Coronavirus Live Updates: 24 કલાકમાં વધુ 42,766 લોકો સંક્રમિત થયા, 308 દર્દીએ જીવ ગુમાવ્યો

કેરળ અને મહારાષ્ટ્રમાં સતત નોંધાઈ રહેલા સંક્રમણના આંકડા ચિંતાજનક છે. (પ્રતીકાત્મક તસવીર)

Covid-19 in India: ભારતમાં કુલ 68 કરોડ 46 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ અપાયા; કોવિડ રિકવરી રેટ 97.4% પહોંચ્યો

  • Share this:
    Coronavirus Latest Updates, 5 September 2021: કેરળ અને મહારાષ્ટ્રમાં સતત નોંધાઈ રહેલા સંક્રમણના આંકડા ચિંતાજનક છે. કેરળમાં (Kerala Corona Cases) છેલ્લા 24 કલાકમાં 29,682 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 142 દર્દીનાં મોત થયા છે. તો મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Cases) એક દિવસમાં 4130 નવા કેસ નોંધાયા છે અને 64 દર્દી કોરોના સામેની લડાઈ હારી ગયા છે. આ બે રાજ્યોના કારણે દેશમાં સંક્રમણનો આંક 42 હજારને પાર થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ 4.10 લાખથી વધુ થઈ ગયા છે. રિકવરી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં કોવિડ રિકવરી રેટ દેશની સરેરાશ કરતાં સારો એટલે કે 98.76 ટકા છે.

    રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,766 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 308 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,29,88,676 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 68,46,69,521 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71,61,760 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    બીજી તરફ, COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 21 લાખ 38 હજાર 92 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,091 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.40 ટકા છે. હાલમાં 4,10,048 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,40,533 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 53,00,58,218 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 17,47,476 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, Covid-19 Vaccination: આખરે કેમ લોકો કોરોના વેક્સીન લેવામાં કેમ અચકાય છે?

    ગુજરાતમાં 24 કલાકમાં 15 નવા કેસ

    ગુજરાતમાં કોરોના કેસોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જોકે, એક પણ વ્યક્તિનું મોત નથી થયું.વિ વિશેષમાં એક દિવસમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, કચ્છ, રાજકોટમાં 2-2, સુરત અને વડોદરામાં 1-1-1 કોરોના કેસ નોંધાયા હતા.

    આ પણ વાંચો, Explained: Zydus Cadilaની ZyCoV-D રસી સોય વગર કઈ રીતે અપાશે? તેનાથી કયા-કયા ફાયદા થશે?

    ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 98.76 ટકા

    ગુજરાતમાં શનિવારે કુલ 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓ સાજા થવાની સાથે જ અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: