 11,407 કુલ નવા કેસ નોંધાયા છે, જ્યારે કુલ 4,179 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2,500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. સોમવારે 117 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે.
  24 કલાકમાં અમદાવાદમાં 4258 સુરતમાં 2363, રાજકોટમાં 761, વડોદરા શહેરમાં 426, મહેસાણામાં 418, જામનગર શહેરમાં 479, બનાસકાંઠામાં 195, વડોદરા જિલ્લામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર શહેરમાં 138, ભાવનગર શહેરમાં 124, કચ્છમાં 124, જામનગર જિલ્લામાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગર જિલ્લામાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, સાબરકાંઠામાં 94, અમરેલીમાં 93, ભાવનગર જિલ્લામાં 91 કેસ નોંધાયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 20, 2021, 09:58 IST

  ટૉપ ન્યૂઝ